બોલીવુડના સૌથી સુંદર કપલ્સમાંથી એક દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ઘણીવાર કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે. તેમના સાથેના ફોટા અને વીડિયો ઘણીવાર વાયરલ થાય છે. હાલમાં તેઓએ સોશિયલ મીડિયા પર એક સુંદર વીડિયો શેર કર્યો છે
જેમાં હિજાબ પહેરેલી દીપિકા પાદુકોણ તેના પતિ રણવીર સિંહ સાથે અબુ ધાબીની જાહેરાત કરતી જોવા મળે છે. વીડિયોમાં તેઓ અબુ ધાબી પર્યટનનો પ્રચાર કરતા જોવા મળે છે. લાંબી દાઢી ધરાવતો રણવીર અભિનેત્રી સાથે ખૂબ જ ક્લાસી દેખાતો હતો.
તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર અબુ ધાબીનો પ્રમોશનલ વીડિયો શેર કરતા કપલે કેપ્શન આપ્યું હતું કે, મારી શાંતિ. કપલનો વીડિયો ઝડપથી ઇન્ટરનેટ પર વાયરલ થયો. વીડિયોમાં તેઓ અબુ ધાબીના સ્થળોની પ્રશંસા કરતા જોવા મળે છે.
વીડિયોમાં ફેન્સ તેમની અલગ અલગ શૈલીઓથી આશ્ચર્યચકિત થઈ ગયા હતા. લોકો કોમેન્ટ સેક્શનમાં રણવીરની પ્રશંસા કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું હતું કે, કોઈએ તેને મ્યુઝિયમ મોકલવો જોઈએ, રણવીર હંમેશા ખૂબ જ અસામાન્ય દેખાય છે. બીજા એક યુઝરે કટાક્ષમાં કહ્યું હતું કે, તમે બીજા લોકોની સંસ્કૃતિને પ્રોત્સાહન આપો છો, તમારી પોતાની નહીં.’ આવી રીતે દીપિકા પાદુકોણ અને રણવીર છે.