દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ બોલિવૂડના સૌથી સુંદર અને લોકપ્રિય કપલ્સમાંના એક ગણાય છે. તેમના ફેન્સ તેમને “કપલ ગોલ્સ” તરીકે જોવે છે. તાજેતરમાં આ કપલે પોતાની એક વર્ષની દીકરી “દુઆ”ની પહેલી ઝલક બતાવી, જે જોઈને સૌ ચકિત થઈ ગયા.
નાની દુઆ હવે ડિઝાઈનર સાંછી મુખર્જીની સૌથી નાની મ્યૂઝ બની ગઈ છે, જ્યારે તે પોતાની મમ્મી સાથે લાલ ડ્રેસમાં પોઝ કરતી જોવા મળી.ઈન્ટરનેટ પર તેમની આ ક્યુટ તસવીરો વાયરલ થઈ ગઈ અને લોકો તેની ક્યૂટનેસ જોઈને મંત્રમુગ્ધ થઈ ગયા. આ વચ્ચે એક ઈન્ફ્લુએન્સરએ પોતાની દીકરીની તસવીર શેર કરી અને દાવો કર્યો કે તેમની દીકરી અને દુઆ એક જેવી દેખાય છે.ઈન્ફ્લુએન્સર શ્રેયા દેવાનાથ ગુપ્તા અને તેમના પતિ અનિકેત ગુપ્તાએ Instagram પર એક કોલાજ પોસ્ટ કર્યું,
જેમાં તેમની દીકરીની તસવીર દીપિકા અને રણવીરની દીકરી દુઆની તસવીર સાથે મુકાઈ હતી. તસવીરમાં શ્રેયાની દીકરી લાલ અનારકલી ડ્રેસમાં અને બે ચોટલીઓમાં દેખાય છે, બિલકુલ દુઆ જેવી.શ્રેયાએ લખ્યું કે શરૂઆતમાં તેમને લાગ્યું કે તસવીરમાં તેમની પોતાની દીકરી છે, પછી સમજાયું કે બંને બેબી એક જેવી દેખાય છે. પોસ્ટ વાયરલ થતાં લોકોના અનેક પ્રતિભાવ આવ્યા —
કેટલાકે પ્રેમ વરસાવ્યો તો કેટલાકે તેમને ટ્રોલ કર્યા.એક યુઝરે લખ્યું, “દુઆ અને તમારી બેબી બિલકુલ ટ્વીન સિસ્સર્સ જેવી લાગે છે, બંને ખુબ સુંદર છે.”બીજા એકે લખ્યું, “બંને બહુ ક્યૂટ છે, પણ એક જેવી નથી.”કોઈએ લખ્યું, “લાલ કપડાં અને બે ચોટલીઓ હોવાને કારણે જ સમાન લાગે છે.”
આ પોસ્ટ બાદ ચર્ચા ઉઠી ગઈ કે શું સાચે જ બંને બેબી એક જેવી દેખાય છે કે નહીં. તો હવે તમે કહો — તમને શું લાગે છે?હાલ માટે આટલું જ, આવી વધુ રસપ્રદ સ્ટોરીઝ માટે જોડાયેલા રહો અમારા સાથે.