શાદીના 21 વર્ષ પછી શું અલગ થઈ ગયા છે સહવાગ અને આરતી?શું ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ બેટ્સમેનનો સંબંધ પત્ની સાથે હવે ઠીક નથી?શું આરતી અને સહવાગ હવે અલગ રહે છે?દિવાળીની તસવીરોમાં પત્ની ગાયબ થતાં જ ઉડી ગયાં તલાકના અફવાઓના વાદળ!પત્ની વિના પૂર્વ ક્રિકેટરની દિવાળી ઉજવણીને કારણે ચર્ચાઓ જોર પકડતી જોવા મળી છે
હા, હાલ ઈન્ટરનેટ અને ફિલ્મી જગતમાં એવી અટકળો ચાલી રહી છે કે ટીમ ઇન્ડિયાના પૂર્વ ઓપનર વિરेंद्र સહવાગ અને તેમની પત્ની આરતી વચ્ચે સંબંધો સારાં નથી. ખુશીઓના તહેવાર દિવાળીના દિવસે સહવાગ અને આરતી વચ્ચેની દૂરીએ સૌનું ધ્યાન ખેંચી લીધું છે.વિરન્દ્ર સહવાગે પોતાની દિવાળી ઉજવણીની તસવીરો શેર કરી છે
જેમાં તેમની પત્ની આરતી અહલાવત દેખાઈ નથી. આ ગેરહાજરીને કારણે લોકો વચ્ચે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે બંને વચ્ચે મતભેદ ચાલી રહ્યા છે. કેટલાક મહિનાઓ પહેલાં પણ સહવાગ અને આરતીના ડિવોર્સની અફવાઓ ઉડી હતી.સોશિયલ મીડિયા પર તો એવી ચર્ચા છે કે આરતીનો સહવાગના જ મિત્ર સાથે અફેર ચાલી રહ્યો છે. અફવાઓ મુજબ આરતી પૂર્વ ક્રિકેટર અને BCCI અધ્યક્ષ મિથુન મનહાસને ડેટ કરી રહી છે.
સહવાગની પત્નીનો તેમના જ નજીકના મિત્ર સાથે અફેર હોવાની વાતે હાલ સોશ્યલ મીડિયા ગરમ છે.દિવાળી ઉજવણીની તસવીરોમાં સહવાગ પોતાની માતા અને બંને પુત્ર આર્યવીર તથા વેદાંત સાથે દેખાય છે. ચહેરા પર ખુશી અને ઉજવણીનો માહોલ છે, પરંતુ તસવીરોમાં આરતીની ગેરહાજરી સૌને વિચારવા મજબૂર કરી રહી છે.સહવાગે પોસ્ટમાં સંસ્કૃત શ્લોક લખી સૌને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી,
પરંતુ લોકોના કમેન્ટ્સમાં મોટાભાગના પ્રશ્નો આરતી વિશે જ હતા — કોઈએ લખ્યું “તલાક થઈ ગયો શું?” તો કોઈએ પૂછ્યું “તમારી પત્ની ક્યાં છે?”.હાલ તો વિરન્દ્ર સહવાગ કે આરતી અહલાવત તરફથી આ અફવાઓ અંગે કોઈ સત્તાવાર પ્રતિભાવ આવ્યો નથી. પરંતુ ચર્ચાઓ એવી છે કે બંને જલ્દી તલાક લઈ શકે છે અને તેની પ્રક્રિયા શરૂ થવાની સંભાવના છે.વેલ, આ તલાક અને અફેરની અફવાઓમાં કેટલી સચ્ચાઈ છે તે તો સમય જ કહેશે, અથવા પછી બંનેમાંથી કોઈ એકની સ્પષ્ટતા બાદ જ ખબર પડશે.