અને એ જ કારણ છે કે સલમાન ખાને બલૂચિસ્તાનનું નામ લીધું હતું. તેને આતંકવાદી જાહેર કરી દેવામાં આવ્યો. નોટિફિકેશન બહાર પડ્યું અને જુઓ, નામ પણ લખેલું છે — સીરિયલ નંબર વન પર લખેલું છે “અબ્દુલ રશીદ સલીમ સલમાન ખાન”. એડ્રેસ – મુંબઈ, ફિલ્મ વિભાગ, અને લખાયેલું છે કે તેને ટેરરિસ્ટ જાહેર કરવામાં આવે છે.
સલમાને કહ્યું — “સો મેની પીપલ ફ્રોમ અવર કન્ટ્રીઝ હેવ કમ હિયર… ધેર આર પીપલ ફ્રોમ બલૂચિસ્તાન, ફ્રોમ અફઘાનિસ્તાન, ફ્રોમ પાકિસ્તાન.”સલમાને બલૂચિસ્તાનને પાકિસ્તાનથી અલગ દેશ તરીકે બતાવ્યું, જેના કારણે પાકિસ્તાનની શહબાઝ સરકાર અને મુનીર ફોજ સલમાન ખાન સામે ખૂન્ને ખૂન બની ગઈ.સલમાનને આતંકી જાહેર કરતો પાકિસ્તાનનો ગૃહ મંત્રાલયે નોટિસ બહાર પાડ્યો છે. પાકના ગૃહ વિભાગે સલમાનનું નામ “ચોથા શેડ્યૂલ”માં નાખ્યું છે. આ લિસ્ટમાં આવનારને આતંકવાદી ગણવામાં આવે છે અને તેના પર કાર્યવાહી થાય છે.
એટલે કે, પાકિસ્તાનમાં સલમાનની એન્ટ્રી પર પ્રતિબંધ મુકાઈ શકે છે, તેની ફિલ્મો કે કાર્યક્રમો પર નજર રાખી શકાય છે.પાકિસ્તાનમાં કાયદાનો ઉપયોગ ઘણી વખત ખાનગી દુશ્મની કાઢવા માટે થાય છે. તાજેતરમાં તેમણે પોતાના આતંકવાદ વિરોધી કાયદામાં સુધારો કર્યો છે, જેના દુરુપયોગ અંગે સુપ્રીમ કોર્ટએ પણ ચિંતા વ્યક્ત કરી હતી.હકીકતમાં, સલમાન ખાને સઉદી અરબના એક કાર્યક્રમમાં ભાષણ આપતી વખતે કહ્યું હતું —“જો કોઈ હિન્દી ફિલ્મ અહીં રિલીઝ થાય, તો તે સુપરહિટ થશે. તામિલ, તેલુગુ કે મલયાલમ ફિલ્મ પણ કરોડોનો બિઝનેસ કરશે, કારણ કે અહીં બલૂચિસ્તાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન સહિત અનેક દેશોના લોકો રહે છે.”
સલમાને માત્ર “બલૂચિસ્તાન” શબ્દ લીધો, પણ એથી પાકિસ્તાન ભડકી ઉઠ્યું. પાકિસ્તાનને સૌથી વધારે ડર એ છે કે ક્યારેક બલૂચિસ્તાન અલગ ન થઈ જાય. જો બલૂચિસ્તાન અલગ થઈ જાય તો પાકિસ્તાન પાસે ફક્ત નાનો હરો વિસ્તાર (સિંધી-પંજાબ ભાગ) જ બાકી રહેશે. એટલે જ પાકિસ્તાન એવા દરેક અવાજથી ડરે છે જે બલૂચિસ્તાનને અલગ ઓળખ આપે.બલૂચ નેતા મીર યાર બલોચે કહ્યું — “સલમાન ખાનનું નિવેદન 6 કરોડ બલૂચો માટે ખુશીની વાત છે. તેમણે અમને ઓળખ આપી છે.”પૂર્વ મંત્રી ડૉ. તારાચંદ બલોચે કહ્યું —
“સલમાને લાખો બલૂચોનું દિલ જીતી લીધું.”નેતા નૌબત મરીએ કહ્યું — “સલમાને બલૂચિસ્તાનને પાકિસ્તાનથી અલગ ઓળખ આપી છે, જે આ ક્ષેત્રની સાચી ઓળખ બતાવે છે. વિશ્વ સમુદાયે હવે બલૂચો પર થતાં અતિક્રમણ પર ધ્યાન આપવું જોઈએ.”અટલેકે, બલૂચિસ્તાનના લોકો પાકિસ્તાનથી નફરત શા માટે કરે છે? કારણ કે છેલ્લા 75 વર્ષથી પાકિસ્તાની સેના બલૂચિસ્તાનના કુદરતી સ્ત્રોતોને લૂંટી રહી છે અને ત્યાંના લોકો પર અન્યાય કરી રહી છે.