બોલીવૂડના ખેલાડી અક્ષયકુમારે ફરી સાબિત કરી દીધું છે કે તેઓ એક ઉત્તમ અભિનેતા હોવા સાથે સાથે દેશના જવાબદાર નાગરિક પણ છેહકીકતમાં મુંબઈના જુહુ બીચ પરથી અક્ષયકુમારનો એક લેટેસ્ટ વીડિયો સામે આવ્યો છે
જ્યાં એક્ટર ગણેશ વિસર્જન પછી બીચ પર એકઠા થયેલા કચરાને સાફ કરતાં જોવા મળે છેહવે સોશિયલ મીડિયા પર અક્ષયકુમારનો આ વીડિયો ખુબ ચર્ચામાં છેફેન્સ તેમના આ દયાળુ અભિગમની ખુબ પ્રશંસા કરી રહ્યા છેઆ સારા કામમાં એક્ટરને હાથ બટાવવા માટે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની પત્ની અને તેમની દીકરી પણ સાથે હાજર રહી
આ દરમિયાનનું લેટેસ્ટ વીડિયો દર્શકો સુધી પહોંચ્યો છેઅક્ષયકુમાર અને અન્ય લોકો બીચ પર સફાઈમાં જોડાયા ત્યારે ઘણી હલચલ થઈ રહી હતી કોઈ કેમેરાવાળા લોકોને પાછળ થવા માટે કહી રહ્યું હતું તો
કોઈ લોકોને બાજુમાં ઊભા રહેવા સમજાવતું હતું. આ બધાની વચ્ચે અક્ષયકુમારે સંદેશ આપ્યો કે ઇકો-ફ્રેન્ડલી ગણપતિનો ઉપયોગ કરવો જોઈએ જેથી આપણા સમુદ્ર પ્રદૂષિત ન થાયતેમણે જણાવ્યું કે પોપ (POP), પ્લાસ્ટિક અને અન્ય ઝેરી કચરાના કારણે બીચ ગંદા થઈ જાય છેએટલે શક્ય હોય ત્યાં સુધી માટીના ગણપતિ બનાવો અથવા તો આર્ટિફિશિયલ પોન્ડમાં જ વિસર્જન કરોતેમણે સમજાવ્યું કે
બીએમસી અને એનજીઓઓ પોતાની કામગીરી કરી રહ્યા છે પરંતુ સાચી જવાબદારી તો દરેક વ્યક્તિએ લેવી પડશેબિઝનેસમેન હોય, પોલિટિશિયન હોય કે એક્ટર્સ — બધાએ મળીને સંદેશ આપવો પડશે કે આપણો તહેવાર સ્વચ્છ રીતે ઉજવવો જોઈએઅક્ષયકુમાર સાથે જોડાયેલા લોકોને પણ લાગ્યું કે એક જ પૃથ્વી છે તેને સુરક્ષિત રાખવી આપણી ફરજ છે
પ્લાસ્ટિકના ફૂલ, પેઇન્ટ્સ, ટોક્સિક મટીરિયલનો ઉપયોગ બંધ કરીને બાયોડિગ્રેડેબલ મટીરિયલ જ વાપરવું જોઈએ જેથી આપણું સમુદ્ર સ્વચ્છ અને સુંદર રહેઆવતી પેઢી માટે પણ તે લાભદાયી રહેશે અને આપણા સ્વાસ્થ્ય માટે પણ સારું રહેશેઅંતે સૌએ શપથ લીધી કે કચરો નહીં ફેંકીએ અને બીચને હંમેશા સ્વચ્છ રાખીશું-