નમસ્કાર આપ સૌને ભાઈબીજના પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને નવા વર્ષના રામ રામ પણ આજે સમજવું છે કે ચોમાસુ જે જતું રહ્યું એના પછી પણ હજુ વરસાદ કેમ પડી રહ્યો છે કઈ કઈ સિસ્ટમો એવી છે જે સિસ્ટમને કારણે ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી અને છેલ્લા બે ત્રણ દિવસથી હવામાન વિભાગની આગાહી એવું કહી રહી છે કે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાનો છે સાથે જ અનેક વિસ્તારો મધ્ય ગુજરાતથી લઈને ઉત્તર ગુજરાત બધી જ જગ્યાએ છૂટો છવાયો વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ છે આપણે ભીંડીમાં જોઈએ તો આપણને ખ્યાલ આવે કે
અહીંયા ક્યાંક એક સિસ્ટમ દક્ષિણના પ્રદેશોમાં દરિયાકાંઠામાંબનેલી છે એ સિસ્ટમ અને ત્યાં જે સિસ્ટમ બની છે એટલે અરબી સમુદ્રમાં જે સિસ્ટમ બની છે એ ધીરે ધીરે આગળ વધશે અને જ્યારે ધીરે ધીરે આગળ વધશે ત્યારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના ભાગોને અસર કરશે આજની તારીખથી જોવાની શરૂઆત કરીએ કે ક્યાં ક્યાં વરસાદની સંભાવના છે એકદમ સામાન્ય મધ્યમ છૂટો છવાયો વરસાદ પડવાનો છે અને એના બે કારણો છે એક અરબી સમુદ્રમાં પણ સિસ્ટમ બની છે
સાથે જ બંગાળની ખાડીમાં પણ સિસ્ટમ બની છે. બંગાળની ખાડીની સિસ્ટમ જેમ જેમ આગળ વધશે એટલે ભુવનેશ્વરના દરિયાકાંઠાથી તમે જુઓ કે આગળ વધશે ત્યારે એની અસરો પણ જોવા મળશે નેએના કારણે મધ્ય ગુજરાતમાં પણ છૂટો છવા વરસાદ પડે તેવી સંભાવના છે. 24 તારીખ સુધી ક્યાંય ભારે વરસાદની આગાહી નથી જે માવઠું પડવાનું છે એ માવઠાનું મૂળ કારણ જ પોસ્ટ મોન્સુન જે સાયક્લોનિક સિસ્ટમો બનતી હોય છે એ પોસ્ટ મોન્સુન સાયક્લોનિક સિસ્ટમો બનવાની શરૂઆત થઈ ગઈ
24 તારીખે સાંજ સુધીમાં તમે જુઓ કે આખો દક્ષિણ ગુજરાતનો જે વિસ્તાર છે એટલે સુરત થી લઈને વલસાડ તાપી ડાંગ વ્યારા આ બધા વિસ્તારોમાં વરસાદ પડશે સાથે જ રાજપીપડા વાળો ભાગ છે ભરૂચ રાજપીપડા એ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે પણ અહીંયા અહીયા ક્યાંક જુઓ તમે કે સૌથી વધારે અસર છે કારણ કે અહીંયાસિસ્ટમ જે છે એ ખૂબ મજબૂત બનેલી સિસ્ટમો છે
એટલે જ્યારે સિસ્ટમ મજબૂત બનીને આગળ વધે છે ત્યારે આ દરિયાકાંઠાના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતને વધારે અસર કરે તેવી સંભાવના છે 24 તારીખ સુધીમાં મહારાષ્ટ્રના દરિયાકાંઠાથી લઈને ગુજરાતના દરિયાકાંઠા સુધી બધી જ જગ્યાએ સિસ્ટમની અસર છે 25 તારીખે પાછું થોડું સામાન્ય મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના છે સિસ્ટમ ધીરે ધીરે આ તરફ પણ જશે પણ એના આઉટર ક્લાઉડ જે એટલે એક સિસ્ટમ જે છે સાયક્લોનિક સિસ્ટમ બની છે સિસ્ટમના આઉટર ક્લાઉડ જેટલા ફેલાયેલા છે એ બધા જ વિસ્તારોમાં ખૂબ વધારે વરસાદ પડશે25 તારીખે તમે જુઓ સ્થિતિ શું રહેવાની છે તો અડધા ભાગના ગુજરાતમાં વરસાદ પડવાનો છે જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી છે વડોદરામાં વરસાદ પડશે અમદાવાદમાં પણ વરસાદની સંભાવના છે એટલે આ બાજુ તમે જુઓ મધ્ય ગુજરાતના મોટાભાગના વિસ્તાર આવી જાય ગોધરામાં પણ વરસાદ પડવાનો છે વડોદરામાં બોડેલીમાં દાહોદમાં છોટાઉદેપુરમાં વરસાદ પડશે છે
આ બાજુ ભરૂચમાં વરસાદ પડશે સુરતમાં વરસાદ પડશે નવસારીમાં પણ વરસાદ પડશે વલસાડમાં અતિભારે વરસાદ પડવાની સંભાવના છે દરિયાકાંઠાનો વિસ્તાર ભાવનગરથી લઈ અને આ બાજુ દેવભૂમિ દ્વારકાના દરિયાકાંઠા સુધી બધી જ જગ્યાએ વરસાદનીસંભાવના છે એટલે જે સિસ્ટમ જે છે એના આઉટર ક્લાઉડ જે છે એ ગુજરાત સુધી પહોંચેલા છે અને જ્યારે આઉટરક્લાઉડ ગુજરાત સુધી પહોંચ્યા છે ત્યારે એની અસરને કારણે જે ભેજવાળા વાદળો છે એના કારણે વરસાદ પડવાની સંભાવનાઓ છે આ બધા જ વરસાદ એ પાછોતરા વરસાદ છે માવઠું છે કારણ કે ચોમાસાની વિદાય પછી જે વરસાદ પડતા હોય એ સિસ્ટમને કારણે જ પડતા હોય છે અને એ સિસ્ટમ ખૂબ મજબૂત અત્યારે લાગી રહી છે. એ સિસ્ટમ ધીરે ધીરે આગળ વધી અને મળાગાસ્કર તરફ જવાની હતી પણ તમે જુઓ કે એની સ્થિતિ બદલાઈ ગઈ છે. ધીરે ધીરે ઉપરના પ્રદેશો તરફ આવી રહી છે અને એ સિસ્ટમની અસર જે જે છે એદરિયાકાંઠાના વિસ્તારોમાં ખૂબ થશે
26 તારીખે તો અતિભારે વરસાદ પડવાનો છે. ઓલમોસ્ટ ગુજરાતમાં કચ્છથી લઈને આ બાજુ મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના ભાગોમાં અને દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે કારણ કે સિસ્ટમના તમને આપણે એકવાર જે આઉટર ક્લાઉડની વાત કરીએ છીએ એ પણ જોવાનો પ્રયાસ કરીએ અહીંયા ક્યાંક એક સિસ્ટમ છે સિસ્ટમનો જે વચ્ચે જે આંખ હોય એ આંખ ખૂબ શાંત હોય પણ એની આસપાસ જે વાદળો ઘેરાયેલા હોય એની જે પવનની ગતિ હોય આઉટર ક્લાઉડ જે હોય એ ખૂબ મજબૂત હોતા હોય છે અને એ આઉટર ક્લાઉડ એ આખા ગુજરાત સુધી સુધી પહોંચી રહ્યા છે અને એટલેગુજરાતમાં અતિભારે વરસાદ 26 તારીખે દેખાઈ રહ્યો છે 26 તારીખે રવિવારનો દિવસ અને આખા ગુજરાત ભરમાં વરસાદની સંભાવના છે. ઉત્તર ગુજરાતમાં એટલો વરસાદ નહીં પડે પણ મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના ભાગો અને દરિયાકાંઠામાં અતિભારે વરસાદ 26 તારીખે પડે તેવી સંભાવનાઓ અત્યારે ભીંડીમાં દેખાઈ રહી છે.
હવામાન વિભાગની પણ આગાહી કઈક એવું જ કહે છે આગળ જતા એ આગાહી બદલાઈ પણ શકે છે સિસ્ટમ વધારે મજબૂત થાય અને ઝડપથી આગળ વધે તો પછી ગુજરાતના મહત્તમ ભાગોમાં એ જલ્દી વરસાદ લાવી શકે છે 27 તારીખ સુધીમાં તમે જુઓ કે ઉત્તર ગુજરાતમાંપણ વરસાદ આવશે સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની સંભાવના છે આખા ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં દરિયાકાંઠામાં પણ ભારે વરસાદ છે
આ બાજુ ભાવનગરમાં પણ ભારે વરસાદ પડવાનો છે અમદાવાદ સુધી એ અતિભારે વરસાદનો જે ટ્રક જે એ ખેંચાઈને આવશે વડોદરામાં ભારે વરસાદ પડશે દક્ષિણ ગુજરાતમાં ખૂબ ભારે વરસાદ પડવાની સંભાવના છે એટલે ઓવરઓલ 25 તારીખથી લઈ અને 28 તારીખ સુધી આખા ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે બાકી અત્યારે જે વરસાદ પડશે છૂટો છવાયો વરસાદ પડે તેવી સંભાવના છે. સિસ્ટમ જેમ જેમ આગળ વધી જશે એની અસરો પણ તમે જુઓ કે ઉપરના તરફ જતી સિસ્ટમ છે એટલે એની અસરો પણઓછી થતી દેખાશે.
દરિયાકાંઠાના વિસ્તારોમાં સતત 28 તારીખ સુધી વરસાદ પડે તેવી સંભાવના છે અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની સંભાવના અત્યારે દેખાઈ રહી છે બાકી આખા ગુજરાતમાં ઉત્તર ગુજરાત માત્ર એવો વિસ્તાર કે જ્યાં બહુ વધારે વરસાદ નહીં પડે 27 28 તારીખે સામાન્યથી મધ્યમ વરસાદ પડશે બાકી દક્ષિણ ગુજરાતના ભાગોમાં વધારે વરસાદ છે અને દરિયા કાંઠાના વિસ્તારમાં વધારે વરસાદ છે એટલે આ જે સિસ્ટમ જે અરબી સમુદ્રમાં બની એ સિસ્ટમ હવે ધીરે ધીરે મજબૂત થઈને એટલી બધી આગળ વધી રહી છે
કે એની અસર ગુજરાતભરમાં થવાની છે તમારે ત્યાં અત્યારેકેવું વાતાવરણ છે અને એ બધાથી પણ વધારે વિશેષ આપણે ખેડૂતો માટે પ્રાર્થના કરવી જોઈએ કારણ કે આ જે પાછોતરા વરસાદ હોય છે એ ખેડૂતોને ઘણું બધું નુકસાન આપીને જતા હોય છે તો અત્યારે જે માવઠું પડવાનું છે એમાં ખેડૂતોને ઓછામાં ઓછું નુકસાન થાય એ આશા છે તમારે ત્યાં કેવું વાતાવરણ છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વીડિયોમાં બસ આટલું જ જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વીડિયોને લાઈક અને શેર કરજો