પ્રોડ્યુસર બોની કપૂરે પોતાનો દુઃખદ અનુભવ જણાવ્યો કે કેવી રીતે અજય દેવગન જેવા સુપરસ્ટાર સાથે ફિલ્મ બનાવવાથી તેમને ભારે નુકસાન થયું અને જે ફિલ્મ ₹120 કરોડના બજેટમાં બનવાની હતી એ બનાવવા માટે ₹210 કરોડ લાગી ગયા અને ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ થઈ ગઈ બોની કપૂરે કહ્યું કે આ ફિલ્મ બનાવવામાં તેમનો ઘણો ખર્ચ થયો અને ફિલ્મનો જે હ્યુજ બજેટ છે.
એ ફિલ્મ પ્રોડક્શન પર નહોતો પણ ફિલ્મના ક્રૂ મેમ્બર્સના ખાવા પીવાની વ્યવસ્થા પર લાગી ગયો आखिर આ ફિલ્મની મેકિંગ દરમિયાન એવું શું થયું કે બોની કપૂરને એટલો મોટો લોસ થયો અને પૈસા લોન લઈને લોકોને સેલરીઝ ચુકવવી પડી એ જાણીએ આ ફિલ્મ છે મેદાન અજય દેવગન સાથે બોની કપૂરે
આ ફિલ્મ બનાવી હતી આ ફિલ્મની મેકિંગ 2020 થી જ શરૂ થઈ ગઈ હતી ફિલ્મના ક્રૂ મેમ્બર્સ માટે 200 થી 250 આર્ટિસ્ટોને ભારતની બહારથી બોલાવાયા હતા બોની કપૂરે આર્ટિસ્ટોને બોલાવ્યા અને તુરંત જ કોરોના લોકડાઉન લાગી ગયું હવે આ આર્ટિસ્ટોને રોકાવા તેમના ખાવા પીવાની વ્યવસ્થા કરવી એ બધું બોની કપૂરે દરરોજ કરવું પડતું હતું ત્યાં સુધી કે ભારતની બહાર જવાની ફ્લાઈટ્સ ફરી શરૂ ન થઈ ગઈ બોની કપૂરે કહ્યું કે બધા લોકોનું ખાવાનું દરરોજ તાજમાંથી મંગાવવું પડતું હતું અને તેમના ખાવા રહેવા અને પાણી પીવાની વ્યવસ્થા કરવી પડી કોરોનાથી બોની કપૂર જેમ તેમ સંભાળ્યા તેમણે ઘણો બધો પૈસો એમાં લગાવ્યો
અને પછી જ્યારે કોરોનામાં થોડી રાહત આવી ત્યારે બોની કપૂરે ફરી એકવાર શૂટિંગની પ્લાનિંગ કરી અને મુંબઈમાં ફિલ્મનું એક સેટ બનાવ્યું એક સ્ટેડિયમ ઊભું કરાયું પરંતુ ત્યારે તોફાને આ આખું સેટ તોડી નાખ્યું અને ફરી એકવાર જે ક્રૂ મેમ્બર્સ બોલાવવામાં આવ્યા હતા બહારથી તેમને ખવડાવા પીવડાવા અને તેની તમામ વ્યવસ્થા જોવી પડી આ તોફાનમાંથી જેમ તેમ સંભળી બોની કપૂરે ફરી ફિલ્મની મેકિંગ શરૂ કરી તો કોવિડ રેસ્ટ્રિક્શન્સ ખૂબ જ વધારે હતા તેના કારણે સેટ પર ખૂબ જ સંભાળીને શૂટ કરવું પડ્યું પાણીની બોટલ્સ પર એક સારો ખાસો પૈસો ખર્ચ થયો છે બોની કપૂરે જણાવ્યું કે પાણીની બોટલ્સ માટે તેમણે એક બ્રાન્ડ સાથે ટાઈ અપ કર્યું હતું
અને છેલ્લે જ્યારે એ બ્રાન્ડે બિલ મોકલ્યું ત્યારે એ બિલ બહુ મોટું હતું અંતે આ ફિલ્મ રિલીઝ થઈ પરંતુ ફિલ્મથી તેમને ભારે નુકસાન થયું એવી હાલત થઈ ગઈ કે જે લોકો આ ફિલ્મમાં કામ કરી ચૂક્યા હતા તેમની ફી આપવા માટે બોની કપૂરને પૈસા ઉધાર લેવા પડ્યા બોની કપૂરે કહ્યું કે આ વસ્તુઓ હું કોને સમજાવું અને કેવી રીતે સમજાવું કે એક ફિલ્મે પડ્યા પડ્યા જ મારા ₹100 કરોડ ડૂબાડી દીધા