Cli

મૃત્યુના દસ દિવસ પહેલા અસરાની પાર્ટીમાં નાચ્યા હતા અને અક્ષય સાથે શૂટિંગ પણ કર્યું હતું!

Uncategorized

ચાહકોને મોટો આઘાત આપીને અભિનેતા અસ્રાણી દુનિયાને અલવિદા કહી ગયા. દિવાળીના દિવસે તેમના અવસાનની અચાનક ખબર આવતા ફૅન્સ ચકિત રહી ગયા. તેમના મોત બાદ અસ્રાણીનો છેલ્લો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપી રીતે વાયરલ થઈ રહ્યો છે. મૃત્યુથી ફક્ત 10 દિવસ પહેલા તેઓ એક ઇવેન્ટમાં હાજર રહ્યા હતા જ્યાં તેમણે નૃત્ય પણ કર્યું હતું.તે વીડિયોમાં અસ્રાણી ખૂબ ખુશ દેખાય છે અને ગીતની તાલ પર ઝૂમતા જોવા મળે છે.

આ વીડિયો મહિલા ફોક રેપર પિંકી મહેદાસાની દ્વારા તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. અસ્રાણીના અવસાન બાદ ભાવુક બનેલી પિંકીએ જણાવ્યું કે ફક્ત 10 દિવસ પહેલા જ તેઓ અસ્રાણી સાહેબને મળી હતી. પિંકીએ પોતાના પોસ્ટમાં લખ્યું – “માત્ર 10 દિવસ પહેલા તેઓ સ્ટેજ પર હતા અને સિંધિ ધૂન પર નૃત્ય કરી રહ્યા હતા. વાહ! શું જીવન જીવ્યું તેમણે – એક સાચા કલાકાર.”વિડિયોમાં જોઈ શકાય છે કે સિંધિ પરિવારમાં જન્મેલા અસ્રાણી સિંધિ ગીતો સાંભળી પોતાને રોકી ન શક્યા. ક્યારેક તાળીઓ પાડી રહ્યા છે

તો ક્યારેક હાથ ઉંચા કરી ધીમે ધીમે નાચી રહ્યા છે. 84 વર્ષની ઉમરે પણ અસ્રાણીની આ જિંદાદિલી ચાહકોને ભાવુક બનાવી રહી છે.અભિનેતા અક્ષય કુમારએ પણ જણાવ્યું કે ફક્ત એક અઠવાડિયું પહેલા જ તેમણે અસ્રાણી સાથે ફિલ્મનું શૂટિંગ કર્યું હતું, અને હવે તેમના અવસાનની ખબરથી તેઓને ભારે આઘાત લાગ્યો છે. અસ્રાણી અક્ષય કુમાર સાથે “ભૂત બંગલો” અને “હેવાન” ફિલ્મોમાં કામ કરી રહ્યા હતા, જે તેમના અવસાન બાદ રિલીઝ થશે.હવે ચાહકો સવાલ કરી રહ્યા છે કે જ્યારે અસ્રાણી સાહેબ થોડા દિવસ પહેલા સુધી સંપૂર્ણ સ્વસ્થ હતા, ચાલતા-ફરતા અને કામ કરતા હતા, તો અચાનક શું થયું કે તેમને બચાવી શકાયા નહીં?

માહિતી અનુસાર, 84 વર્ષના અસ્રાણી લાંબા સમયથી ફેફસાંની ગંભીર બીમારી “પલ્મોનરી એડિમા”થી પીડાતા હતા. આ એવી સ્થિતિ છે જેમાં દર્દીના ફેફસાંમાં પાણી ભરાઈ જાય છે. ડૉક્ટરોનાં જણાવ્યા મુજબ, આ બીમારી ધીમે ધીમે શરીરને નબળું બનાવે છે. શરૂઆતના લક્ષણોને સમયસર ઓળખવા જરૂરી હોય છે — જેમ કે શ્વાસમાં તકલીફ, છાતીમાં ભારેપણું, કે ચક્કર આવવી.ડૉક્ટરો મુજબ, વૃદ્ધાવસ્થા અને આ પ્રકારની બીમારી ધરાવતા લોકોને વધુ શારીરિક મહેનત કે દોડધામથી બચવું જોઈએ. પરંતુ અસ્રાણીએ પોતાની તબિયતને ખાસ મહત્વ આપ્યું નહીં.

ડિરેક્ટર પ્રિયદર્શનના જણાવ્યા મુજબ, શૂટિંગ દરમિયાન અસ્રાણીની પીઠમાં ભારે દુખાવો રહેતો હતો અને તેઓ ફક્ત સીન માટે જ ખુરશી પરથી ઉઠતા.અસ્રાણીના મેનેજરે જણાવ્યું કે છેલ્લા 15–20 દિવસથી તેઓ ખૂબ નબળાઈ અનુભવી રહ્યા હતા અને શ્વાસ લેવામાં મુશ્કેલીને કારણે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમની ક્રોનિક રેસ્પિરેટરી બીમારી ખૂબ બગડી ગઈ હતી અને તેમને ઑક્સિજન સપોર્ટ પર રાખવા પડ્યા હતા. દુઃખની વાત એ છે કે ડૉક્ટરોની તમામ કોશિશો છતાં અસ્રાણી સાહેબને બચાવી શકાયા નહીં.દિવાળીના દિવસે ફિલ્મી દુનિયાનું આ ચમકતું તારું સદાકાળ માટે ખસી ગયું.બ્યુરો રિપોર્ટ: E2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *