બચ્ચન પરિવારને લઈને હાલમાં મોટી ખબર સામે આવી છે બચ્ચન વહુ ઐશ્વર્યા રાય હવે હાઈકોર્ટ પહોંચી ગઈ છે તેમણે દિલ્હી હાઈકોર્ટમાં પોતાની અરજી દાખલ કરી છે ઐશ્વર્યાના વકીલે કોર્ટમાં સુરક્ષાની માંગ કરી છે બચ્ચન પરિવાર છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહ્યો છે
પરિવારની અંદર મનદુઃખ અને મતભેદોની ખબર ઘણીવાર સામે આવી છે એટલું જ નહીં ઐશ્વર્યા અને અભિષેકના છૂટાછેડાની અફવાઓ પણ છેલ્લા દિવસોમાં ખૂબ ચર્ચામાં રહી હતીઆ તમામ વિવાદોના વચ્ચે હવે ઐશ્વર્યા રાયે પોતાની પર્સનાલિટી રાઈટ્સ (વ્યક્તિત્વ અધિકાર)ની સુરક્ષા માટે દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે.
હકીકતમાં ઐશ્વર્યાની તસવીરો વિવિધ વેબસાઈટ્સ પર ઉપયોગમાં લેવાઈ રહી છે આ પર રોક લગાવવા માટે અભિનેત્રીએ કાનૂની માર્ગ અપનાવ્યો છે કોર્ટમાં ઐશ્વર્યાના વકીલે એવી વેબસાઈટ્સ અને કન્ટેન્ટની વિગતો આપી છે જ્યાં તેમની મંજૂરી વિના તેમની તસવીરો અને નામનો ઉપયોગ કરીને પૈસા કમાવવામાં આવી રહ્યા છે
કોર્ટને જણાવાયું કે કેટલીક એવી વેબસાઈટ્સ છે જે સાથે ઐશ્વર્યાનો કોઈ સંબંધ નથી પરંતુ ત્યાં તેમના વોલપેપર અને ફોટા મૂકીને તેમને બ્રાન્ડ એમ્બેસેડર બતાવીને પ્રોડક્ટ્સ વેચવામાં આવી રહ્યા છે જેના કારણે લોકો ભ્રમમાં આવી રહ્યા છેમાત્ર એટલું જ નહીં ઐશ્વર્યાની AI ઈમેજનો ઉપયોગ કેટલાક અશ્લીલ વેબસાઈટ્સ પર પણ કરવામાં આવી રહ્યો છે
ઐશ્વર્યાના વકીલનો આક્ષેપ છે કે કેટલાક લોકો ફક્ત નામ અને પૈસા કમાવવા માટે તેમનો ચહેરો વાપરી રહ્યા છે તો કેટલાક તેમની છબીને લઈને જાતીય ઇચ્છાઓ પૂર્ણ કરી રહ્યા છે જે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે.
ઐશ્વર્યાના વકીલે દલીલ કરી કે આવી ગેરકાયદે પ્રવૃત્તિઓ તેમના વ્યક્તિગત અધિકારોનો ભંગ કરે છે અને આને તાત્કાલિક બંધ કરવું જોઈએ આવા ઉપયોગોથી ઐશ્વર્યાની ઈમેજ સતત ખરાબ થઈ રહી છે અને હવે તેના વિરુદ્ધ તેમણે કડક પગલાં ભર્યા છે–