અરબ સાગરની અંદર એક શક્તિ નામનું સાયક્લોન છે વાવાઝોડું છે જે આગળ જતાં વધુ મજબૂત બની શકે છે અને એ સિવીયર સાયક્લોનમાં પરિવર્તિત થાય તેવી પણ સંભાવનાઓ છે. જોવા જઈએ તો થોડા દિવસ પહેલા એક વરસાદી સિસ્ટમ ગુજરાત ઉપરથી પસાર થઈ.
જે વરસાદી સિસ્ટમ છે એ બંગાળની ખાડીમાંથી આવી હતી અને ગુજરાત ઉપરથી પસાર થઈ ત્યારે 28 સપ્ટેમ્બર થી લઈને 2 ઓક્ટોબર વચ્ચે રાજ્યની અંદર સામાન્યથી ભારે અમુક વિસ્તારમાં અતિ ભારે વરસાદ પણ નોંધાયા અને ત્યારબાદ એ સિસ્ટમ છે એ પશ્ચિમ સૌરાષ્ટ્ર ઉપર થઈ અને અરબ સાગરમાં પ્રવેશ કરીને સતત પશ્ચિમ દિશામાંએ સિસ્ટમે ગતિ કરી પણ પશ્ચિમ દિશામાં ગતિ કરતી હતી ત્યાર દરમિયાન દરિયાઈ તાપમાન એને ઊંચું મળ્યું જેને કારણે સિસ્ટમ વધુ મજબૂત બની અને અત્યારે એ વાવાઝોડું બની ચૂકી અને આ વાવાજોડાને નામ આપવામાં આવ્યું છે
શક્તિ આ વાવાજોડાનું નામ છે એ શ્રીલંકા દેશ તરફથી આપવામાં આવ્યું છે અને શક્તિ વાવાજોડું છે એ અત્યારે હાલમાં સતત એ પશ્ચિમ દિશામાં ગતિ કરી રહ્યું છે ઓમાન તરફ ગતિ કરી રહ્યું છે આગળ જતાં હજુ મજબૂત બની અને સિવીયર સાયક્લોન બને તેવી પણ શક્યતાઓ છે એટલે આ વાવાજોડું છે એ હજુ પણ મજબૂત બનવાનું છે એ સતત પશ્ચિમ તરફ ગતિકરશે અને ઓમાનથી થોડું દૂર રહેશે પછી 5 ઓક્ટોબરના રોજ એ ફરીથી યુ ટર્ન લે તેવી શક્યતાઓ છે
અને યુ ટર્ન લઈને ગુજરાત તરફની ફરીથી દિશા થશે. ગુજરાત તરફની દિશા થશે પણ જ્યારે પણ એ સાઈક્લોન છે એ યુ ટર્ન લેશે ત્યારે એ નબળું પડી જશે. એટલે ઓમાન પાસે નબળું પડી અને પછી પાછું ફરીથી પૂર્વ દિશામાં ગતિ કરશે અને ઉત્તર પૂર્વ દિશામાં ગતિ કરી અને ગુજરાત તરફ આગળ વધશે પણ આપણે અહીયા બહુ ચિંતા નું કારણ નથી કેમ કે આ જે શક્તિ વાવાઝોડું છે એ જ્યારે યુ ટર્ન લેશે ત્યારે નબળું પડશે અને નબળું પડીને પછી ગુજરાત સુધી આવે એટલે લગભગ સૌરાષ્ટ્રનાદરિયા કાંઠે આવશે ત્યાં સુધીમાં વાવાઝોડું વિખાઈ જાય
અને સૌરાષ્ટ્ર ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપે આવે તેવી શક્તિ શક્યતાઓ છે એટલે આ વાવાજોડાને કારણે ગુજરાતની અંદર સાત આઠ અને નવ ઓક્ટોબર દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છ અને મધ્ય ગુજરાતના અમુક ભાગોની અંદર વરસાદી માહોલ જોવા મળે તેવી શક્યતાઓ છે જેમાં સાત અને આઠ તારીખે એમ બે દિવસ સુધી વરસાદની તીવ્રતા થોડી વધુ જોવા મળશે જેમાં અડધા થી લઈને બે ઇંચ સુધીના વરસાદ જોવા મળશે અને એ પણ છૂટા છવાયા વરસાદ હશે સાર્વત્રિક નહીં હોય અને જે ગયો રાઉન્ડ હતો 28 થી 2 ઓક્ટોબરનો એમાં જેટલા વરસાદ પડ્યા એનાકરતાં વરસાદ વરસાદની તીવ્રતા ઘણી ઓછી હશે પણ વરસાદી માહોલ છે એ ચોક્કસથી આપણે સાત આઠ અને 9 તારીખ દરમિયાન જોવા મળે તેવી શક્યતાઓ છે આ વાવાઝોડું છે
અત્યારે દરિયાની અંદર સક્રિય છે જેથી કરીને કોઈપણ માછીમાર ભાઈઓએ હાલ દરિયો ન ખેડવાને ખાસ કરીને પ્રવાસી મિત્રો હોય એમણે પણ હાલ દરિયા કાંઠે ન જવું કેમ કે અત્યારે દરિયામાં વાવાજોડો હોવાને કારણે ઊંચા મોજા ઉછળે તેવી પણ સંભાવનાઓ દેખાઈ રહી છે. બીજું કે અત્યારે જે આ વાવાઝોડું છે એ પશ્ચિમ દિશામાં ગતિ કરે પણ આ જ્યારે પણ યુ ટર્ન લેશે ત્યારે ઘણું બધું નબળું પડી જશે એટલે ગુજરાત ઉપર આ વાવાઝોડું લેન્ડફોલ કરેતેવી શક્યતાઓ નહીં વધશે જેનાથી કોઈ ગભરાવાની કે ડરવાની જરૂર નથી એટલે શક્તિ વાવાજોડું છે એ અરબ સાગરમાં ચોક્કસથી સક્રિય છે પણ ગુજરાતને કદાચ એની બહુ અસર ન થાય તેવી સંભાવનાઓ વધુ દેખાઈ રહી છે