ભારતીય જનતા પાર્ટીમાં નવા પ્રદેશ અધ્યક્ષની અધિકારિક રીતે જાહેરાત અને સત્તાવાર રીતે એમનો પદ ગ્રહણ સમારોહ યોજાઈ ગયો મંત્રીમંડળમાંથી કેટલાય ચહેરા પડતા મુકાશે એ વાત ફરી એકવાર સુનિશ્ચિત થઈ અને દિવાળી સુધીમાં એ એ નામો કદાચ નક્કી પણ થઈ જાય એવી સંભાવનાઓ વહેતી થઈ પણ એ બધાની વચ્ચે ગુજરાત રાજ્ય પર તોડાઈ રહ્યો છે વાવાજોડા શક્તિનો ખતરો શરૂઆતમાં કરીશું એના વિશે વાત નમસ્કાર આપની સાથે હું દેવાંશી [સંગીત] શ્રીલંકાએ નામ આપ્યું છે આને શક્તિ વાવા જોડું જે પણ આપણા સબટ્રોપિકલ રીજનમાં આ વિસ્તારમાં જેટલા દરિયા કાંઠાને લગતાજેટલા પણ દેશો છે એવી રીતે આખા વિશ્વમાં અલગ અલગ સેન્ટર બનેલા હોય છે સાયક્લોનના સેન્ટર કે જે એનું નામકરણ કરવાની પદ્ધતિ એટલા માટે છે
કે જેથી એની અસરો અને બાકીનું બધું નોંધપાત્ર રીતે તમે લાંબા સમય સુધી નોંધી શકો ને એટલે જ એ સંદર્ભે શ્રીલંકાએ એનું નામ આપ્યું છે ગુજરાતની બાજુમાં અરબ સાગરમાં જ આ સાયક્લોન છે એ બની ગયું છે હવે આ સાયક્લોન બન્યા પછી એની બે ત્રણ સંભાવના નાઓ છે સ્ક્રીન પર તમે એનો પાથ પણ જોઈ શકતા હશો અને તમે એને વિંડીમાં જોશો તો પણ તમને સાયક્લોનની ગતિવિધિઓ દેખાશે એવી પૂરી સંભાવના છે કે 6 ઓક્ટોબરની આજુબાજુથી એ યુટન લઈને ફંટાઈનેફરી એકવાર ગુજરાત બાજુ પાછું આવે જે નજીકથી પસાર થઈ રહ્યું છે કાંઠાના વિસ્તાર ઉપર એની અસર થવાની છે
એટલે સૌરાષ્ટ્રથી લઈને કચ્છ સુધીના દરિયા કાંઠાના વિસ્તારો પર એની અસર થવાની પૂરી સંભાવના છે એ ફંટાઈને પાછું આવે અને જો ગુજરાત સાથે ટકરાય ત્યાં સુધીમાં નબળું પડી જશે પણ જો નબળું ન પડે તો પછી આ વિસ્તારોને ખૂબ વધારે નુકસાન થશે છે બાગાયતી પાકને સૌથી વધારે આ પ્રકારના સાયક્લોન અસર કરીને જતા હોય છે અને એની ભરપાઈ કોઈ સંજોગોમાં સરકાર નથી કરી શકતી. સરકાર ટેકાના ભાવે સરખી ખરીદી નથી કરી શકતી તો એ બાગાયતી પાકને બચાવશે એ વાત બહુ દૂરની થઈ ગઈ છે. 20વર્ષથી મહેનત કરીને કોઈએ નાળીયરીને આંબા ઉછેર્યા હોય અને પછી એક વાવાજોડું આવે અને બધું જમીન દોષ થાય ત્યારે શું પીડા થાય એ તો એ ખેડૂતને ખબર પડે. આમ તો સરકારમાં બેઠેલા નેતાઓ એ ખેડૂતના નેતાઓ હોય છે કૃષિમંત્રી રાઘવજી પટેલ પણ ખેડૂતના નેતા કહેવાય છે પણ નેતા બન્યા પછી ખેડૂત મટી જાય છે ખાલી નેતા રહી જાય છે
અને એટલે જો એ ખરેખર ખેડૂત નેતા રહી શકતા હોત ખેડૂત નેતાએ સત્તા મેળવવાનું માધ્યમ બની ગયું છે નેતા બન્યા પછી ખેડૂત કેમ નથી રહેવાતું એ બહુ મોટો પ્રશ્ન છે ખેડૂત બધા ઓન પેપર છે 182 માંથી કેટલાય નેતાઓ એ છે કે જે કાગળપર ખેડૂત છે પણ એ ખેડૂતની પીડા કેમ નથી સમજતા એ બહુ મોટી સમસ્યા છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી આ વિષય પર શું કહ્યું છે સાંભળીએ એમની આગાહીને આ વાવાજોડું છે એ હજુ પણ મજબૂત બનવાનું છે એ સતત પશ્ચિમ તરફ ગતિ કરશે અને ઓમાનથી થોડું દૂર રહેશે પછી 5 ઓક્ટોબરના રોજ એ ફરીથી યુટરન લે તેવી શક્યતાઓ છે અને યુટરન લઈને ગુજરાત તરફની ફરીથી દિશા થશે ગુજરાત તરફની દિશા થશે પણ જ્યારે પણ એ સાયક્લોન છે એ યુટરન લેશે ત્યારે એ નબડું પડી જશે
એટલે ઓમાન પાસે નબડું પડી અને પછી પાછું ફરીથી થી પૂર્વ દિશામાં ગતિ કરશે અને ઉત્તર પૂર્વ દિશામાં ગતિ કરી અને ગુજરાતતરફ આગળ વધશે પણ આપણે અહીયા બહુ ચિંતાનું કારણ નથી કેમ કે આ જે શક્તિ વાવાઝોડું છે એ જ્યારે યુ ટર્ન લેશે ત્યારે નબળું પડશે અને નબળું પડી ને પછી ગુજરાત સુધી આવે એટલે લગભગ સૌરાષ્ટ્રના દરિયા કાંઠે આવશે ત્યાં સુધીમાં વાવાઝોડું વિખાઈ જાય અને સૌરાષ્ટ્ર ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપે આવે તેવી શક્યતાઓ છે એટલે આ વાવાઝોડાને કારણે ગુજરાતની અંદર 7 8 અને 9 ઓક્ટોબર દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છ અને મધ્ય ગુજરાતના અમુક ભાગોની અંદર વરસાદી માહોલ જોવા મળે તેવી શક્યતાઓ છે જેમાં સાત અને આઠ તારીખે એમ બે દિવસ સુધી વરસાદની તીવ્રતા થોડી વધુ જોવા મળશે જેમાંઅડધા થી લઈને 2 ઇંચ સુધીના વરસાદ જોવા મળશે અને એ પણ છૂટા છવાયા વરસાદ હશે સાર્વત્રિક નહીં હોય અને જે ગયો રાઉન્ડ હતો 28 થી 2 ઓક્ટોબરનો એમાં જેટલા વરસાદ પડ્યા એના કરતાં વરસાદની તીવ્રતા ઘણી ઓછી હશે પણ વરસાદી માહોલ છે
એ ચોક્કસથી આપણે સાત આઠ અને 9 તારીખ દરમિયાન જોવા મળે તેવી શક્યતાઓ છે. આ વાવાઝોડું છે અત્યારે દરિયાની અંદર સક્રિય છે. જેથી કરીને કોઈ પણ માછીમાર ભાઈઓએ હાલ દરિયો ન ખેડવો અને ખાસ કરીને પ્રવાસી મિત્રો હોય એમણે પણ હાલ દરિયા કાંઠે ન જવું કેમ કે અત્યારે દરિયામાં વાવાજૂડો હોવાને કારણે ઊંચા મોજા ઉછળે તેવી પણ સંભાવનાઓ દેખાઈ રહી છે. અનેહવે વાત એવી આગાહીની કે જે લાંબા સમયથી થઈ હતી અને આજે ફળીભૂત થઈ ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ અધ્યક્ષ જગદીશ પંચાલ બન્યા બે સ્પીચ બહુ જ મહત્વની રહી જગદીશ પંચાલની ઓપનિંગ સ્પીચ અને સીઆર પાટીલની એક્ઝિટ સ્પીચ એમણે એક્ઝિટમાં જે ભાષણ આપ્યું એમાં એવું લાગ્યું કે એક પછી એક પોઈન્ટ યાદ રાખીને બધા હિસાબો ચૂકતે થઈ રહ્યા છે જગદીશ પંચાલે પોતાની એન્ટ્રી માટે જે ધમાકેદાર બેટિંગ સાથે શરૂઆત કરવાની હોય એ સ્વાભાવિક રીતે શરૂઆત થઈ બંને સ્પીચમાંથી ખૂબ મહત્વના મુદ્દાઓ નીકળી ને સામે આવ્યા અને એમાં જગદીશ પંચાલની એન્ટ્રીની સ્પીચ હતી ને એટલા જમાટે સ્વાભાવિક હતી પણ સીઆર પાટીલ જાણે એક પછી એક હિસાબ પૂરા કરી રહ્યા હતા સહકારમાં મેન્ડેટની વાત કરી સહકારમાં મેન્ડેટમાં એમણે ફરી એકવાર સહકારના નેતાઓને ટણો મારતા કહ્યું કે મને બધા ના પાડતા હતા પણ કોંગ્રેસ સાથે સેટિંગ કરવાની ટેવ વાળા નેતાઓ અને એમાં એમણે બહુ સ્પષ્ટતા સાથે સીઆર પાટીલે સહકારના નેતાઓની વાત કરી આમ આદમી પાર્ટીને પણ આડકતરો ઈશારો કર્યો નામ ન લીધું પણ નામ લીધા વગર બહુ જ બધું કહ્યું અને સૌથી મોટી વાત એમણે કહ્યું 2027 માં ભારતીય જનતા પાર્ટી 182 બેઠકો પર જીતશે એવો એમને વિશ્વાસ છે. આ સી.આર. પાટીલનો આત્મવિશ્વાસ અતિ આત્મવિશ્વાસ તમેએને
જે પણ ગણો એ પણ 156 સુધી એ પહોંચ્યા હતા 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં 2027 માં કોઈ આગાહી નથી કરી શકતું રાજનીતિમાં પણ 156 થી આંકડો વધીને 182 ની દિશામાં તો કેવી રીતે જશે એ બહુ મોટી સમસ્યા છે અને એવું ખરેખર કોઈ ઈચ્છે છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તો ડેફિનેટલી એવું ઈચ્છતા હોય કે એક તરફી એમની ચારે બાજુ સત્તા હોય લોકતાંત્રિક આ વિચાર નથી એ બહુ સ્વાભાવિક વાત છે અને એટલે જ જે લોકો લોકતાંત્રિક વિચાર ન હોય એનું અમલીકરણ કોઈ કરી શકશે કે કેમ એના પર હંમેશા શંકાની જેમ એને જોવાતું હોય છે અંશ સાંભળીએ સીઆર પાટીલે શુંકહ્યું એના અને જગદીશ પંચાલે શું કહ્યું એના આજે આપણે કહી શકીએ કે 2022 ની અંદર 182 સીટ મેળવવા માટેના આગ્રહ સાથે જીતવાના સંકલ્પ સાથે આગળ વધ્યા ત્યારે 156 સીટ એ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો એ જીત્યા હતા 2024 ના લોકસભામાં પણ 26 માંથી 25 લોકસભાની સીટો જીત્યા અને બંને વખતે 22 અને 24 માં પણ આપણનેએક કરોડ એક એક કરોડની લીડ મળી હતી તમને યાદ એટલા માટે અપાવું છું કે 2022 માં જે 26 સીટ આપણે હાર્યા હતા એને ટોટલ વિરોધ પક્ષને મળેલી લીડ ફક્ત 3 લાખ અને 5000 હતીજ 1000 2000 1500 1600 5000 થી અંદર 20 સીટ અને કુલ મળીને3લા5000 ની લીડથી 26 સીટ આપણે ગુમાવી પડી હતી
એક કરોડની લીડ આખા રાજ્યમાં મળ્યા પછી 3 લાખ માટે 26 સીટ હારી જઈએ એ તો કમનસીબી છે અને એટલે ત્યારે પણ મેં કહ્યું હતું કે જે વિસ્તારના કાર્યકર્તાઓએ નાની મોટી ગફલત રહી નાની મોટી ભૂલ રહી હશે પ્રદેશમાં અધ્યક્ષ તરીકે અને મારી જવાબદારીમાં પણ કઈક કમી રહી હશે એના કારણે આપણે 26 સીટ ગુમાવી હતી પણ લગભગ 83 સીટ સાથે કોંગ્રેસ 2019 માં જીતીને આવ્યા પછી એમનો ઉત્સાહ એકદમ મોટો હતો પરંતુ એમના હાથમાંથી લગભગ બધી સીટ 65 થી વધુ સીટો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ આંચકી લીધી હતીસ્વતંત્રતા મળ્યા પછી પણ લગભગ નવ સીટ એવી હતી કે જે ક્યારેય આપણે જીત્યા નહોતા પણ 2022 ની અંદર આપણે સંકલ્પ કર્યો હતો કે આ નવે નવ સીટ ઉપર આપણે જીત મેળવવી છે
અને એમાં પણ આપણને છ સીટ જે ક્યારેય જીત્યા નહોતા એવી સીટ માંડવી ઝગડિયાથી માંડીને બોરસથી માંડીને બધી છ સીટો આપણે જીતી શક યા હતા ત્રણ સીટનો અફસોસ જરૂર આપણી પાસે છે પરંતુ આપણે સંકલ્પબજ છે કે આવતી વખતે 182 પૂરેપૂરી આપણે જીતવાની છે એક મેન્ડેટ પ્રથા આવી કેટલાક લોકોને જરૂર એ ના ગમ્યું કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાવાળા અને સહકારમાં ગોઠવાઈ જતા હતા એમને ચોક્કસ નાગમ્યું એમણે અપ્રચાર પણ કર્યો કે આ મેન્ડેટ પ્રથા કાઢી નાખવી જોઈએ મેં એમને કહ્યું કે તો એમએલએમાં શાના માટે મેન્ડેટ આપો જે જીતીને આવે તે આપણો એમપીમાં શાના માટે આપણે મેન્ડેટ આપવો જોઈએ જે જીતીને આવે આપણો ભારતીય જનતા પાર્ટી અને એનું સંગઠન એ શિસ્ત સાથે બંધાયેલું છે
ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કોઈપણ કરે એ પાર્ટીના નોલેજમાં હોવું જોઈએ અને જ્યારે ઇલેક્શન લડતો હોય એ ભલે સહકારી ક્ષેત્રનું હોય તો એ પણ શિસ્તની દ્રષ્ટિએ મેન્ડેટ દ્વારા લડાવવું જોઈએ કે જે પાર્ટી ઈચ્છે તે જ લડે આપણે ઘણા બધા નિયમો બનાવ્યા આપણે 60 વર્ષથી ઉંમરથી વધુ ઉંમરનાલોકોને કોર્પોરેશન કે જિલ્લા પંચાયતમાં કે તાલુકા પંચાયતમાં ટિકિટ નહી આપી પણ એના કારણે ખૂબ નવા લોકો આવ્યા 115 નવા કોર્પોરેટર તો અમદાવાદમાં આવ્યા 100 જેટલા કોર્પોરેટર નવા સુરતમાં આવ્યા રાજકોટ બરોડા સહિત બધી જ જગ્યાએ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકામાં ખૂબ નવા ઉમેદવારો ચૂટાયા આપણી પાસે મહાનગરપાલિકામાં 396 સીટ હતી આપણે 100 સીટની વધુ સીટો મેળવીને આપણે બધી જ મહાનગરપાલિકા જે આપણી પાસે હતી એ આપણે જીતી શક્યા હતા દિલ્હીથી એક પાર્ટી આવી એને તો પત્રકાર મિત્રોને કહ્યું કે લખી લો અમારી સરકાર બને છેએમણે ખૂબ પ્રચાર કર્યો અપ્રચાર કર્યો પણ ગુજરાત માટે ક્યારેય કઈ ના કર્યું એમણે ઘણા ટાર્ગેટ ઊભા કર્યા મને પણ ટાર્ગેટ બનાવવાની કોશિશ કરી પણ મેં એનો જવાબ આપવાનો ટાળ્યું કેમ કે મને ખબર હતી કે મારા વતી ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એનો જવાબ આપશે અને આભારી છે ગુજરાતના મતદાતા ભાઈ બહેનો એમનો પણ કે એમણે 126 સીટ ઉપર કે જે દિલ્હીથી આવેલી પાર્ટીના ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત કરી નાખી એને ખો ભૂલી જવાય એ પ્રકારનો પાઠ ગુજરાતના મતદાતા ભાઈ બહેનો અને કાર્યકર્તાઓ એને ભણાવ્યો હતો મારી સામે બેઠેલા ભારતીય જનતા પાર્ટી માટેજે રાત દિવસ તડકો છાયડો જોયા વગર સૌ ભારતીય જનતા પાર્ટીના દેવ દુર્લભ કાર્યકર્તાઓને નતમસ્તક વંદન કરું છું મારા જેવા બૂથની જવાબદારી નિ ભાવતા કાર્યકર્તાને જે જવાબદારી આ પાર્ટી આજે આપી છે
આ જવાબદારી ની સાચી ઓળખ એટલે મારી સામે બેઠેલો કાર્યકર્તા પ્રદેશ અધ્યક્ષ સાચી ઓળખ નહી પણ મારી સામે બેઠેલો કાર્યકર્તા એ મારી સાચી ઓળખ છે મિત્રો મોદી સાહેબના શબ્દોમાં કહું તો નિશાન ચૂક માફ નહીં નિશુ નિશાન સત્તા અને હોદ્દા પચાવવાની બાબત હોય મિત્રો તો બૂથનો કાર્યકર્તા હોય કે પ્રદેશનો અધ્યક્ષ હોય મિત્રો મારી બા હંમેશા કહેતા કે પાણીકરતાં પાતળા થઈને ચાલવું મિત્રો આજે એ શબ્દો મેં મારી જિંદગીમાં ઉતારેલા છે કે પાણી થઈને પાતળા કરતા ચાલતા શીખીએ તો ક્યારેય તમારી પર કોઈ હમ કે કોઈ સત્તાનો રસો ઉપર ચડી ના બેસે મિત્રો અને હું કંઈક કહું છું હું કંઈક છું એના કરતાં હું અહીં છું એ આપ સૌ કાર્યકર્તાના કારણે છું એ કાર્યકર્તાઓએ આ ભારતીય જનતા પાર્ટીના વટવૃક્ષમાં પોતાની જિંદગી ખપાઈ નાખી છે પરિવારની ચિંતા નથી કરી નથી તડકો છાયડો જોયો અને મારા જેવા સામાન્ય કાર્યકર્તાને ફલજીભાઈ ચૌધરીના આજે યાદ કરીશ કિરણભાઈને યાદ કરીશ કે મારુતી સ્કૂલના શક્તિ કેન્દ્રની અંદરમને એક બૂથની જવાબદાર આપીને મને બૂથ પ્રમુખને દ્વારા ટેબલ પર બેસતા શીખવાડ્યો કેવી રીતે સ્લીપ ફાડવી એ શીખવાડતા શીખવાડતા આજે મને જે રાષ્ટ્રીય નેતૃત્વએ શીર્ષક નેતૃત્વએ જે જવાબદારી મિત્રો આપી છે એમાં આ જવાબદારી મારી એકલાની નહી ભારતીય જનતા પાર્ટીના તમામે તમામ કાર્યકર્તાની જવાબદારી છે
મારા માટે બૂથનો પ્રમુખ હોય કે જિલ્લાનો અધ્યક્ષ હોય મારા માટે બંને આંખો મિત્રો સરખી છે બધા જ નેતાઓ પોત પોતાની રીતે પ્રતિક્રિયાઓ આપી રહ્યા હતા ખૂબ બધા નેતાઓ સાથે આજે વાત વાત કરી અને જેટલા હાજર નેતાઓ હતા એમાંથી બધાની બધાનો અર્કે હતો કે પાર્ટી જે કરે એસાચું અને એટલે જ પાર્ટી જે કરે એ પ્રોસીજર છે એને ફોલો કરવાની છે. લોકતાંત્રિક છે પણ છતાય હાઈ કમાન્ડ જે નામ નક્કી કરે છે એની સામે ઉમેદવારી નોંધાવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી અને એટલે જ એક ફોર્માલિટીની જેમ પ્રક્રિયા આખી પૂરી થઈ જતી હોય છે. પહેલા આ ફોર્માલિટી પણ નહોતી કરાતી. હવે કદાચ એ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે એવું બતાવવાનો કે અમે લોકતાંત્રિક છીએ પણ એ કયા પ્રકારનું લોકતંત્ર કે જ્યાં પાર્ટીમાં નામ જાહેર કરાય પણ એના પછી કોઈ કશું બોલવાનું નથી અને આ માત્ર ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ નથી ભાજપ પર આરોપ લગાવતી બધી પાર્ટીઓની આસ્થિતિ છે. કોંગ્રેસે તો સારું છે કે આ લોકતાંત્રિક કથિત લોકતાંત્રિક પ્રક્રિયા પર આરોપ કરવાનું પણ ટાળ્યું છે.
આમ આદમી પાર્ટીના જે નેતાઓ મોટા ઉપાડે ભારતીય જનતા પાર્ટી પર બહુ જ બધા આરોપ લગાવી રહ્યા હતા એમની પાસે તો એ જ જવાબ નથી કે અરવિંદ કેજરીવાલ સિવાય એમને ત્યાં તો કોઈ નેતા જ નથી એટલે એક વ્યક્તિનું શાસન ચાલે છે. અહીંયાં તો એટલીસ્ટ હાઈ કમાન્ડમાં બે ચારોતો લોકો તો છે કે જે નિર્ણય લેવાના છે એટલે એક વ્યક્તિ જ આ બધા જ નિર્ણયો બધા જ રાજ્યોનો જે રાજ્યોની એમને સમજણ ન હોય એના પણ નિર્ણયો એ કરતા હોય છે અને એટલે જ મોટાભાગના પક્ષમાં આ જ સ્થિતિ છે ઈશુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી સીઆર પાટીલે જે કહ્યું એના પર ગોપાલ ઈટાલીએ કહ્યું કે હર્ષ સંઘવીને પદભ્રષ્ટ કરવા જોઈએ ગૃહમંત્રીના પદ પરથી એમણે શું કામ આવું કહ્યું સાંભળીએ માનનીય સીઆર પાટીલજીએ આજે આડકતરી રીતે આમ આદમી પાર્ટી ઉપર આક્ષેપ કર્યો કે દિલ્હીથી પાર્ટી આવી વીને અમે એવી રીતે ભૂડી હાર હરાવીને તમને કદાચ ખબર નહી હોય ઇતિહાસ વાંચજો ભાજપને બે સીટ લાવવા માટે 27 વર્ષ લાગ્યા હતા અને આમ આદમી પાર્ટીએ એક વર્ષની અંદર ગુજરાતમાં પાંચ સીટ સાથે 41 લાખ મત મળ્યા છે જે અગાઉના મુખ્યમંત્રીઓએ પાર્ટીઓબનાવીને એને પણ નથી મળ્યા આ તમારી જાણ ખાતર તમારું જ્ઞાન વધે એટલા માટે બીજું તમને એટલો બધો અહંકાર આવી ગયો કે તમે વારંવાર એમ કહો છો કે ડિપોઝિટ જપ્ત થઈ ડિપોઝિટ જપ્ત થઈ તમારી ડિપોઝિટો પંજાબમાં ને કેરલામાં કેવી રહી છે ને એ આખું ભારત જાણે છે ત્રીજી વાત કે તમને ગુજરાતે 156 સીટ આપી પછી તોડફોડ કરીને 161 કરી પણ તમે કર્યું શું ગુજરાતમાં તમને 182 આપી દે તો તમે કરો છો કરો શું એજ તોડ એજ બ્રિજમાં કોભાંડો એજ ખેડૂતોને ભાયમાલ કરવાનું બેરોજગાર ઉપર લાઠી ચાર્જ કરવાની અને જે લોકો નોકરી માંગે એને ધમકીઓ આપવાની અને પોલીસથી એને માર મારાવવાનો ને ખોટીએફઆઈઆરો કરવાની આ જ ધંધો કરો તમે બીજો દીકરીઓ ઉપર બળાત્કારો કરો બળાત્કાર જેના ઉપર થાય એને ફરિયાદ ન લખાય હત્યાઓ થાય આજ કરશો ને તમે ગુજરાતમાં 182 આવે તોય એક વાત ત્રીજી મારે આપને કહેવી છે કે 161 આવ્યા પછી પણ તમે ગુજરાતનું દિલ નથી જીતી શક્યા આમ આદમી પાર્ટી એક સીટ પાછી પેટા ચૂંટણી જીતી
અને આખા ગુજરાતનાસાત કરોડ નાગરિકો આમ આદમી પાર્ટીની જીતનો જશ્ન મનાવી રહ્યા છે એ શું કામ કારણ કે અમે લોકો માટે લડીએ છીએ અમે હારશું જીતશું એ ખબર નથી એ તો જનતા ઉપર ડિપેન્ડ છે જનતા નક્કી કરશે ગુજરાતની જનતા જે ઈચ્છે એ કરશે પરંતુ તમારો અહંકાર એકદિવસ ગુજરાતની જનતા નક્કી ભસ્મભિત કરશે હર્ષ સંઘવી પદભ્રષ્ટ થશે કે કેમ એ ખબર નથી પણ બચું ખાબડપ પદભ્રષ્ટ જેવા જ દેખાઈ રહ્યા છે. સરકારના કાર્યક્રમોમાં એ હાજર નથી હોતા. કેબિનેટનું બ્રીફિંગ થાય એમાં પણ એ હાજર નથી હોતા એટલે કેબિનેટ મીટિંગમાં પણ છેલ્લા કેટલાય સમયથી સતત વિવાદ આવ્યો ત્યારથી ગેરહાજર છે. એમની ઓફિસ ખાલી હોય છે અને આ તો પાર્ટીનો કાર્યક્રમ હતો અને પાર્ટીના કાર્યક્રમમાં નવા પ્રદેશ અધ્યક્ષના પદ ગ્રહણ સમારોહમાં પણ બચુ ખાબડ ગેરહાજર હતા. સંદેશો બહુ સ્પષ્ટ છે સરકાર રાહ જોઈ રહી છે માત્ર એક સાથે મંત્રીમંડળના વિસ્તરણ કરવાની સરકારરાહ જોઈ રહી છે એ સૂચીની એ યાદીની કે જેમાં એ સુનિશ્ચિત થાય કે કેટલા લોકોને રાખવા છે અને કેટલા લોકોને કાઢવા છે બાકી મંત્રીઓનું જવાનું નિશ્ચિત છે. બચુ ખાબડને એકલા કાઢવાના હોત તો કદાચ બચુ ખાબડને ક્યારના નિષ્કાશિત કરી દેવામાં આવ્યા હોત પણ એ ખૂબ અપમાનજનક સ્થિતિમાંથી અત્યારે પસાર થઈ રહ્યા છે કે પાર્ટી ના એમની સાથે છેડો ફાડી રહી છે
અને ના એમને બોલાવી રહી છે એટલે ના ઘરના ન ઘાટના જેવી પરિસ્થિતિ બચુ ખાબડ માટે છે કે જે મંત્રી છે પણ છતાંય પૂર્વ મંત્રીની બરાબર એ પ્રકારની એમની પરિસ્થિતિ છે અને એટલે જ બચુ ખાબડઆજના કાર્યક્રમમાં પણ ગેરહાજર દેખાયા એક તસ્વીર છે કે જે ચારે બાજુ ચર્ચાનો વિષય બની એ તસ્વીરના જગદીશ વિશ્વકર્માની છે એ તસ્વીર સીઆર પાટીલની છે એ તસ્વીરના કોઈ રાષ્ટ્રીય નેતાની છે એ તસ્વીર વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલની છે હાર્દિક પટેલ કદાચ મોડા પહોંચ્યા હશે કાર્યક્રમમાં બેસવા માટે જગ્યા ન મળી અને એમ પણ 162 ધારાસભ્યો હોય આટલા બધા રાજ્યસભાના સાંસદો હોય લોકસભાના સાંસદો હોય પદાધિકારીઓ પાર્ટીના સંગઠનના એટલા બધા હોય તો દરેકને બેસવાનું સ્થાન તો ક્યાંથી મળવાનું છે એટલે હાર્દિક પટેલને સ્થાન ન મળી શક્યું હાર્દિક પટેલ એક ખૂણામાં ખૂબ બધી ભીડનીવચ્ચે ઊભા હતા અને આ મેસેજ જ્યારે પણ લોકો ફોરવર્ડ કરી રહ્યા હતા ત્યારે કહી રહ્યા હતા કે સમય સમય બલવાન એ સંદર્ભે ટાંકીને કહી રહ્યા હતા કે આ એ વ્યક્તિ છે કે જે 23 વર્ષની ઉંમર એવું કહેતા હતા કે મુખ્યમંત્રી મને અહીંયા મળવા આવે અને મુખ્યમંત્રી સહિત આખી ટીમ એમની રાહ જોઈને એક કલાક એમની ઓફિસમાં બેસી રહેતી હતી એ હાર્દિક પટેલ આજે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષના પદ ગ્રહણ સમારોહમાં એમને પોતાને બેસવા માટે ખુરશી નથી મળી જો કે બધા એવું કહી રહ્યા છે કે સમય છે ફરી એકવાર બદલાય છે નવા મંત્રીમંડળમાં વારો પણ આવી શકે જો કે ભારતીય જનતા પાર્ટી આવુંરિસ્ક લે છે કે કેમ એ ખબર નથી. નેતા કેટલા સક્ષમ છે અને પોતાના ક્ષેત્રમાં કેટલું સારું કામ કરી રહ્યા છે
એનાથી એ વિશેષ મહત્વનું એ હોય છે કે તમે કોઈને પણ મંત્રી બનાવીને શું સંદેશ આપી રહ્યા છો? ભારતીય જનતા પાર્ટી અલ્પેશ ઠાકોર કે પછી હાર્દિક પટેલ કોઈને પણ પસંદ કરીને શું સંદેશ આપશે એના પર નજર રહેશે એક નામ નિશ્ચિત છે કે જે આવશે જ મંત્રીમંડળનું વિસ્તરણ થાય તો ને એ અર્જુન મોઢવાડિયાનું છે અર્જુન મોઢવાડિયા મંત્રીમંડળમાં એમનો સમાવેશ ન થાય તો એ અજુકતું લાગે અથવા સમાચાર બને એ પ્રકારની સ્થિતિ છે ખૂબ બધા મંત્રીઓ પડતા મુકાય એમછે અને ઓલમોસ્ટ બધાને મનમાં ખબર જ છે કે કોણ પડતા મુકાવાના છે એટલે દિવાળી પહેલા નિર્ણયો આવે છે કે દિવાળી પછી એની પ્રતીક્ષા રહેશે અપેક્ષા માત્ર એટલી કે જે પણ શિક્ષણ મંત્રી બને અને જે પણ આરોગ્ય મંત્રી બને અને જે પણ કૃષિ મંત્રી બને મૂળ મુદ્દાઓને સમજે એ ગંભીરતાને સમજે કે હજારો કરોડના બજેટ એક એક વર્ષમાં તમને રાજ્યની રાજ્યના સામાન્ય માણસો આપે છે એકદમ સામાન્ય ગરીબમાં ગરીબ માણસ પાંચ રૂપિયાનું પારલેજી ખરીદે ને તોય એ જીએસટી આપે છે અને એ જીએસટી એનો જે ટેક્સ કપાય છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટને પણ જાય છે સ્ટેટ ગવર્મેન્ટનેપણ જાય છે. રાજ્ય સરકારની સૌથી મોટી આવક કરમાંથી થતી આવક છે. સૌથી વધારે તમને ટેક્સ મળી રહ્યો છે એટલા માટે તમારું રાજ્યનું આપણા રાજ્યનું બજેટ લાખો કરોડ રૂપિયા છે. એટલે 5 લાખ કરોડ રૂપિયા જેનું બજેટ હોય એ રાજ્યની સરકાર સામાન્ય માણસોની સામાન્ય સમસ્યાઓ ન ઉકેલી શકે રસ્તા સરખા ન બાંધી શકે તો પ્રશ્ન થાય કે 30 વર્ષથી તમારું સતત શાસન છે અને તમારી પાસે લખવા માટે યશોગાથાઓ છે ગુજરાતના નાગરિકો માટે એની યશોગાથાઓ ભૂતકાળ કેમ થઈ રહી છે ગુજરાત એટલે અદભુત રસ્તા એ વાત ભૂતકાળ કેમ થઈ રહી છે અમને તો અમારો સુવર્ણમય ભૂતકાળ પાછોજોઈએ છે ગુજરાતને એનું ગૌરવ પાછું જોઈએ છે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ જો આપ અમને YouTube પર જોઈ રહ્યા છો તો સબ્સ્ક્રાઇબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો અમારા વિડીયોડિયોને શેર કરો નમસ્કાર [સંગીત]