રણબીર અલાબાદિયા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. ‘બીર બાઈસેપ્સ’ તરીકે જાણીતા યૂટ્યુબર અને પોડકાસ્ટરએ તાજેતરમાં ઈશારો કર્યો કે અભિનેત્રી નિક્કી શર્મા સાથેના બ્રેકઅપના થોડા મહિના બાદ તેઓ ઈન્ફ્લુએન્સર જૂહી ભટ્ટ સાથે નવા સંબંધમાં છે. દિવાળી 2025ના ઉજવણી દરમિયાન તેમણે Instagram પર તેમના નવા રોમાન્સ અંગે સંકેત આપ્યો હતો. જોકે તેમણે સીધું નામ લીધું નહોતું, પણ ઈશારામાં બધું કહી દીધું.
રણબીરએ પોતાના નવા સંબંધને કન્ફર્મ કર્યા બાદ તેમની એક્સ ગર્લફ્રેન્ડે Instagram પર ઘણા ખુલાસા કર્યા. તેણીએ પોતાની સ્ટોરીમાં એક મિત્ર સાથેની ચેટનો સ્ક્રીનશોટ શેર કર્યો જેમાં તેણીએ લખ્યું કે – “રણબીર થોડા મહિના સુધી આકર્ષક રહેશે, પછી કહેશે કે હું આઘાતમાંથી પસાર થઈ રહ્યો છું એટલે હું લગ્ન કે સંતાન નથી કરી શકતો.” આગળ તેણીએ લખ્યું, “હું અંદરથી હચમચી ગઈ છું, પણ હંમેશા બતાવું છું કે બધું સારું છે.
પછી તે ફરી કહેશે કે હું ટ્રોમામાં છું.”આ જ ચેટમાં તેણીએ રણબીરને “નાર્સિસિસ્ટ” ગણાવ્યો – એટલે કે એવો વ્યક્તિ જે ફક્ત પોતાને જ મહત્વ આપે, પોતાની પ્રશંસા સાંભળવી ગમે, બીજાની લાગણીઓની કદર ન કરે અને પોતાની ઈમેજ તથા લોકપ્રિયતાને સર્વોપરી માને.આ મામલે લોકોના રિએક્શન પણ આવ્યા. એક યુઝરે લખ્યું – “આ માણસની સાથે એક ખુશી મળે તો ચાર દુઃખ ફ્રી આવે છે.”
બીજાએ લખ્યું – “રણબીરની ગ્રહદશા ઠીક નથી ચાલી રહી.” અન્ય એકે કહ્યું – “પર્સનલી રણબીર કેવો પણ હોય, પણ તેણે સ્પષ્ટ કરી દીધું છે કે તે હાલમાં લગ્નની કોઈ યોજના નથી બનાવી રહ્યો.”રણબીરની નવી ગર્લફ્રેન્ડની તસવીર પણ ઈન્ટરનેટ પર વાયરલ થઈ. એવી ધારણા છે કે તે જૂહી ભટ્ટ છે. કારણ કે રણબીરે દિવાળીની પોસ્ટમાં લખ્યું હતું – “આ વર્ષે પહેલી વાર મારા ઘરને મેં જાતે શણગાર્યું. દૈવી કૃપાનો આભાર.
દિવસની શરૂઆત રસરાજજી મહારાજના બજરંગ બાણથી કરું છું અને અંત 1960ના સંગીત સાથે.” થોડા સમય બાદ જૂહી ભટ્ટે પણ સમાન ફૂલોથી બનેલી રંગોળીની તસવીર અને ગુલાબના ફૂલોનો ગુલદસ્તો પોસ્ટ કર્યો, જેથી લોકો સમજી ગયા કે બંનેએ સાથે દિવાળી ઉજવી છે.ફેન્સે નોંધ્યું કે રણબીર અને જૂહી Instagram પર એકબીજાને ફોલો કરે છે, જેનાથી તેમના ડેટિંગના અફવા વધુ મજબૂત બન્યા છે.રણબીર અગાઉ અભિનેત્રી નિક્કી શર્મા સાથે રિલેશનશિપમાં હતા. તેઓ તેની તસવીરો પોસ્ટ કરતા, પણ ચહેરા પર સનફ્લાવર ઈમોજી લગાવીને ઓળખ છુપાવતા. બંનેના બ્રેકઅપની અફવા ત્યારે ફેલાઈ જ્યારે રણબીરે નિક્કીને Instagram પરથી અનફોલો કર્યું.હાલ તો ચાહકો રાહ જોઈ રહ્યા છે કે રણબીર અને જૂહી તેમના સંબંધ વિશે ખુલ્લેઆમ કંઈ કહે છે કે નહીં.