Cli

ગુજરાતમાં કેટલા દિવસ હજુ ભારે વરસાદ પડશે?, કચ્છ અને સૌરાષ્ટ્રમાં એલર્ટ!

Uncategorized

નમસ્કાર વેધર એનાલિસીિસ સાથે હું છું પાયલ અને વરસાદનો ભયાનક રાઉન્ડ અને એ સિસ્ટમ જે સિસ્ટમની આપણે છેલ્લા કેટલાય દિવસોથી વાત કરીએ છીએ એ ક્યાં પહોંચી છે ધીરે ધીરે નબળી થતી જણાઈ રહી છે એટલે તમે અલગ અલગ મોડલ જુઓ તો તમને ખબર પડે કે જે સિસ્ટમ બંગાળની ખાડીથી નીકળી હતી મહારાષ્ટ્રના દરિયા કાંઠે પહોંચી પછી અરબી સમુદ્રમાં પ્રવેશ કર્યો પ્રવેશ કરતાની સાથે જ ગુજરાતમાં ભયાનક વરસાદની આગાહી

અને બધાની વચ્ચે હવે સિસ્ટમ ધીરે ધીરે આગળ વધી રહી છે એ ઓમાન તરફ આગળ વધે તેવી સંભા સંભાવનાઓની વચ્ચે જ્યારે એ દ્વારકા અને એની નજીકના દરિયા કાંઠે પહોંચે છે ત્યારેએની અસરો જે છે એ ઓછી દેખાય છે ગુજરાત પર એટલે અતિથી અતિભારે વરસાદની જે આગાહી કરવામાં આવતી હતી એમાં પણ થોડી હળવાશ રહેવાની છે કારણ કે હવામાન વિભાગ હવામાન નિષ્ણાંત બધાનું એવું માનવું હતું કે સિસ્ટમ જો અહીંયા ક્યાંક અટકી જાય છે એટલે સૌરાષ્ટ્રના દરિયા કાંઠે ક્યાંક સિસ્ટમ અટકી જાય છે તો આખા સૌરાષ્ટ્ર પર એની અસર રહેશે કારણ કે એના સિયર ઝોન આઉટર ક્લાઉડ આખા ગુજરાત પર ફેલાયેલા છે પણ તમે જુઓ આજની સ્થિતિ કે ધીરે ધીરે એ દ્વારકાની આસપાસ અહીંયા ક્યાંક સિસ્ટમ પહોંચી છે એના આઉટરક્લાઉડ ગુજરાત પર તો છે

જ એટલે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાંસાર્વત્રિક વરસાદ તો થશે પણ એની તીવ્રતા ઓછી થઈ જશે જેટલી મજબૂત સિસ્ટમ આપણે એવું માનતા હતા કે ડીપ ડિપ્રેશન સુધી પહોંચશે એ હવે ક્યાંય ડીપ ડિપ્રેશન સુધી પહોંચતી નથી દેખાતી એ ધીરે ધીરે લો પ્રેશર લો પ્રેશરથી વેલમાર્ક લો પ્રેશર પછી ડિપ્રેશન અને ડીપ ડીપ્રેશન પહોંચે અને ફરી એકવાર પછી ઊંધી સાયકલ ચાલે એટલે ડીપ ડીપ્રેશનથી ડિપ્રેશન પછી વેલમાર્ક લો પ્રેશર અને લો પ્રેશર એવી રીતના એટલે અહીંયા બનેલી સિસ્ટમ ડિપ્રેશન સુધી પહોંચી પણ એ પાછી રિવર્સ જે સાયકલ કહેવાય એ સાયકલમાં આગળ વધે છે અને એટલે લો પ્રેશર સુધી ધીરે ધીરે પહોંચી જશે એનીતીવ્રતા ઓછી થઈ ગઈ છે પવનની ગતિ વધારે થવાની છે કારણ કે દરિયાકાંઠાના વિસ્તારોમાં એ સિસ્ટમની અસર વધારે રહેવાની છે કચ્છમાં ખૂબ વધારે વરસાદની આગાહી છે

એટલે બીજી અને ત્રીજી તારીખે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે અમદાવાદ ગાંધીનગર મહેસાણા દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે એટલે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી સામાન્ય વરસાદ પડશે બાકીના વિસ્તારોમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી બીજી ત્રીજી તારીખ સુધી એમ પણ સિસ્ટમ જે કહેવાય એ કહેવાતું હતું કે 27 તારીખથી લઈઅને બીજી ઓક્ટોબર સુધીની એ સિસ્ટમનો રાઉન્ડ જે છે વરસાદનો એ રહેવાનો છે અને એવી જ કંઈક સ્થિતિ છે ધીરે ધીરે તમે જુઓ કે ધીરે ધીરે આગળ વધી ઓમાન તરફ જશે જ્યાં સુધી ઓમાનના દરિયાકાંઠે પહોંચશે ત્યાં સુધી એટલી મજબૂત પણ નથી એ ત્યાં જ એને ફંટાઈ જવાની છે જો એ વધારે મજબૂત બનતી જાત તો

પછી એ ચક્રવાત બનત અને એ બીજા દેશને અસર વધારે કરત જો કે ગુજરાતની નજીક જો એ વધારે મજબૂત બનત દરિયા કાંઠે અને વેગ મળત તો ગુજરાતમાં પણ ભયાનક વરસાદ લઈને આવત પણ મોટાભાગે આપણે એવું માનવાનું કે આ ચોમાસાનો છેલ્લો રાઉન્ડ હતો વરસાદનો એના પછી થોડા જ સમયમાં હવે હવામાન વિભાગ એતારીખ આપી દેશે કે હવે ચોમાસાની વિદાયનો આ સમય છે ધીરે ધીરે મોનસૂન વિથડ્રોલ પ્રોસેસ જે છે એ પણ શરૂ થઈ ગઈ છે કચ્છમાં તો ચોમાસુ નિષ્ક્રિય પણ થઈ ગયું હતું પણ સિસ્ટમને કારણે ફરી એકવાર ચોમાસું સક્રિય થયું હતું એટલે હવે જે વરસાદના રાઉન્ડથી આપણે ડરી રહ્યા હતા એટલો ભારે વરસાદ નથી પડવાનો આગામી બે ત્રણ દિવસ સુધી બીજી ત્રીજી તારીખ સુધી વરસાદ તો પડવાનો છે

સાર્વત્રિક વરસાદ રહેશે પણ અમુક આઇસોલેટેડ પ્લેસિસ પર વધારે વરસાદ પડશે એટલે ગુજરાતના અમુક ભાગોમાં ખૂબ વધારે વરસાદ પડશે આપણે સેટેલાઈટ મેપમાં પણ જોઈએ હવામાન વિભાગના સેટેલાઈટ મેપમાં જોઈએ તો આપણનેખબર પડે સિસ્ટમની અસરો કેટલી વધારે છે એટલે આ તમને વાદળો દેખાતા હશે એ વાદળો દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્રના ભાગોને અસર કરતા દેખાઈ રહ્યા છે એટલે તમે જુઓ કે અહીંયા સૌરાષ્ટ્રના જેટલા પણ દેવભૂમિ દ્વારકાથી રહીને આ બાજુ વેરાવડ અને ઉનાવાળો જે દરિયાકાંઠાનો આખો વિસ્તાર છે ભાવનગર સુધીનો ત્યાં બધી જગ્યાએ ભારે વરસાદ લઈને આવશે બાકી એના આઉટરક્લાઉડ એટલા બધા ફેલાયેલા છે કે આખા ગુજરાતમાં વરસાદ લઈને આવી શકે તેવી સંભાવનાઓ હતી અને

એ સંભાવનાઓ અત્યારે સાચી પણ પડી રહી છે એટલે ગુજરાતમાં વરસાદનો આ જે છેલ્લો રાઉન્ડ હતો એ મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ સાથેઆવ્યો અતિભારે વરસાદ અમુક વિસ્તારોમાં પડ્યા એટલે હવામાન વિભાગ હવામાન નિષ્ણાંતોએ જે આગાહી આપી હતી એ સાચી પડી છે પણ હવે આગામી એક બે દિવસ સુધી સૌરાષ્ટ્ર ખૂબ ધ્યાન રાખવાનું છે દરિયાકાંઠાના વિસ્તારોએ સાવધાન રહેવાનું છે ત્યાં ઓલરેડી ઘણા બધા બંદરો પર સિગ્નલ આપી દેવામાં આવ્યા છે જે ભયજનક છે અને સાથે જ બહુ જ બધા દરિયાકાંઠાના વિસ્તારોમાંથી લોકોને સાવચેત કરી દેવામાં આવ્યા છે અત્યારે જે કરંટ કહેવાય અરબી સમુદ્રમાં એ ખૂબ વધારે છે

એટલે ભારે પવન સાથે વરસાદ પડે તેવી સંભાવના આટલા દિવસ જે આ સિસ્ટમની અસર રહી એમાં મોટાભાગે તમે એફીલ કર્યું હશે કે જેટલો પણ વરસાદ પડ્યો એ ગાજવીજ સાથે થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે અને પવન સાથે વરસાદ પડ્યો છે સૌરાષ્ટ્રના વિસ્તારો દરિયાકાંઠાના વિસ્તારો એ સાવધાન રહેવાનું છે તમારે ત્યાં કેવો વરસાદ છે અમને કમેન્ટ્સમાં જણાવજો હવામાન વિભાગ હવામાન નિષ્ણાં જે માહિતી આપતા રહેશે તમારા સુધી પહોંચાડતા રહીશું નમસ્કાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *