આમિર ખાનની ફિલ્મ દંગલમાં નાની ગીતા ફોગટનો રોલ કરનારી જાયરા વસીમે પોતાના નિકાહ વિશેની માહિતી સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આપી છે નિકાહની તસવીરોમાં તે પોતાના પતિ સાથે જોવા મળે છે ફેન્સે જાયરા વસીમને નિકાહની મુબારકબાદ પાઠવી છે.
જાયરાએ શુક્રવારે કેટલીક તસવીરો પોસ્ટ કરી હતી એક તસવીરમાં તે નિકાહનામા પર સાઇન કરતી જોવા મળે છે જ્યારે બીજી તસવીરમાં તે પોતાના શૌહર સાથે ઉભી છે નિકાહમાં જાયરાએ લાલ જોડો પહેર્યો હતો આ તસવીરો સાથેની પોસ્ટમાં જાયરાએ લખ્યું હતું – “કબૂલ છે કબૂલ છે કબૂલ છે”આમિર ખાનની ફિલ્મ દંગલ (2016) અને *સીક્રેટ સુપરસ્ટાર (2017)*માં પોતાના ઉત્તમ અભિનય માટે જાયરા વસીમ આજે પણ યાદ કરવામાં આવે છે.
તે પ્રિયંકા ચોપરાની ફિલ્મ *ધ સ્કાય ઇઝ પિંક (2019)*માં પણ જોવા મળી હતીમાત્ર ચાર વર્ષના ફિલ્મી કરિયરના બાદ અચાનક એક દિવસ જાયરાએ બોલીવુડ છોડવાનો એલાન કર્યો હતો આ માહિતી પણ તેણે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આપી હતી.
જાયરાનું કહેવું હતું કે તે ધર્મના માર્ગ પર ચાલવા માંગે છે તેથી તેણે અભિનયની દુનિયા થી દૂર રહેવાનો નિર્ણય લીધો છે જયારે જાયરાએ બોલીવુડ છોડ્યું ત્યારે તેની ઉંમર માત્ર 18 વર્ષ હતી