બનાસકાંઠામાં નવલબેન જેવી એકથી એક ચઢિયાતી પશુપાલક બહેનો છે જે દર વર્ષે સંકલ્પ કરે છે કે આ વર્ષે દૂધ ભરાવવામાં પ્રથમ નંબર લાવીશ તેમનો આ જુસ્સો અને દિવસ રાતની મહ મહનત તેમની સફળતાની ચાવી છે બનાસકાંઠાની આ મહિલાઓ અનેક લોકોને પ્રેરણા આપે છે જિંદગીમાં સફળતા મેળવવા માટે તેમનામાંથી કેટલાક ગુણો શીખવા જેવા છે
તેના વિશે અમે તમને વાત કરીશું પરંતુ તે પહેલા નવલબેન કરતાં ઉંમરમાં નાના પણ તેમના જેવો જ ઉત્સાહ ધરાવતા બીજા એક બહેનની પણ વાત કરીલઈએ વર્ષ 2025 માં સૌથી વધુ દૂધ ભરાવનાર 10 મહિલાઓમાંથી ત્રીજા નંબરે છે તસલીમબેન આસિફ ખાન ઝવેરી તસલીમબેન ઝવેરી વડગામ તાલુકાના બસુ ગામના રહેવાસી છે તસલીમબેને ધોરણ 12 સુધીનો જ અભ્યાસ કરેલો છે પરંતુ આજે 300 જેટલી ભેંસોનું પાલન પોષણ કરીને વર્ષે કરોડો રૂપિયાની આવક મેળવે છે
તેમના તબેલામાં 22 જેટલા શ્રમિકો કામ કરે છે. વર્ષ 202425 માં તસલીમ બેને 3,36,518 લીટર દૂધ ભરાવ્યું હતું અને તેમાંથી 1 કરોડ 93,27,771 રૂપિયાની આવક થઈ હતી. તસલીમબેન જ્યારે પરણીને સાસરીમાં આવ્યા ત્યારે તેમને ત્યાં પાંચ જેટલા પશુ હતા. પરંતુ પશુપાલનપ્રત્યેની તેમની ધગશ તેમને આગળ વધારતી ગઈ. જેમ જેમ આવક થતી તેમ તેમ તેવો પશુઓ માટે સંખ્યા પણ વધારતા ગયા અને આજે તેવો દિવસભર મહેનત કરીને 300 જેટલા પશુઓને સાચવે છે. તસલીમ બેને બનાસ ડેરીના સહકારી મોડેલનો લાભ લઈને પોતાના પશુપાલન વ્યવસાયને વિસ્તાર્યું તેમના ડેરી ફાર્મમાં મુખ્યત્વે કાંકરેજ ઘાય અને મહેસાણી ભેંસ જેવી ઉચ્ચ દૂધ ઉત્પાદન આપતી જાતિઓનું પાલન થાય છે
જે બનાસકાંઠા જિલ્લાની વિશેષતા છે. તસલીમબેને બનાસ ડેરી દ્વારા આયોજિત તાલીમ કાર્યક્રમોમાં ભાગ લઈને પશુ સંવર્ધન આરોગ્ય સંભાળ અને આહાર વ્યવસ્થાપનની આધુનિક પદ્ધતિઓ શીખી તેમણે પશુઓના દૂધઉત્પાદનને વધારવા માટે ગુણવત્તાયુક્ત ઘાસચારો પૌષ્ટિક ખોરાક અને નિયમિત પશુ ચિકિત્સા સેવાઓનો લાભ લીધો આ ઉપરાંત બનાસ ડેરીની સહકારી વ્યવસ્થાએ તસલીમબેનને નિયમિત આવક અને બજારની સુવિધા પૂરી પાડી આજે તસલીમબેન પશુઓને પોતાના પરિવારના સભ્યોની જેમસ સંભાળે છે. તેમની નવીન દ્રષ્ટિ અને સતત શીખવાની ઈચ્છાએ તેમના વ્યવસાયને નવી ઊંચાઈ પર પહોંચાડ્યો. જેનો તેમને આત્મસંતોષ છે તેઓ કહે છે કે હજુ પણ તેઓો વ્યવસાયનો વ્યાપ વધારવા માંગે છે.
મારા આઈ ત્યારના મારા ઘરના મેમ્બર સાત મેમ્બર છે એના સાથે હું આઈ લગ્ન કરીને ત્યારે મારે પાંચ કે 10 કે 15 ઢોરો હતાઅત્યાર સુધીના મારા 300 ઢોરો થયા છે. એમાંથી અમારી મહિનાની આવક 20 લાખ રૂપિયા છે અને વાર્ષિક 3 કરોડ રૂપિયા છે. એમાં અમારા મજૂરો બધા 22 સ્ટાફના છે. અમારું રોજગાર પણ પૂરું થાય છે એમના સાથે સાથે મારા ખેડૂતોનું બી રોજગાર પણ અમારી સાથે ચાલુ જાય છે. હું અમે સધ્ધર આયા છીએ એવા હું કહેવા માગુું છું મારા પીડિત લોકો બી સધર આવે એવી હું તાકના કરું છું. ગયા વર્ષે કેટલો નંબર અને ગયા વર્ષે અમારું બીજા નંબર બીજા જિલ્લામાં બીજો નંબર હતું અને અત્યારે ત્રીસરો નંબર આયો છે હું કરોડોનું દૂધ ભરાવું છું આ વર્ષનું 1 લાખત લાખનું અમારોકરોડનું દૂધ ભરાયેલું છે. તસલીમબેનનું કહેવું છે કે પશુપાલનના વ્યવસાયમાં તેમને બનાસ ડેરી સંપૂર્ણ સહયોગ કરી રહી છે. સમય પર દાણ અને ઘાસચારા સહિતની વ્યવસ્થાઓ પૂરી પાડવામાં બનાસ ડેરીનો ભરપૂર સહયોગ મળી રહ્યો છે. એટલું જ નહીં તેઓ પોતે તો કરોડપતિ બન્યા છે પરંતુ 22 જેટલા મજૂર પરિવારોને પણ તેવો રોજગારી આપી રહ્યા છે. તસલીમબેનનું ડેરી ફાર્મ બસુ ગામ અને આજુબાજુના વિસ્તારોમાં દૂધનું મુખ્ય સપ્લાયર છે
. તેમની વાર્ષિક આવક કરોડો રૂપિયામાં છે જે ગ્રામીણ મહિલા માટે નોધપાત્ર સિદ્ધિ છે. તેમના વ્યવસાયે તેમના પરિવારની આર્થિક સ્થિતિને મજબૂત કરી છેજેનાથી તેમના બાળકોનું શિક્ષણ, ઘરની જરૂરિયાતો અને અન્ય ખર્ચાઓ સરળતાથી પૂરા થાય છે. આ ઉપરાંત તેમણે સ્થાનિક સમુદાયમાં રોજગારીની તકો પણ ઊભી કરી છે. તેઓ 22 લોકોને રોજગારી પૂરી પાડે છે તસલીમબેન બસુ ગામની અન્ય મહિલાઓ માટે એક રોલ મોડેલ છે. તેમણે ગામની મહિલાઓને પશુપાલન અપનાવવા અને બનાસ ડેરી સાથે જોડાવવા માટે પ્રોત્સાહિત કરી છે. તેઓ નિયમિત રીતે બનાસ ડેરીના પશુ ઉત્પાદકતા વૃદ્ધિ કેમ્પ અને પશુ સંવર્ધન શૈક્ષણિક કેમ્પમાં ભાગ લેશે અને અન્ય મહિલાઓને પણ આવી તાલીમમાં જોડાવવા માટે પ્રેરે છે. તેમની સફળતાએ ગામની અન્યમહિલાઓને આર્થિક રીતે સ્વાવલંબી બનવાનું પ્રોત્સાહન આપ્યું છે
જેનાથી ગ્રામીણ અર્થતંત્રને પણ મજબૂતી મળી છે. તસલીમબેનનું કહેવું છે કે પશુપાલનથી તેમને આર્થિક સ્વતંત્રતા અને આત્મવિશ્વાસ મળ્યો છે. તેમના પશુઓ જ તેમનો પરિવાર છે અને પશુઓની સંભાળ લેવાથી તેમને સંતોષ મળે છે. તેમની આ વાત તેમના સમર્પણ અને પશુઓ પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે. તેમના પરિવારે પણ તેમના આ વ્યવસાયને સંપૂર્ણ સમર્થન આપ્યું છે જેનાથી તેઓ આગળ વધવા માટે ફ્રી રહ્યા છે. તસ્લીમબેનનું લક્ષ્ય છે કે તેમના ડેરી ફાર્મને વધુ વિસ્તારનું છે. ઉલ્લેખનીય છે કે કોઈપણ ક્ષેત્રમાં આગળવધવા માટે ચોક્કસ પ્રકારનું આયોજન કરવું પડે અને આયોજન માટે વધારે અભ્યાસ કે ડિગ્રીઓની જરૂર નથી હોતી. તેના માટે બુદ્ધિ ચાતુર્યની જરૂર પડે છે. તસ્લીમબેને પણ પોતાના બુદ્ધિ ચાતુર્યથી પોતાનું નામ બીજા કરતા અલગ સ્થાપિત કરી બતાવીને અનોખી સિદ્ધિ હાસલ કરી છે જે અનેક લોકો માટે પ્રેરણાદાયી છે વિશેષ રજવાતમાં સમય થયો છે બ્રેકનું બ્રેક બાદ અન્ય એક મહિલા વિશે વાત