Cli

ગુજરાતમાં કઈ જગ્યાએ ભયંકર વરસાદના કારણે સ્કૂલો બંધ રાખવા માટે તંત્ર દ્વારા આદેશ આપવામાં આવ્યો છે?

Uncategorized

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, નવસારી અને વલસાડ માટે યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે.

વાત કરીએ વરસાદી સિસ્ટમની તો ડિપ્રેશન જે છે તે ઉત્તર ગુજરાત અને દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા છ કલાક દરમિયાન લગભગ 2 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણપશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે. સૌપ્રથમ વાત કરીએ કચ્છની તો જિલ્લામાં ભારે વરસાદના કારણેજીએrરટસીના 10 રૂટ બંધ કરવામાં આવ્યા છે.

જેમાં ધોરડો હાજીપીર રતળિયા ભોજાય રાપર રામાવાવ પછી રામાવાવથી લોધીડા રાપર બાલસર વ્રજવાણી રાપર ધોરાવીડા રાપર ગેડી ફતેગઢ આગોઈ પછી લખપતથી મેવાસા માણબા રાપર અને આમ 10 રૂટ બંધ રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત કચ્છ જિલ્લામાં નેશનલ હાઈવે 927સી જે ચિત્રો રાપર બાલસરને જોડે છે તેને પણ બંધ રાખવામાં આવ્યો છે. ભયંકર વરસાદને કારણે મધ્યમ સિંચાઈ યોજનાના કુલનવ ડેમો સંપૂર્ણપણે ભરાઈ ગયા છે.

વાત કરીએ બનાસકાંઠાની તો ત્યાં પણ ભારે વરસાદના કારણે પરિસ્થિતિ ખૂબ જ તંગ છે. વાવ તાલુકાના માળકા ગામે ભારે વરસાદના કારણે ગામમાં જવાના તમામ રસ્તા બંધ થઈ ગયા છે. ખેતરોમાં પબ્લિક ફસાઈ ગઈ છે. આમ હવે ગામના લોકો દ્વારા પાણીની વચ્ચે ફસાઈ ગયેલા લોકોને બહાર કાઢવા માટે એનડીઆરએફની ટીમો મોકલવા માટે ગુહાર લગાવવામાં આવી રહી છે. જિલ્લામાં ભારે વરસાદને કારણે આજે તમામ આંગણવાડી શાળાઓ કોલેજો બંધ રાખવામાં આવી છે.

બનાસકાંઠામાં વહીવટી તંત્રએ કોઈપણ કટોકટીની સ્થિતિનો સામનો કરવા માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો તયનાત રાખીછે. સાબરકાંડા જિલ્લામાં પણ મેઘરાજાએ જબરજસ્ત બેટિંગ કરી છે જિલ્લાના તંત્ર દ્વારા ખેડબ્રહ્મા પોશીના અને વિજયનગર તાલુકાના તમામ આંગણવાડી કેન્દ્રો પ્રાથમિક અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રજા જાહેર કરી દીધી છે. જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સર્વત્ર વરસાદ નોંધાયો છે

જેમાં ચોમાસામાં અત્યાર સુધીમાં 143% વરસાદ પડી ચૂક્યો છે. વાત કરીએ મધ્ય ગુજરાતના ખેડા જિલ્લાની તો ભારે વરસાદના કારણે જિલ્લાના કેટલાક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સાબરમતી, મહી, વાત્રક અને શેઢી વગેરે નદીઓ અને બીજા નાળાઓમાં પૂરની સ્થિતિ ઊભી થવા પામેલ છે.આ ઉપરાંત આજે ખેડા કલેક્ટર દ્વારા જિલ્લાની તમામ આંગણવાડીઓ પ્રાથમિક શાળાઓ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ બંધ રાખવામાં આવી છે. આમ ગુજરાતમાં જે ઉત્તર ગુજરાત છે ત્યાં મેઘરાજાએ જબરજસ્ત બેટિંગ કરી છે અને આ સાથે જ મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓ છે ત્યાં પણ વરસાદનો તાંડવ જોવા મળ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *