અને આજે થોડોક મુદ્દો જે છે વિવાદિત મુદ્દા વિશે વાત કરવાની છે. આઈપીએસ સફીન હસન જેઓ હાલ મહીસાગર એસપી છે તેઓની જ્યારે પણ વીડિયોમાં છબી એક દેખાય છે ત્યારે તેઓ હિન્દુ દેવી દેવતાઓની આસ્થા ધરાવતા હોય એ રીતે તેમના વિઝ્યુઅલ આવતા હોય છે આ રીતે જે સેલિબ્રિટી છે આમીર ખાન સલમાન ખાન આ પ્રકારના જે સેલિબ્રિટીસ છે તેમના પણ આવા વિઝ્યુઅલ આવતા હોય છે કે તેઓ હિન્દી હિન્દુ દેવી દેવતાઓ તરફ આસ્થા ધરાવે છે.
તો આ વિશે પ્રશાંતભાઈ સાથે થોડી વાતકરવાની છે. પ્રશાંતભાઈ શું હોય છે આમાં એક વહીવટી પદ પર અધિકારી હોય ત્યારે એ કેમ પોતાની છબી આ રીતે દર્શાવતા હોય છે કા તો આવતી હોય છે એ મુસ્લિમ છે પણ એ હિન્દુ દેવી દેવતા પ્રતે આસ્થા ધરાવતા હોય એ એમની છબી દેખાય છે અવારનવાર કિરણ કેટલીક વસ્તુ બહુ બારીક હોય છે જે મને એવું લાગે છે કેટલીક વખત જાણી જોઈને થાય છે અથવા કેટલીક અજાણતા એ પ્રોસેસ તમારી અંદર થાય છે અને આ જે પ્રોસેસ થાય છે તમારી અંદર એના માટે મને એવું લાગે છે કે આ વાત તો જ તમને સમજાય છે કા તમે દલિત અધિકારી છો કા તમે મુસલમાન છો તો જ તમને તમારી અંદરચાલી રહેલી પ્રક્રિયા કે ગડમથલ સમજાય એવી વાત છે
આપણે વાત કરીએ આઈપીએસ સફીનસનની આઈપીએસ સફીનસન ભારતના સૌથી નાની વયના આઈપીએસ અધિકારી છે અને આઈપીએસ સફીનસન જે છે એ સોશિયલ મીડિયામાં ખૂબ ચાલતો વિષય લોકોને એમની સ્ટોરીઝ એમના વિડિયો જોવા બહુ ગમે છે હમણાં છેલ્લે આપણે પણ એક સ્ટોરી એમણે કરી કે મહીસાગર જિલ્લાના એસપી તરીકે એમણે ત્યાં આગળ પોલીસ લાઈનના બાળકોને બોલાવ્યા આસપાસના ગરીબ બાળકોને બોલાવ્યા દિવાળી ઉજવી મહીસાગરનો ચાર્જ જ્યારે એમણે લીધો થોડા સમય પહેલા જ ત્યારે એ મંદિરમાં જાય છે પૂજા કરે છે ગણપતિને હાર પહેરાવે છેનવરાત્રી હતી ત્યારે નવરાત્રીમાં એ ગરબે ઘૂમતા પણ તમને જોવા મળે છે આવું બહુજ અમીર ખાન છે કે શાહરુખ ખાન છે
એ લોકોના પણ આવે છે કે ત્યાના જાણીતા સિદ્ધિવિનાયક મંદિરમાં જાય છે આ બહુ એક સ્વાભાવિક પ્રક્રિયા છે એમાં કઈ હું એવું માનું છું કે કાયદાકીય રીતે કે માણસની રીતે નૈતિકતાની રીતે કઈ ખોટું નથી કારણ કે ઘણા બધા આપણે ત્યાં હિન્દુ લોકો પણ એવા છે કે જેમની આસ્થા પીરાણાની દરગાહ ઉપર છે લોકો જાય છે કેટલાક અજમેર પણ જાય છે તો આ બહુ સહજ પ્રક્રિયા છે આ સહજ હોય ત્યાં ત્યાં સુધી વાંધો નથી પણ થાય છે શું કે જે લોકો દલિત કે મુસ્લિમપરિવારમાંથી આવે છે એમના મનમાં સતત એક ભાવ એવો જન્મતો હોય છે કે આપણે જે છીએ એના કરતાં લોકોમાં જુદા દેખાઈએ એ અજાણતા પણ થતું હશે મને એવું લાગે છે આપણે વાત કરીએ કે સફીન હસન છે કે આમીર ખાન છે કે શાહરુખ છે
એમના કોઈ દિવસ એ લોકો મુસલમાન છે અલ્લાહની ઇબાદત કરનારા લોકો છે તો તો કોઈ દિવસ એ લોકો અલ્લાહની ઇબાદત કરતા હોય કે નમાજ અદા કરતા હોય એવા વિઝ્યુઅલ તમને નહીં જોવા મળે જો કે શફીન હસન સાથે તમારે અગાઉ પણ વાત થયેલી છે એ પ્રેક્ટિસિંગ મુસ્લિમ નથી એટલે જે ઇસ્લામમાં પાંચ વખત નમાજની વાત છે એ પ્રકારે એ પ્રેક્ટિસિંગ મુસ્લિમ નથીએટલે એવું નહી કરતા હોય પણ છતાં ક્યારેક તો એવું થતું હશે વર્ષમાં એક વખત કે જુમ્માની નમાજ પણ એ અદા કરતા હશે ખબર નથી કરે છે કે નહી પણ એવા દ્રશ્યો આપણને સોશિયલ મીડિયામાં જોવા નથી મળતા તો એવું નથી કે સફીન હસન નમાજ નહી પડતા હોય કે આમીર ખાન નમાજ નહી પડતા હોય પણ આ પ્રકારે આ પોતાની એક છબી એમને જે સોસાયટીમાં આપણે રહીએ છીએ કારણ કે એમને ખબર છે કે જે જો એ નમાજ પડતો એમનો વિડીયો અથવા એવા એવી ઘટનાઓ બહાર આવે તો સમાજનો એક બહુ મોટો તપકો એમને નહી સ્વીકારે એટલે માણસ આખરે તો શેના માટે કરું છું હું કરું છું તું કરે છે કે
આપણને સમાજસ્વીકારે સમાજ આપણને એક ઓળખ આપે હવે આપણે ત્યાની જે પ્રકારની મનોદશા કે સ્થિતિ છે એ રીતના જો સફીન હસન નમાજ પડતા હોય એ પ્રકારના કે પેલી ગોલ ટોપી પહેરીને જતા હોય એવા જો દ્રશ્યો સામે આવે તો એના ઘણા અર્થઘટનો જુદા થાય પછી ગાળો બોલવાનું શરૂ થાય ટ્રોલ થવાનું શરૂ થાય પછી એ સફેનસનને કટ્ટર માની લેવામાં આવે એવું જ બધા માટે છે જે લોકો મુસ્લિમ છે એટલે લોકો સતત એવો એક પ્રયત્ન કરતા હોય છે આપણે ત્યાં મોટો તબક્કો એટલે બહુમતી હિન્દુ છે એટલે હિન્દુઓમાં સ્વીકાર્યતા મળે એવા જાણે અજાણે એવા પ્રયાસ થતા હશે એવું મને લાગે છેકારણ કે આમાં તો એવું છે કે સફેનસનની આ જે છબી છે કે ગણેશની પૂજા કરવી નવરાત્રીમાં ગરબે ઘૂમવું એ તો આપણી આ સરકારને પણ અનુકૂળ આવે કારણ કે સફે હસન જો નમાજ પડે અને એવા દ્રશ્યો આવે તો સરકારને પણ કદાચ નહી ગમે પણ સલમાન ખાન કે આમીર ખાન કે શાહરુખ ખાન જ્યારે દેવી દેવતાઓની પૂજા તરફ આસ્થા દાખવતા હોય કે તો સફીન હસનનો કિસ્સો છે આપણે થોડું બ્રોડ લેવલ પર લઈ જઈએ આ માત્ર સફીન હસનનો મુદ્દો નથી એના પૂરતો મુદ્દો નથી પણ અત્યારે દુબઈના એમ્બેસેડર બન્યા છે રણવીરસિંહ અને દીપિકા પાદુકોણે હવે દીપિકા પાદુકોણ એક મસ્જિદમાં જાય છે અને ત્યાંહિઝાબ પેરે છે એટલે એપ એ પછી બહુ ટ્રોલ થાય એટલે લોકોને પછી એ નથી ગમતું એટલે હા હું એ મારું એ જ કહેવું છે કે આ જે નામોની તું ચર્ચા કરે છે એ નામો જો દેવી દેવતાઓની પૂજા કરે અને હિન્દુમાં કે સનાતનમાં આસ્થા દાખવે તો કોઈને કઈ વાંધો નથી પણ એ પોતાના મઝહબની વાત કરે અથવા માની લો
કે આપણે જવા દો સફેલ હસન કે આમીર ખાન હું પણ ગોલ ટોપી પહેરીને જો કોઈ દરગાહ ઉપર જઉં તો મને પણ લોકો ટ્રોલ કરશે પણ એ સવાલ ત્યાં એવો છે કે લોકો લોકો શું મને મારા માટે નિર્ણય કરશે એની જગ્યાએ હું જેવું છું એવું મારે રહેવું જોઈએ પણ આપણે એવું છે કે આપણે જે રીતના જેપ્રોફેશનમાં છીએ જે પદ ઉપર છે અથવા પેલા એક્ટર જે છે એને એવું ખબર છે કે જો એની મુસ્લિમ તરીકેની છાપ ભલે નામ મુસલમાન છે પણ એ મુસલમાન છે અને નમાજી મુસલમાન છે એવું ખબર પડશે તો એના પિક્ચર પણ ન ચાલે હા એવું પણ બને કે એના પિક્ચરનો બહિષ્કાર પણ કરવામાં આવે ના એટલે એક્ઝેટલી તમે કહો છો એવું થાય જ છે કે આમીર ખાન સલમાન ખાન કે એમની પિક્ચર આવે છે તો એક એવો બહુ મોટો વર્ક છે કે ભઈ હવે આમની પિક્ચર નહીં જોવા જોઈએ એટલે એ બોયકોટ ન થાય ખાલી આમાં સવાલ એ થાય છે કે આટલા મોટા સ્ટારસ તો પણ એ ભીતિ હોય આટલા મોટા અધિકારી તો પણએ ભીતિ હોય એ ભીતિ ભીતિ રાખવી પણ મને એવું લાગે છે કે અનિવાર્ય છે એમાં કઈ ખોટું છે
એવું નથી માનતો કારણ કે આપણે જે સોસાયટી છીએ ને એ બહુ કલુષિત વાતાવરણમાં આપણો ઉછેર થાય છે આપણે મોટા મનના નથી થઈ શકતા આમાં એવું છે કે કોઈ માણસ નમાજ પડે કોઈ માણસ આરતી કરે એનાથી આપણી જિંદગીમાં શું ફેર પડે હ બરાબર છે કોઈ મુસ્લિમ અમલદાર નમાજ પડે કે ન પડે કોઈ હિન્દુ અમલદાર પૂજા કરે કે ન કરે પણ એ પોલીસ તરીકે કેટલો અસરકારક છે એ બહુ અગત્યનું હોય છે ને પણ આપણે એની અસરકારકતા ની જગ્યાએ આપણે કયો ધર્મ પાળે છે કયા મંદિરમાં જાય છે કઈ મસ્જિદમાં જાય છે એનીચિંતાઓ કરીએ છીએ એટલે આ પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે એટલે તમને ખ્યાલ હશે પ્રશાંતભાઈ કે ગ્વાલિયરમાં હમણાં એક તેના ડીસીપી છે હીના ખાન એનો એક વિડીયો આવ્યો હતો જેમાં એ જય શ્રીરામ બોલે છે પોતે મુસ્લિમ ધર્મી છે પણ એમનો પછી ઇન્ટરવ્યુ લેવામાં આવ્યો તો એમણે કીધું કે મારે તો વ્યવસ્થા સાચવવાની છે કાયદા વ્યવસ્થા આ દર્શકોને આ ઘટના કહેવી પડશે ઘટના એવી છે કે ગ્વાલિયરની અંદર એક કોર્ટ પરિસરની અંદર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા મૂકવાની તી જેની સામે કેટલાક લોકોને વાંધો હતો અને કલેક્ટર એક જાહેરનામું બહાર પાડ્યું હતું કે વધુ લોકોએકઠા નહીં થવું પણ ત્યાં લોકો એકત્રિત થવા લાગ્યા એટલે ત્યાના જે ડીએસપી છે એટલે આપણી ત્યાં જેને આપણે ડીએસપી કહીએ છીએ એ બિલ્ટમાં ડીવાયએસપી છે હીનાખાન એ ત્યાં પહોંચે છે અને આ જે લોકો આંબેડકરની પ્રતિમાનો વિરોધ કરી રહ્યા હતા એની સામે એમને ચર્ચાઓ શરૂ થાય છે બોલાચાલી શરૂ થાય છે એક તબક્કે એવો આવે છે કે આ આ લોકો જે છે હીના ખાન ઉપર એવો આરોપ મૂકે છે કે તમે સનાતન વિરોધી છો કારણ કે હીનાખાન નામ જ પૂરતું છે ખાન લાગી જાય એટલે સનાતન વિરોધી આપણે એને માની લેવાનું એટલે હીનાખાનને પ્રભાવિત કરવા હીના ખાનનો અવાજ નીચે કરવા માટેઆજે ટોળું છે જય શ્રીરામના નારા લગાડે છે તો એ નારા આજે એમના ચાલુ હતા એ દરમિયાન હીનાખાન પણ બોલવા લાગે છે કે જય શ્રીરામ જય શ્રીરામ એવું કહે છે કે રામ મારા પણ છે અને રામનો નારો લગાવવો એમાં કઈ ખરાબ નથી ને પછી આ ઘટના બહુ ટ્રોલ થઈ સોશિયલ મીડિયા ઉપર અને ત્યાના સનિયર અધિકારીઓએ આખી વાતને હીના ખાનની જે વાત છે એને એને એપ્રિશિએટ કરી કે એમણે ત્યાની સ્થિતિને નિવારવા માટે જે કઈ એમને કરવું પડ્યું એ કર્યું પણ મારો સવાલ પાછો અહિયા છે કે આ ટોળું સામે મુસલમાન હોત અને મુસ્લિમ લોકો એવું કહેતા હીના ખાનને કે તમે ઇસ્લામની વિરુદ્ધમાં છો
અને હીના ખાનજો અલ્લાહુ અકબર ના નારા લગાવતા હ તો જુદું થતું ટ્રોલ થતા પણ નેગેટિવ ટ્રોલ થતા હીના ખાન એટલે રામનો નારો લાગો તો તમને લોકો પોઝિટિવ લે છે પણ જો તમે અલ્લાહુ અકબરનો નારો લગાડો તો તમને નેગેટિવ સેન્સમાં લોકો લેવા લાગે છે પણ જ્યારે પણ ધર્મની વાત થાય છે ને ત્યારે ઉપર છેલ્લા આપણે એના અર્થો કાઢીને કે એના સિમ્બોલાઈઝ કરી દઈએ ધ્વજ લગાવવું નારા લગાવવા પણ બધા ધર્મો મૂળે હિન્દુ મુસ્લિમ કે શિખ ક્રિશચિયન ધર્મ બધા છે મૂળે સારા છે સારા માણસ બને એના માટે બનાવ્યા છે પણ એ મૂળ સુધી તો લોકો નથી પહોંચતા અને એટલા માટે જ આ બધા વિવાદ છેબાકી તો આપણે સફીન હસનની જે તમે વાત કરી તો એવું પણ બને ને કે એ સર્વધર્મ સંભાવમાં માનતા હોય એટલે હિન્દુ તરીકે જે કઈ દેવી દેવ એ વાત સાચી છે સફીન હસન સર્વધર્મ સંભાવમાં માનતા હોય તો કઈ વાંધો નથી સારી વાત છે માનતા હશે માનતા જ હશે બરાબર પણ સફીન હસન કોઈ દિવસ નમાજ પડે છે કે સફીન હસન કોઈ મસ્જિદમાં જાય છે એવો વિડીયો તમારી પાસે કેમ નથી આવતો હ જતા તો હશે જ કારણ કે મુસ્લિમ છે એટલે એમના મુસ્લિમ બિરાદરોને સાથે મળવાનું થતું હશે ઈદના તહેવારો દરમિયાન પણ એ જતા હશે પણ એ બહુ સાવચેત રહેવું રહેવું પડે છે કે મુસ્લિમ બિરાદરોમાં કે મુસ્લિમનાકાર્યક્રમોમાં જવું પડે ત્યારે એ સાવચેત રાખે છે પણ મારે એક બીજી થોડીક આડ વાત પણ કરવી છે કે મેં જે સમસ્યા જોઈ છે ખાસ કરી જે મુસલમાન છે કે દલિત અધિકારીઓ છે જ્યાં સુધી એ કઈ નથી એટલે એમની એક સમાજમાં ઓળખ ઊભી થઈ નથી એ સરકારી પદ ઉપર નથી કે એ એક્ટર નથી કે એ કોઈ એવા સેલિબ્રિટી નથી ત્યાં સુધી એમને પોતાનો ધર્મ વિશે અથવા પોતે જે માને છે એ માટે એમને સંકોચ નથી પણ જેવા ખાસ કરી મેં જોયું છે કે દલિત અને મુસ્લિમ યુવાનો કે પછી એક પદ ઉપર પહોંચે છે અધિકારી થાય છે એ પોલીસમાં આવે કે બીજા કોઈ ડિપાર્ટમેન્ટમાં જાય એની સાથે જ એમને પોતાના ધર્મથી અલગ છેએ મુસલમાન નથી એ દલિત નથી એવું દેખાડવાનો એ સતત પ્રયત્ન કરતા હોય છે કારણ કે એમને એવું લાગે છે કે ક્યાંકને ક્યાંક મારી આ ઓળખ મને નુકસાન કરશે એટલે મેં જોયું છે ખાસ મેં નોંધ્યું છે કે મુસલમાનના કોઈ કાર્યક્રમ હોય એટલે ચેરિટીના પણ વાત કરું છું ધાર્મિક કાર્યક્રમની વાત તો જવા દો પણ કોઈ મુસ્લિમ સંસ્થા એવું નક્કી કરે કે ભાઈ અમારે મુસ્લિમ બાળકોને ભણાવવા માટે એક હોસ્ટેલ બનાવી છે હ તો મુસ્લિમ અધિકારી એ ફંક્શનમાં નહી જાય હ બરાબર છે એવું જ કોઈ દલિત સંસ્થા જે છે એ બાળકોની માટે હોસ્ટેલ બનાવવા માંગે છે કે દલિતોના સમૂહ લગ્નનું આયોજન કરવા માંગેછે
તો દલિત અધિકારી ત્યાં નહીં જાય અને નથી જતા આ વાસ્તવિકતા છે મેં આ નોંધ્યું છે કે એમને એવું લાગે છે કે અમે હવે હવે અમે દલિત નથી હવે હવે અમે મુસલમાન નથી પણ એમને યાદ પણ નથી રહેતું કે તમે જે સમાજમાંથી આવો છો એનું એક રિઝર્વેશન કોટા હતો એના કારણે તમને જે કઈ સગવડો હમણાં સુધી મળી હવે તમારે એનાથી અલગ થવું છે કારણ કે એ ઓળખ હવે તમને નુકસાન કરશે એવું લાગે છે એટલે આ એક તકલીફ છે પણ આમાં વાંક એમનો શેની કરતાં હું એવું કહું છું કે આપણો વાંક વધારે છે કારણ કે આપણે એમને એવી રીતના નથી જોવા આપણો દ્રષ્ટિકોણ આપણે જુદો રાખીએ છીએદલિત અધિકારી દલિતના ફંક્શનમાં જાય એમાં શું વાંધો હોય છે કે મુસ્લિમ અધિકારી કોઈ મુસ્લિમ સંસ્થાનાને મદદરૂપ થવાનો પ્રયત્ન કરે તો શું વાંધો છે કારણ કે હિન્દુ અધિકારી જે છે મેં જોયું છે કે એટલે સવર્ણ અધિકારી છે એ પોતાની પોતાના સમાજના કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે જાય છે એમાં ડોનેશન પણ આપે છે. હ તો એમને કોઈ વાંધો નથી આવતો તો તમને પણ ન આવવું જોઈએ કારણ કે આખરે તો તમે કોનું ભલું કરો તો ભલે તમે સમાજના નામનું કરતા હો કે મુસ્લિમ સમાજ દલિત સમાજ પણ છેલ્લે તો માણસનું ભલું થાય છે ને તમારા નામનો ઉપયોગ થઈને જો કોઈ બે પાંચદસલાખ રૂપિયાનું દાન આપતું હોય તમને જોઈને તો એ સમાજનો ફાયદો છે પણ ડરને કારણે આ પ્રકારનું વર્તન થઈ જતું હોય છે પણ તમે જ વાત કરી કે ભાઈ સવર્ણ જે છે એ કોઈ અધિકારી હોય કે સેલિબ્રિટી તો એ એમના સમાજના રોલ મોડલ બનવાનું પસંદ કરે છે પણ મુસ્લિમ કે એ લોકો નથી કરતા તો રોલ મોડેલ તો એ જ બનવાના ને જે ઉપર પહોંચ્યા છે પછી એમને શું ભીતિ કમ સે કમ એમને એમના સમાજ એટલે હું ઉદાહરણ નામજોગ કહીશ માની લો કે કારડિયા રાજપૂત સમાજ છે ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજ છે એના બહુ બધા સમારંભો થયા એ લોકો હવે એમના બાળકો ભણે અને સરકારી નોકરીઓમાં આવે એના માટેબહુ બધા કાર્યક્રમ કરે છે
અને એ આમંત્રણ પત્રિકા ાઓ પણ મે જોઈ છે તો ગુજરાતની અંદર જેટલા આ સમાજથી આવે છે કારડીયા રાજપૂત સમાજથી આવે છે એ આઈએએસ આઈપીએસ અધિકારીઓના નામ એમાં મે છાપાયેલા જોઈએ છે અને લોકો જાય છે કારણ કે એ એટલા માટે જાય છે કે અમારા સમાજના યુવાનોને અમે પ્રોત્સાહન આપી એ અમને રોલ મોડલ સમજે અને એ સમજીને જો પાંચ 25 50 100 છોકરાઓ સરકારી સેવાઓમાં આવતા હોય તો શું વાંધો છે તો એમાં કઈ ખોટું નથી બરાબર છે પણ આ જ પ્રકારનો વ્યવહાર દલિત કે મુસ્લિમ અધિકારીઓ નથી કરતા કે એમને કોઈ રોલ મોડલ સમજે પોતાના સમાજમાંથીબરાબર છે અને આગળ આવે કે સરકારી અ સેવાનો હિસ્સો બને એવા એમના તરફથી પ્રયત્ન જાહેરમાં નથી થતા ખાનગીમાં ભલે કરતા હોય એવું પણ નથી કે એ લોકો જાહેર સમારંભમાં નથી આવતા એટલે નહીં જ કરતા હોય ખાનગીમાં એ બહુ લોકોને મદદ પણ કરતા હશે પણ પેલો ડર એમને જાહેરમાં આવતો રોકે હ પણ આ જે બધી જ સેલિબ્રિટીની ચર્ચા હોય કે વહીવટી અધિકારીની ચર્ચા હોય એના મૂળયા જ્યારે જોવા જઈએ ત્યારે પોલિટિકલ નીકળે છે. એટલે પોલિટિકલ આપણા જે નેતાઓ છે એ એ પ્રકારનું વલણ નથી દાખવતા એટલા માટે આ લોકો મજબૂર એટલે હા મજબૂર થાય છે હું હજી ફરી પાછો નામ જો કહેવામાં મને સંકોચ નહી થાયકે જે રાજકીય નેતા છે કે જેમના હાથમાં તમારી બદલી અથવા વળતી છે હહ બરાબર છે એ જ અધિકારીને જો કોઈ મુસ્લિમ અધિકારી નમાજ પડતો દેખાય એ તત્વવી તસ્વીર તો એ ઉદારતા આપણા રાજકારણીઓમાં નથી કે ભઈ એનો ધર્મ છે એની વાત છે ઇબાદત કરે એમાં શું ખોટું છે હ પણ એ એને મોકળાશ નહીં આપી એવી તરત એને સાઈડલાઈન પોસ્ટિંગ થઈ જશે હું તો ત્યાં સુધી કહીશ કે તમે આ સરકારને જેને હવે આમ તો સરકાર જૂની છે
બરાબર છે આમ તો સરકારના 98 થી તમારે આ સરકારને ગણવી જોઈએ પણ આ લોકો 24 જ ઉજવે છે આ કેશુભાઈનો ગાળો નથી ગણતા નરેન્દ્ર મોદીના ગાળાને જ સરકાર માને છેઅને કોઈ બોલવા પણ તૈયાર નથી કે ભાઈ કેશુભાઈથી ગણવું જોઈએ તમે 2001 થી શું કામ કરો બીજા ચાર વર્ષ તો ઉમેરો એટલે 24 નેત 24 નેચાર 28 વર્ષનું શાસન સરળ સળંગ શાસન થયું છે એટલે વચ્ચે ખાલી રોક કે તમે આગળ વાત કન્ટીન્યુ રાખજો યાદ રાખજો પણ પોતાના જ માણસો પોતાના સરકારને નહીં ગણવાનું એનું શું કારણ આ ચર્ચા ફંટાય છે પણ હવે આ થઈ નીકળી છે તો આપણે કરી દઈએ એમ એવું શું કેશું કેશુભાઈથી એવા શું અડખામણા કે એમને ગણતા એમનું શાસન નહી ગણવામાં આવતું હા કેશુભાઈ હવે કેશુભાઈ સામે વાંધો નથી પણ મને અરીસામાં માત્ર મારો જ ચહેરો જોવો ગમેછે બરાબર છે મારા સિવાય એટલે મારી પહેલા કોઈ મુખ્યમંત્રી નહોતું મારા પછી કોઈ મુખ્યમંત્રી નહી હોય મારા પછી કોઈ પહેલા વડાપ્રધાન નહોતું મારા પછી કોઈ વડાપ્રધાન નહીં હોય એ જે સ્વપ્રસિદ્ધિની ભૂખ છે એનું આ પરિણામ છે તો હું ચાલો કેશુભાઈનું શાસન છોડી દઈએ 24 વર્ષનો ગાળો જ હું જોવું છું તો 24 વર્ષના ગાળામાં પહેલી વખત હું આવું જોઈ રહ્યો છું કે કોઈ મુસ્લિમ અધિકારીઓને એક્ઝીક્યુટિવ પોસ્ટિંગ મળી રહ્યું છે અચ્છા એ હા હા નહી તો મુસ્લિમ અધિકારીઓ સાઈડ ટ્રેક પર જ હતા હવે જ્યારે એક નવા યુવાન પોલીસ અમલદારો આવે છે એમને ખબર પડે છેકે મુસ્લિમ હોવાને કારણે મને અન્યાય થઈ રહ્યો છે જો હું આ સરકારને નહીં ગમે ગમે એવું કઈ પણ કરીશ મારા ધર્મના કારણે તો પછી મને સાઈડ પોસ્ટિંગ રહેશે તો એક્ઝીક્યુટિવ પોસ્ટિંગ ઓછું રહ્યું છે નથી મળ્યું એવું હું નથી કહેતો સાવ નતું એવું નહી એમ તો આ જ શાસનની અંદર ખંડવાવાલા એ ગુજરાતના ડીજીપી પણ હતા પણ પાછું પેલું જ વાત છે
કે આજે એક મિત્ર સાથે સવારે ફોન ઉપર વાત થઈ રહી હતી કે સલમાન ખાન એ મુસલમાન છે તો એને તરત મને તમે સ્ટોરી સંદર્ભ છે વડોદરા હા હું વડોદરા વાળી સ્ટોરીના સંદર્ભમાં કે સલમાન ખાન વાળી થઈ એમ એટલે સલમાન ખાનનો પણ એક કિસ્સો એવો છે કેએ પણ ફૂટપાથ ઉપર મુંબઈમાં કાર ચઢાવી દીધી હતી અને લોકો મરી ગયા હતા એટલે મે કીધું સલમાન ખાન પણ મુસલમાન છે એવી વાત કરી તો એને કીધું ના સલમાન ખાન મુસલમાન નથી સલમાન ખાન સલમાન ખાન છે એટલે તમે એક તબક્કે ત્યાં પહોંચી જાવ પછી તમે હિન્દુ કે મુસલમાન એટલે હિન્દુ તો રહેવું જ પડે છે આ દેશમાં એ અનિવાર્ય મુસલમાન તમને રહેવું પરવડે નહી એટલે ખંડવા વાલાને ડીજીપી બનાવ્યા હતા પણ જેની જેને ખાસ કારણ કે ડીજીપી છે ને મેનેજરીયલ પોસ્ટ છે એમાં તમે કઈ ખાસ કરી શકતા નથી પણ તમે ડીસીપી સીપી હ કે પછી એસપી એક્ઝીક્યુટિવ પોસ્ટિંગ છેસીધા રીતના તમે અસરકારક કામ કરી શકો એવી જગ્યા ઉપર મુસ્લિમ અધિકારીઓને નોતા મૂક્યા એ પહેલી અને અત્યારે દલિત અને આદિવાસી અધિકારીઓને એક્ઝીક્યુટિવ પોસ્ટિંગ મળે છે એની પાછળ પણ મતનું કારણ છે હ હ એ કારણ કે એમને ટ્રબલ શૂટર તરીકે સરકાર વાપરતી હોય છે
દલિતોનો પ્રશ્ન આવે ત્યારે દલિત અધિકારીને આગળ કરવા પછી આદિવાસીનો પ્રશ્ન આવે ત્યારે આદિવાસી અધિકારીઓને આગળ કરી દેવા એટલે એમનો એક જુદી રીતના એમનો ઉપયોગ થતો હોય છે આ તમે કીધું એ આ વાત બરાબર છે પણ જ્યારે પણ કશું ઘટના બને છે ને ત્યારે આ ખાનામાં જોવાય છે કે આ આદિવાસી છે આ દલિત છે આમુસ્લિમ છે એટલે ખાલી આપણે રાજકારણમાં નહી પોલીસ અધિકારીઓની પણ પસંદગી રીતના થાય છે કે માની લો કે જ્યાં પાટીદારોની બહુમતી છે એવા વિસ્તારમાં પટેલ જ્ઞાતિમાંથી આવતા એસપીને મૂકવામાં આવે છે ક્ષત્રિયો વધારે છે ત્યાં ક્ષત્રિય અધિકારીને મૂકવામાં આવે છે તો સરકાર પોતે જ આ ખાના તૈયાર કરે છે અને એમાં અધિકારીઓને મૂકે છે એ મૂકે ત્યાં સુધી વાંધું નહી પણ એક પોલીસ અમલદાર તરીકે આપણે આ ખાનામાં શું કામ ગોઠવાવું જોઈએ ન ગોઠવવું જોઈએ આદર્શ વસ્તુ છે પણ ન ગોઠવા તો પછી તમારી તમારું પોસ્ટિંગ કા કરાઈમાં હોય કા સોરઠ ચોકીમાં હોય કા પછી તમેસ્ટેટેસ્ટિક બ્યુરોમાં કેટલા ફૂન થયા અને કેટલી ચોરી થઈ એના આંકડા મેળવતા હોય એવી સ્થિતિ પણ થાય છે. હવે પ્રશાંતભાઈ આ આખરનો સવાલ એવો છે
કે આપણે આ ચર્ચા કરી છે પણ ઘણા બધાને એવું સવાલ બી થઈ શકે કે આ તમે ચર્ચા કરીને આ મુદ્દો કેમ ઉછાળ્યો કારણ કે કેમ ડિફરેન્શિએટ તમે આખો કેમ ખોલ્યો મુદ્દો એવી પણ મને લાગે છે કે એનો ઉત્તર શું હોઈ શકે આપણો હા એટલે આવું કોઈ ચોક્કસ આ સ્ટોરી પ્લાન કરવાનું કોઈ કારણ નથી પણ આ મારા મનમાં લાંબા સમયથી આ વિષય પડ્યો હતો અને વિષય પાછળનું કારણ પણ એવું હતું કે જે રીતના ના દલિત કે મુસ્લિમ અધિકારીઓ પોતાનેપોતાના સમાજથી અળગા રાખવાનો પ્રયત્ન કરે છે. હ એ થોડુંક મને ખટકે એવી વાત હતી એટલે ખટકે તો લાંબા સમયથી રહ્યું છે કારણ કે પોતાના સમાજથી હવે દૂર જાય છે અને પોતાની ઓળખ છુપાવવાનો અજાણતા પ્રયોગ કરે છે એ નથી એક સારું અને મને એવું લાગે છે કે એમણે ડરવું ન જોઈએ ડરવું તો એ જો મુસલમાન છે
તો અલ્લાહથી ડરવું જોઈએ અને દલિત છે તો ઈશ્વરથી ડરવું જોઈએ આ રાજનેતા આપણું કઈ વધારે બગાડી કે સુધારી શકતા નથી નસીબ માં જ બધું જેની રમત છે આખી પણ આપણે એક સારા પોલીસ અમલદાર રહીએ અને બીજી વસ્તુ એવું છે કે આપણે જ્યારે નિવૃત્તિ વખતે હોઈએ અને આ અરીસામાં ઊભારહીએ આપણે આપણે પોતાને જોઈએ અને ત્યારે આપણને એવું લાગે કે ના મેં મારું કામ બરાબર કર્યું છે ભલે જ્યાં મને મૂક્યો તમે કરાઈમાં મૂક્યો તો પણ બરાબર છે તમે મને ટ્રાફિકમાં મૂક્યો તો પણ બરાબર છે તમે મને સોરઠ મૂક્યો તો પણ બરાબર છે પણ આપણું કામ આપણે પ્રમાણિકતાથી કરીએ ખુશ કોને કરવો છે હમ હ મારે તો
આખરે પેલાને ખુશ કરવો છે જે લાંબી સફરમાં જવાનો આ તો આ ગાળો તો નાનો છે 30 35 40 વર્ષનો છે એક્ઝેટલી તો આ હતી ચર્ચા તમે લાગણી ન દુભાવશો આવા ચર્ચા અમે થોડું ઉદાર મને ઉદાર રીતે વાત કરી રહ્યા છે એટલે કોઈને આમાં નીચે પાડવાનો કે નીચેદેખાડવાનો કોઈ ઇરાદો ક્યારેય હોતો નથી આજે પણ નથી છતાં અમે કેટલાક નામનો ઉલ્લેખ કર્યો એટલે ખાસ કહેવું છે કે એ લોકોને પણ દુભાવવાનો પ્રશ્ન નથી પણ આ સ્થિતિ આપણી છે એ સ્થિતિને સમજાવવાનો પ્રયત્ન છે આમાં દોષ એમનો નથી દોષ વધારે આપણો છે આપણી સરકારનો આપણી મનોસ્થિતિનો અને આપણે જે સમાજની રચના કરી છે જ્યાં આપણે બધી જ વસ્તુ ધર્મના ચશ્માથી જોઈએ છીએ એનું આ પરિણામ છે તો આ હતી ચર્ચા વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ સાથેની આ પ્રકારના ચર્ચા લઈને અમે આવતા રહીશું નમસ્કાર નમસ્કાર