Cli

ગર્ભવતી પત્ની અને પુત્રીને છોડી ચાલ્યો ગયો આ અભિનેતા, પરિવાર હાલ કઈ સ્થિતિમાં છે ?

Uncategorized

માત્ર 45 વર્ષની ઉમરે જ અભિનેતા વિનોદ મહેરાનું નિધન થયું હતું. લગ્નના ફક્ત 2 વર્ષ પછી જ તેમની ત્રીજી પત્ની વિધવા થઈ ગઈ હતી. દોઢ વર્ષીય દીકરી અને ગર્ભવતી પત્નીને રડતા છોડી વિનોદ આ દુનિયા છોડીને ચાલી ગયા હતા. હવે તેમના અવસાનને 35 વર્ષ પૂરા થવા આવ્યા છે. 70 અને 80ના દાયકામાં વિનોદ મહેરાનું નામ હિન્દી ફિલ્મ ઉદ્યોગના શ્રેષ્ઠ કલાકારોમાં લેવાતું હતું.

પોતાની સાદગી અને શાનદાર અભિનયથી તેમણે દર્શકોનું દિલ જીતી લીધું હતું. ફિલ્મી દુનિયામાં તેમને “ચોકલેટી બોય” તરીકે ઓળખ મળેલી. પરંતુ અફસોસ કે માત્ર 45 વર્ષની ઉમરે જ દિલની બીમારીને કારણે 1990ના ઓક્ટોબરમાં હાર્ટ એટેકથી તેમનું અવસાન થયું હતું. તેમના અવસાન પછી પરિવાર ગૂમનામીના અંધકારમાં ખોવાઈ ગયો હતો.30 ઓક્ટોબરે વિનોદ મહેરાને ગુજરીને 35 વર્ષ પૂરા થશે. તેમની યાદો આજે પણ લોકોના દિલમાં તાજી થઈ જાય છે. લોકો વારંવાર પૂછે છે કે હવે તેમનો પરિવાર ક્યાં છે અને કેવી હાલતમાં છે?વિનોદ મહેરાના પહેલા લગ્ન મોના, રોકા અને બિંદિયા ગોસ્વામી સાથે થયા હતા પરંતુ બધા સંબંધ તૂટ્યા.

ત્યારબાદ તેમણે ત્રીજી પત્ની કિરણ સાથે લગ્ન કર્યા. કહેવાય છે કે કિરણ પહેલાં વિનોદ રેખા સાથે સંબંધમાં હતા અને બંનેએ સિક્રેટ લગ્ન પણ કર્યા હતા, જોકે ક્યારેય જાહેરમાં સ્વીકાર્યા નહોતાં.વિનોદના અવસાન બાદ તેમની પત્ની કિરણ પાછી કેન્યા પોતાના માતા-પિતાની પાસે રહેવા ગઈ. તે વખતે તેમની દીકરી સોનિયા હજુ 2 વર્ષની પણ નહોતી અને બીજું બાળક જન્મવાનું હતું. ઘણા વર્ષો સુધી કિરણ અને બાળકોનો બોલિવૂડ સાથે કોઈ સંપર્ક ન રહ્યો.પરંતુ પછી વિનોદ મહેરાના બંને સંતાન – રોહન અને સોનિયા – બોલિવૂડમાં પ્રવેશ્યા. જોકે તેમને પિતાની જેમ સફળતા મળી નહીં.

સોનિયા મહેરા:સોનિયા ખૂબ સુંદર અને ગ્લેમરસ છે. તેમનો ઉછેર કેન્યામાં થયો હતો. બાળપણથી જ તેમને અભિનય અને નૃત્યમાં રસ હતો. તેમણે લંડન એકેડમી ઓફ મ્યુઝિક એન્ડ ડ્રામેટિક આર્ટમાંથી અભ્યાસ પૂર્ણ કર્યો અને ગોલ્ડ મેડલ મેળવ્યો. 18 વર્ષની ઉમરે તેઓ મુંબઈ આવ્યા અને અનપમ ખેરના ઈન્સ્ટિટ્યૂટમાં અભિનયનો શોર્ટ કોર્સ કર્યો.2007માં તેમણે ફિલ્મ વિક્ટોરિયા 203થી ડેબ્યુ કર્યું, પરંતુ ફિલ્મ નિષ્ફળ રહી. બાદમાં શેડો, એક મેં ઔર એક તૂ, અને રાગિની MMSમાં અભિનય કર્યો પરંતુ સફળતા ન મળી. પછી તેમણે MTV પર શો હોસ્ટ કર્યા, પરંતુ તે પણ ચાલ્યા નહીં.

ત્યારબાદ તેમણે શોબિઝ છોડીને દુબઈ શિફ્ટ થઈ ગયા.સોનિયા હાલ દુબઈમાં યોગા ઈન્સ્ટ્રક્ટર છે અને તેમને દુબઈની નાગરિકતા મળી છે. તાજેતરમાં તેમણે પોતાના લાંબા સમયના બોયફ્રેન્ડ અને મંગેતર કુણાલ સિંહ (દુબઈ-આધારિત બિઝનેસ એડવાઈઝર) સાથે લગ્ન કર્યા છે. તેઓ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે અને પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરે છે.

રોહન મહેરા:રોહને 2018માં સૈફ અલી ખાનની ફિલ્મ બજારથી ડેબ્યુ કર્યું હતું, પરંતુ ફિલ્મને ખાસ પ્રતિસાદ ન મળ્યો. તેઓ ફોર્મ એન્ડ શોટ્સ અને કાળા જેવી વેબ સિરીઝમાં પણ દેખાયા છે. તેમની હેન્ડસમ પર્સનાલિટી અને ચાર્મિંગ લુકને લીધે તેઓ કિયારા આડવાણી સાથે પણ રિલેશનશિપમાં રહ્યા હતા, જોકે સંબંધ લાંબો ચાલ્યો નહીં.આમ, વિનોદ મહેરાના સંતાનો ભલે પિતાની જેમ મોટી સફળતા મેળવી ન શક્યા હોય, પણ પોતપોતાના ક્ષેત્રમાં જીવન જીવતા રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *