આ પ્રકારની સ્થિતિ ધીરે ધીરે 182 વિધાનસભા ક્ષેત્રમાં થવા જઈ રહી છે એનું સૌથી મોટું ઉદાહરણ એ છે કે મંત્રીમંડળના વિસ્તરણની વાત કેટલાય સમયથી ચાલી રહી છે પણ અટવાયેલી છે એક સરસ મજાનું ગુજરાતી કહેવત છે કે શકટનો ભાર જાણે શ્વાનતાણે સચિવાલયમાં બેઠેલા અમુક મંત્રીઓને એટલે 17 માણસોને એવું લાગે છે કે આખું રાજ્ય એ ચલાવી રહ્યા છે. હકીકત એ છે કે ગાલ્લાના ભાર નીચે એટલા બધા દટાઈ ગયેલા શ્વાન જેવી પરિસ્થિતિ છે ગુજરાત રાજ્યના મંત્રીમંડળની કે કા તો અમુક લોકો એકદમ ઇનસફિશિયન્ટ ભર્યા છે કે જેમની પોતાની ક્ષમતા પોતાના ક્ષેત્રને પોતાના વિધાનસભા ક્ષેત્રને પણ હેન્ડલ કરવાની નથી એમના માથા પર તમે મંત્રીપદનો એટલો મોટો ભાર નાખી દીધો છે એમને સતત ભાર લાગ્યા કરે છે એમને એવું લાગે છે કે એ સરકાર ચલાવી રહ્યા છે હકીકતમાં સરકારમાં એમનું યોગદાન કેટલું એ તો કેબિનેટ બેઠકમાં છેલ્લે બધું પૂરું થાય ત્યારે મુખ્યમંત્રીને જઈને બહુ અંગત ખાને પૂછવું જોઈએ કે કયા વ્યક્તિ છે કેટલું યોગદાન આપી રહ્યા છે. મુખ્યમંત્રી સહિત નવ કેબિનેટ મિનિસ્ટર છે. આપણી પાસે આઠ રાજ્ય કક્ષાના મંત્રીઓ છે. મંત્રીમંડળનું વિસ્તરણ થાય તો ભારતનું બંધારણ કહે છે કે કોઈપણ રાજ્યમાં
એની જેટલી ક્ષમતા છે લેજીસ્લેટિવ એસેમ્બલીની એના 15%થી વધારે માણસો તમે મંત્રી ન બનાવી શકો. ઓછામાં ઓછા 12 હોવા જોઈએ. કોઈ કોઈ પણ નાનું રાજ્ય હોય તો પણ અને ગમે તેટલું મોટું રાજ્ય હોય 15% થી વધારે મંત્રીઓ ન હોવા જોઈએ. એટલે તમે 182 માંથી 82 લોકોને મંત્રી ન બનાવી શકો. એની સીમા છે 182 ના 15ટ એટલે 27 જેટલા મંત્રીઓ તમે બનાવી શકો હવે 27 નું મંત્રીમંડળ આપણી પાસે નથી આપણે 17 મંત્રીઓથી ગુજરાત રાજ્ય ચલાવી રહ્યા છીએ એ 17 માંથી બચું ખાબડ કેટલાય સમયથી આવી નથી રહ્યા કેમ કે એમને દૂર રખાઈ રહ્યા છે પરષોત્તમ સોલંકીની ગણતરી કરવી કે કેમ એ બહુ મોટો પ્રશ્ન છે
કેમ કે એ ગમે તેટલા શક્તિશાળી કે કદ્દાવર નેતા હોય સચિવાલયમાં એમની હાજરીને ને એમના કામને કોઈ લેવા દેવા નથી. પરષોત્તમ સોલંકી જેવા નેતાઓ ભારતીય જનતા પાર્ટી કરતાય કેટલા કદ્દાવર અને વિશાળ છે એનું બહુ મોટું ઉદાહરણ છે ભારતીય જનતા પાર્ટીના દરેક મંત્રીઓ માટે નિયમ છે એમણે હાજર રહેવાનું છે એમણે સચિવાલયમાં રહેવાનું છે એમણે મુલાકાતીઓને મળવાનું છે ખૂબ બધા નીતિ નિયમો છે પણ આ કોઈ જ નીતિ નિયમો એ મંત્રીઓને લાગુ નથી થતા જે મંત્રીઓ પોતાના દમથી પોતાના બળથી ચૂંટાય છે અને એટલે જ બંને સોલંકી ભાઈઓ જે છે એ ભારતીય જનતા પાર્ટીના કારણે નથી ચૂંટાઈ રહ્યા એમની
તાકાત એમનો સમાજ છે એ કોળી સમાજના કારણે ચૂંટાય છે અને કોળી સમાજને જે સૌથી મોટા માને છે ને એટલા જ માટે એમની આખા લિસ્ટમાં ગણતરી કે ચર્ચાએ બહુ અસ્થાને થઈ જાય છે. બચ્ચુ ખાબડ ગેર હાજર થઈ ગયા બિખુસિંહ પરમારના મંત્રીપદ પર લટકતી તલવાર છે. આ સ્થિતિમાં બાકીના કેટલાય કેબિનેટ મિનિસ્ટર પણ એવા છે ખૂબ બધા રાજ્યકક્ષાના મંત્રીઓ એવા છે કે જેમનું એટલું સરસ પ્રદર્શન રહ્યું છે કે એમને એમને પ્રમોશન મળીને એમને કેબિનેટ મિનિસ્ટર બનાવાય એવી સંભાવનાઓ ચાલી રહી છે અને તોય મહત્તમ જગ્યાઓ 13 જેટલી થઈ શકે છે 13 જેટલી પૂરી જગ્યાઓ ભારતીય જનતા પાર્ટી ભરવાની નથી એ
ભારતીય જનતા પાર્ટીની તાસીર નથી અને એટલે જ ગુજરાતને લગભગ આઠ થી 10 નવા મંત્રીઓ મળી શકે છે બાકીની ત્રણ ચાર જગ્યાઓ લાલચ માટે એમ પણ એટલે ખાલી રાખવી પડે કે ઈમરજન્સીમાં કાલે જરૂર પડી અને કોંગ્રેસના કોઈ ધારાસભ ને ખરીદવાના થયા તો એમને કઈ લાલચ આપવાની એટલે લાલચ આપવા માટે એમ પણ એક બે પદ તો મોટા ભાગે ખાલી રખાતા હોય છે અડધી રાત્રે કોઈને ઉઠાવીને બીજા દિવસે શપથ લેવડાવાના હોય મંત્રીપદના તો એના માટે જગ્યાઓ ખાલી રહેતી હોય છે. જયેશ રાદળિયાની અમિત શાહ સાથે મુલાકાત હોય કે હાર્દિક પટેલની પ્રધાનમંત્રી મોદીની સાથે વાયરલ થયેલી
તસ્વીર એ કોઈ તસ્વીર તમે એને સાંકેતિકની જેમ જોઈ શકો કે મંત્રીમંડળમાં એમને સ્થાન મળી શકે એમ છે. હકીકત એ છે કે ભારતીય જનતા પાર્ટીમાં આ ચહેરાઓને બહુ જ સરળતાથી મંત્રીમંડળમાં સ્થાન મળી જશે એ વાતને બહુ સંભાવનાની જેમ નથી જોવાઈ રહી અને જો એમને સ્થાન મળે છે તો પછી ભારતીય જનતા પાર્ટીની અલગ રણનીતિ એ રણનીતિ કે જે દબાણોમાં નિર્ણય લે છે એ રણનીતિ કે જે જાતિઓના દબાણમાં અથવા એના આધાર પર નિર્ણય લઈ રહી છે એ રણનીતિ કે જેને બીજાના પોતાના ચહેરાઓ નથી દેખાતા આ સમસ્યાઓ એમની સામે રહેવાની છે પણ પ્રશ્ન એ છે કે 15% ની જગ્યાએ 50%
ધારાસભ્યોને પણ જો મંત્રીમ બનવા મળી જાય તો પણ એ મંત્રી બન્યા પછી કરશે શું? શું એ પ્રજાના મુદ્દાઓ ઉઠાવશે શું એ પોતાની જ સરકારને કહી શકશે કે મિડલ ક્લાસ તમારા પગ નીચે કચડવા માટે પેદા કરેલો કોકરોચ નથી મિડલ ક્લાસ મચ્છર નથી કે તમે એને ગમે તેમ મસળી નાખો મિડલ ક્લાસ એ તમારી પ્રયોગશાળા નથી કે તમે ઈચ્છો એમ એના પર પ્રયોગ કરતા જાવ વાત કરવી છે ઇથેનોલ વાળા પેટ્રોલની 20% મિક્સ કરીને ઇથેનોલ વાળું પેટ્રોલ આપવું એ ભારતનું સપનું છે ભારતનો પ્રયત્ન છે કે આપણે આવનારા વર્ષમાં આપણે 30 એટલે કે 30% ઇથેનોલ વાળું પેટ્રોલ વાપરીશું
એવું બની શકે કે આપણે ફ્લેક્સી કાર લાવીશું ફ્લેક્સી ફ્યુલ વાળી કે જેમાં તમે પેટ્રોલ પણ ભરાવી શકો અને ખાલી ઇથેનોલ પણ રાખી શકો અને ડીઝલ પણ રાખી શકો એક જ ગાડીમાં અલગ અલગ ફ્યુલના ઓપ્શન મળે એવી કાર પણ માર્કેટમાં હશે ને જેના આધાર પર આપણે ફ્લેક્સી ફ્યુલ ફ્યુલ પણ રાખીશું અને એક દિવસ એવો આવશે બ્રાઝીલની જેમ કે જ્યારે આપણે 100% ઇથેનોલ પર ચલાવતી ગાડીઓ આપણા દેશ પર દોડતી હશે સરકારનું સપનું બહુ જ ગજબ અને બહુ અદ્ભુત છે બ્રાઝીલનું ઉદાહરણ આપે એટલે કોઈપણ વિદેશનું ઉદાહરણ આપીને મોટાભાગે સરકારો એવું ઠસાવવાનો પ્રયત્ન કરે છે કે દુનિયાના બાકીના દેશોમાં જો આ
થઈ શક્યું તો ભારતમાં કોઈ નવી વાત નથી બ્રાઝીલને કોઈ નુકસાન નથી થયું તો ભારતને શું થવાનું બ્રાઝીલમાં 1970 થી આ કામ શરૂ થયું જ્યારે ખબર પડી કે ક્રૂડ ઓઇલના ભાવ આપણે ક્રૂડ ઓઇલ બહારથી લઈએ છીએ દુનિયામાંથી આપણે લાવવું પડે છે અને દુનિયા જ્યારે અનિયંત્રિત થાય ત્યારે એની આપણા માણસો પર બહુ મોટી અસર થાય છે. 1970 થી ચાલુ થયેલું કામ તમે એને 2025 માં જ્યારે ઉદાહરણ આપો છો ત્યારે આપણા માટે સમજવામાં એ મોડું છે કે આપણે પાંચ વર્ષમાં એ લાગુ નહીં કરી શકીએ. પાંચ વર્ષનો ડેટા શું છે? ડેટા બહુ જ બધું છે એમાં સૌથી સરસ ડેટા શું છે એ કહીએ તો આપણે ફોરેન
એક્સચેન્જમાં 1,13,000 કરોડ રૂપિયા બચાવ્યા. 1,13,000 કરોડ એટલે એટલે બચાવ્યા કેમ કે આપણે ઓછું ક્રૂડ વાપરવું પડ્યું. 20% જ્યારે પેટ્રોલ તમે 1 લીટર પેટ્રોલ ખરીદો છો તો એની અંદર 20% ઇથેનોલ આવી રહ્યું છે 20% ઇથેનોલ આવે છે તો એનો મતલબ 20% પેટ્રોલ ઓછું વપરાઈ રહ્યું છે 193 લાખ મેટ્રિક ટન ક્રુડ ઓઇલ આપણે બચાવ્યું છે આંકડો કહી રહ્યો છે કે 2013 14 માં આપણે ઇથેનોલ 38 કરોડ લીટર વાપરતા હતા 2023 24 માં એ જ આંકડો 707 કરોડ લીટરનો છે એટલે 38 કરોડથી 707 કરોડ સુધી પહોંચવાની 707 કરોડ લીટર સુધી પહોંચવાની આપણી આ અદભુત યાત્રા રહી છે હવે વાત છે સમસ્યાઓની પેટ્રોલ પંપ પર તો પેટ્રોલ પંપના માલિકોએ અને ઓઇલ કંપનીએ બહુ જ સરળતાથી બોર્ડ મારીને એવું કહી દીધું કે 20% ઇથેનોલ વાળું પેટ્રોલ આવે છે ને એટલે જ ટાંકી સાફ કરાવતા રહેવી નહીં તો ખરાબ થઈ શકે છે. યુઝર્સ ફરિયાદ કરી રહ્યા છે કે એમની કાર માઈલેજ ઓછું આપી રહી છે. એન્જિનમાં કોઈ સમસ્યાઓ આવી રહી છે. તકલીફ એ છે દેશમાં કે 2023 ઓનવર્ડસ જેટલા પણ કાર નવી બની કે જેટલા નવા એન્જિન બન્યા એ 20% ઇથેનોલ કે એના માટે સક્ષમ છે. એની પહેલાની જે કાર છે એ 20% ઇથેનોલ વાળા પેટ્રોલથી ચાલવા માટે એટલી સરળતાથી નથી
બનેલી. કાર ચાલી રહી છે પણ એની ગુણવત્તા પર બહુ મોટી અસર થઈ રહી છે. બ્રાઝીલ જેવા દેશનું ઉદાહરણ આપીને આપણે દેશના નાગરિકોને મૂરખ નથી બનાવી શકતા. સૌથી મોટો પ્રશ્ન એ છે કે તમે 20% ઇથેનોલ વાપરી રહ્યા છો મતલબ 1 લીટરમાં તમે 20% પેટ્રોલ ઓછું આપી રહ્યા છો. પેટ્રોલ અને ઇથેનોલ નો ભાવ સરખો છે આંતરરાષ્ટ્રીય બજારોમાં જ્યારે ક્રૂડ ઓઇલના ભાવમાં ફેરફાર આવે છે વધઘટ થાય છે એની સીધી અસર ભારતના સામાન્ય નાગરિકને નથી થતી મોટા ભાગનો પૈસો એ સરકારના કર્મમાં અને કંપનીના નફામાં જતો રહે છે કંપની નફો કરે છે કંપની પાસેથી સરકાર ટેક્સ વસૂલે
છે. સરકાર એવો આરોપ લગાવી રહી છે કે ઓઇલ માફિયા છે ઇથેનોલ વિશે ગેરસમજ ફેલાવી રહ્યા છે. ઇથેનોલ ને બાકીના બધા ઓઇલ કંપનીઝ ને બાકી બધા લોકો એવું કહી રહ્યા છે કે તમે સુગરકેન માફિયા છો સુગર માફિયા છો ઇથેનોલ જેમાંથી પેદા થાય છે એ તો એના કારણે એની લોબીની અસર થઈ રહી છે નિતિન ગડકરીના પોતાના દીકરાની સંપત્તિ પર સવાલ છે એમનો પોતાનો વ્યવસાય ઇથેનોલ સાથે સંકળાયેલો છે અને એટલે જ એવો પ્રશ્ન થઈ રહ્યો છે કે અહીંયા તો કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ છે પણ એ બધાથી ઉપર ઉઠીને બાકીની બધી જ વાતો ટેકનિકલ વાતો પણ બાજુ પર મૂકી દઈએ તોય મોલાસીસમાંથી બનતા ઇથેનોલનો ભાવ
55 55 રૂપિયા છે 55 થી 58 રૂપિયા 1 લીટરનો ભાવ હોય તમે જ્યારે પેટ્રોલ આપી રહ્યા છો 20% ઇથેનોલ નાખીને તો એ પેટ્રોલ સસ્તું કેમ નથી મળી રહ્યું ગ્રાહકને એક રૂપિયાનો ફાયદો પણ નથી મળી રહ્યો તમે જ્યારે બ્રાઝીલનું ઉદાહરણ આપો છો ત્યારે બ્રાઝીલમાં ઇથેનોલનો ભાવ અને પેટ્રોલનો ભાવ અલગ છે 100 રૂપિયામાં ઇથેનોલ નથી પુરાવતા લોકો જે કંપની એવું કહી રહી છે કે અમે પ્યોર 100% શુદ્ધિવાળું ને મિક્સ કર્યા વગરનું પેટ્રોલ આપી રહ્યા છે એ તો 150 રૂપિયા લીટરના લઈ રહ્યા છે અને એટલે જ જો એ શુદ્ધ પેટ્રોલ આપવાને અમુક કંપની 150 રૂપિયા વસૂલી રહી છે કોઈ કહી રહ્યું છે કે 100 ટકા શુદ્ધિવાળું તમે પેટ્રોલ પુરાવો તો જ તમારું એન્જિન લાંબુ ચાલવાનું છે તો તમારી ગાડી લાંબી ચાલવાની છે તો જે માણસો ઇથેનોલ વાળું પેટ્રોલ મજબૂરીમાં પુરાવી રહ્યા છે એને કોઈ ડિસ્કાઉન્ટ કેમ નથી મળી રહ્યું? ખૂબ બધા પ્રશ્નોની વચ્ચે એના એ જ જવાબો છે નીતિન ગડકરીએ જ્યારે ટ્વીટર પર આના જવાબો આપ્યા છે તે સમયે ત્યારે એમણે જ કહ્યું કે ભાઈ આ તો પોલિટિકલ વેન્ડેટા છે રાજનૈતિક ષડયંત્ર છે આ દરેક વાતો દેશમાં તમે રાજનીતિ સાથે જોડી દો તો એનો જવાબ એમ નથી મળતો