Cli

દાહોદમાં અકસ્માત બાદ પહોંચેલી પોલીસ પર ટોળા કર્યો હુમલો, જુઓ પછી પોલીસે શું કર્યું ?

Uncategorized

દાહોદમાં એક અકસ્માત થાય છે અને અકસ્માતની જાણ જ્યારે પોલીસને કરવામાં આવે છે અને આ અકસ્માત બાદ જ્યારે પોલીસ ઘટનાસ્થળ પર પહોંચે છે ત્યારે પોલીસ કર્મીઓ જ્યારે કાર્યવાહી કરી રહ્યા હતા ત્યારે અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવાનના પરિવારજનો છે તે પોલીસ સાથે માથાકૂટ કરે છે અને ત્યારબાદ પોલીસ કર્મી સાથે મારામારી પણ કરે છે શું છે આ સમગ્ર મામલો વિગતે વાત કરીએ

ડા દાહોદના ચાકલિયા ગામમાં ફોરવહીલર અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતોજેમાં બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું પોલીસને જાણ થતા તેઓ સ્થળ પર પહોંચ્યા છે અને પંચનાબુ કરીને વાહનો હટાવ્યા હતા ત્યારબાદ મૃદદેને પોસ્ટમોર્ટમ માટે પેથાપુર સીએચસી લઈ જવાની કાર્યવાહી કરવામાં આવી રહી હતી આ દરમિયાન મૃતકના પરિવારજનો અને અન્ય કેટલાક લોકો ઉસ્કેરાયા હતા અને તેઓએ મૃદદેનો સ્થળ પર જ નિકાલ કરવાની માંગ કરી હતી

અને પોલીસ કર્મચારીઓ સાથે બોલાચાલી કરી હતી. બોલાચાલી ઉગ્ર બનતા લગભગ 50 જેટલા લોકોના ટોળાએ એએસઆઈ સુભાષ નીનામા પર લાકડીઓ લોખંડના પાઈપ અને પથ્થરો વડે હુમલો કર્યો હતો. આ હુમલામાંએએસઆઈને શરીર અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ થતા જેથી તેમને તાત્કાલિક સારવાર માટે ઝાલોદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવે છે અને અન્ય પોલીસ કર્મચારીઓ સાથે પણ આ ટોળું છે તે ગાળાગાળી કરે છે અને હુમલાના પ્રયાસ કરે છે આ સમગ્ર બનાવને લઈને પોલીસ પર જે હુમલો કરવામાં આવ્યો તે લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે અને આ મામલે શું કહી રહ્યા છે

પોલીસ ઇન્સ્પેક્ટર તેમને સાંભળીએ સાખલિયા પોલીસ સ્ટેશનના પેઠાપુર ગામ ખાતે ગઈ કાલે એક્સિડન્ટ થયેલ જેમાં એક વ્યક્તિનું મરણ જતા એએસઆઈ સુભાષભાઈ રામસિંહભાઈ નાવો પીએમ કરાવવા માટે સીએસસી પેથાપુર ખાતેગયેલા હતા ત્યાં મરણ જનારાના કુટુંબીઓ ભેગા થઈ અને સુભાષભાઈને કહ્યું કે તમે અમને પૂછ્યા વગર બનાવાળી જગ્યાથી ડેડ બોડી કેમ ઉપાડી અને વાહનો ત્યાંથી કેમ ઉપાડ્યા તેમ કહી તેમની સાથે બોલા બોલાચાલી કરી ઝગડો કરતા સુભાષભાઈને આશરે 50 એક માણસોનો ટોળું થઈ અને ગરદા પાટોનો માર મારેલ તથા પાઈપ તથા લાકડી વડે મારમારી ઈજા પહોંચાડેલ છે હાલ સુભાષભાઈ હોસ્પિટલમાં દાખલ છે

અને સુભાષભાઈ અમોને જાણ કરતા મે તાત્કાલિક બનાવાળી જગ્યા પર પહોંચી ગઈ ત્યાં 17 એક માણસો 17 થી 18 માણસોને રાઉન્ડ અપ કરી અટક કરેલ છે આજ રોજ 17 માણસોને અટક કરી કોર્ટમાં રજૂ કરીરિમાન્ડ મેળવેલ છે અને હાલ તપાસ ચાલુ હુમલાની જાણ થતા ચાકલિયા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર સંદીપ વસાવા સહિતનો પોલીસ કાફલો છે તે ઘટનાસ્થળ પર પહોંચે છે અને ચાકલિયા પોલીસે આશરે 50 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધે છે અને તાત્કાલિક કાર્યવાહી કરીને 18 આરોપીઓને ધરપકડ કરે છે. આ તમામ આરોપીઓને ઝાલોત કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેમને 24 કલાકના રિમાન્ડર આપ્યા હતા અને હાલ પોલીસની ટીમો જે ફરાર આરોપીઓ છે તેને ઝડપી પાડવા માટે કાર્યવાહી શરૂ કરી છે. આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું નવજીવન ન્યુઝ સાથે જોડાયેલા રહેજો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *