અભિષેકે એક એક્ટ્રેસને કિસ કર્યો અને ઐશ્વર્યાએ સલમાન સાથે ડિનર કર્યું – એવા વીડિયો વાયરલ થતાં બચ્ચન પરિવારમાં હંગામો મચ્યો છે. પતિ-પત્નીએ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો અને 4 કરોડ રૂપિયાનો દાવો કર્યો છે.હકીકતમાં આ બધા વીડિયો AI ડીપફેક (AID Fake) હોવાનું બહાર આવ્યું છે.
મીડિયામાં આવેલા રિપોર્ટ્સ અનુસાર અભિષેક બચ્ચન અને ઐશ્વર્યાએ દિલ્હી હાઈકોર્ટનો સહારો લીધો છે. તેમની અરજી મુજબ YouTube અને Google સામે કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.કપલનો આરોપ છે કે આવા વીડિયો તેમના ઈમેજને નુકસાન પહોંચાડી રહ્યા છે, જ્યારે તેમાં કોઈ સત્ય નથી. કેટલાક વીડિયોમાં અભિષેકને એક એક્ટ્રેસને કિસ કરતા બતાવવામાં આવ્યા છે, તો કેટલાક વીડિયોમાં ઐશ્વર્યાને સલમાન ખાન સાથે ડિનર કરતા દેખાડવામાં આવ્યા છે.
એવું પણ દાવો કરવામાં આવ્યું છે કે સલમાન અને ઐશ્વર્યાનું ફરી પેચઅપ થયું છે.બન્નેનો તર્ક છે કે આ પ્રકારનું કન્ટેન્ટ તેમને ખોટી રીતે અને અશ્લીલ રીતે રજૂ કરે છે, જેના કારણે તેમની પ્રતિષ્ઠાને નુકસાન થાય છે. કોર્ટમાં અનેક વીડિયો અને સ્ક્રીનશૉટ પુરાવા રૂપે રજૂ કરવામાં આવ્યા છે.મળેલી માહિતી પ્રમાણે,
બચ્ચન કપલે કોર્ટમાં 4 કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો દાખલ કર્યો છે. તેમનો આક્ષેપ છે કે YouTube ની કન્ટેન્ટ પોલિસી અને તૃતીય પક્ષની AI ટ્રેનિંગ નીતિઓ આવા ખતરાને રોકવામાં નિષ્ફળ ગઈ છે, જેના કારણે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાઈ રહી છે.આ કેસ હાલ દિલ્હી હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે અને Google ને 15 જાન્યુઆરી સુધીમાં જવાબ આપવા કહેવામાં આવ્યું છે.–