બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં ઘણા એવા સેલિબ્રિટીઝ છે જેઓએ પોતાના પર્સનાલિટી રાઈટ્સનું પ્રોટેક્શન કરાવ્યું છે. જેમાં અભિષેક બચ્ચન, ઐશ્વર્યા બચ્ચન, રિતિક રોશન અને કરણ જોહર જેવા નામો સામેલ છે. હવે આ જ યાદીમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લેજેન્ડરી સિંગર કુમાર શાનૂનું નામ પણ ઉમેરાઈ ગયું છે.કુમાર શાનૂ 90ના દાયકાના એક લોકપ્રિય અને પ્રતિભાશાળી ગાયક છે.
તેમની અવાજની નકલ ઘણા લોકો કરે છે. આજના એઆઈ (AI)ના યુગમાં કોઈપણ વ્યક્તિની અવાજ કોપી કરવી ખુબ જ સરળ થઈ ગઈ છે. આપણે “સૈયારા” ગીતના ટાઇટલ ટ્રેક વખતે જોઈ ચૂક્યા છીએ કે કેવી રીતે કિશોર દાના અવાજની નકલ કરીને તે ગીત રિલીઝ થયું હતું — જે તેમના અવાજના કૉપિરાઇટનો ભંગ હતો.
આવી જ જોખમભરી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કુમાર શાનૂએ પણ પોતાના પર્સનાલિટી રાઈટ્સનું રક્ષણ કરાવ્યું છે. તેમણે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી કે કેટલીક વેબસાઈટ્સ તેમની અવાજ, ગાયકીની ટેકનિક, સ્ટાઈલ અને તસવીરોનો અનધિકૃત રીતે ઉપયોગ કરી રહી છે. આમાં Flipkart અને Amazon જેવા પ્લેટફોર્મ્સના નામ પણ સામેલ હતા.દિલ્હી હાઈકોર્ટે તેમની અરજી સ્વીકારી લીધી છે અને
હવે કુમાર શાનૂના પર્સનાલિટી રાઈટ્સ સુરક્ષિત થઈ ગયા છે. હવે જો કોઈ વ્યક્તિ કે પ્લેટફોર્મ તેમની પરવાનગી વિના તેમની અવાજ, છબી, ગાયકીની શૈલી, કેરીકેચર, ફોટો કે સહીનો ઉપયોગ કરશે તો તેના સામે તાત્કાલિક કાનૂની પગલાં લેવામાં આવશે.જે પ્લેટફોર્મ્સે તેમના અવાજ અથવા છબીનો અનધિકૃત ઉપયોગ કર્યો હતો તેમને હાઈકોર્ટે તાત્કાલિક તમામ વીડિયો અને પોસ્ટ્સ દૂર કરવાની આજ્ઞા આપી છે. કુમાર શાનૂની લીગલ ટીમ પહેલેથી જ આ કાર્યવાહી શરૂ કરી ચૂકી છે.કુલ 34 એવા પ્લેટફોર્મ્સ મળી આવ્યા છે જે કુમાર શાનૂની પર્સનાલિટીનો અનધિકૃત ઉપયોગ કરી રહ્યા હતા. હાઈકોર્ટના આ પ્રોટેક્શનમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે
કોઈપણ વ્યક્તિ અથવા સંસ્થા તેમની પરવાનગી વિના તેમનું નામ, અવાજ, સિંગિંગ સ્ટાઈલ, ટેકનિક, છબી, ફોટો કે સહીનો ઉપયોગ નહીં કરી શકે.આર્ટિસ્ટ માટે આવું રક્ષણ મેળવવું ખુબ જ જરૂરી છે, કારણ કે કલાકારનો સૌથી મોટો હક્ક તેનો ટેલેન્ટ જ છે. અને જ્યારે એ ટેલેન્ટને કોઈ ટેકનિકલ રીતે કોપી કરે છે, ત્યારે તે કલાકારના અધિકારોનું હનન ગણાય છે.આ પહેલા પણ અનેક સેલિબ્રિટીઝ — જેમ કે અમિતાભ બચ્ચન, અનિલ કપૂર અને જેકી શ્રોફ — પોતાના પર્સનાલિટી રાઈટ્સનું રક્ષણ કરાવી ચૂક્યા છે.