નમસ્કાર હું છું કિરણ કાપુરે તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યુઝ વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ આપણી સાથે છે અને પોલીસની જે ભૂમિકા છે તે વિશે આપણે વાત કરવી છે નરેન્દ્ર મોદી વડાપ્રધાન આપણા બે દિવસ પૂર્વે ગુજરાતના મુલાકાતે હતા અને ત્યારે એટીએસના ડીવાયએસપી કિરણ પટેલે તેમના પ્રશંસામાં એક પોસ્ટ કરી હતી અને ત્યાર પછી આ ચર્ચા પૂરા ગુજરાતના પોલીસ બેડામાં છે કે પોલીસ ઓફિસર જ્યારે સરકાર સરકારના પક્ષે આ રીતે ઢળી જાય છે અને તેનાથી જે ન્યાયની અપેક્ષા હોય છે તે આપણા મનમાં ક્યાંક અવિશ્વાસ જગાવે છે તો આ વિશે પ્રશાંતભાઈ સાથે થોડી ચર્ચા કરવી છે
પ્રશાંતભાઈ સૌથી પહેલા તો પોલીસને આવી કોઈપણ ડીવાયએસપી કક્ષાના આ પોલીસ ઓફિસર છે કેમ એમની મજબૂરી કે આવી પોસ્ટ કરવી પડી એમણે વડાપ્રધાનના પ્રશંસા માટે સામાન્ય રીતે પોલીસે આવું ન કરવું જોઈએ સવાલ એવો છે કે કિરણ અત્યારે જે પોલીસ અમલદારો છે એટલે આપણું ગુજરાતનો જે પોલીસ દળ છે એમાંથી લગભગ 85% પોલીસ અમલદારો કે પોલીસ કર્મચારીઓ એવા છે કે જેમણે બીજી સરકાર જોઈ જ નથી એ ભરતી થયા બરોબર એટલે કે હું એવું કહીશ કે લગભગ 2000 માં જે લોકો ભરતી થયા અને આજે 2025 ચાલી રહ્યું છે. 25 વર્ષના ગાળામાં એમણે એક જ સરકાર જોઈ છે. એમણે સરકાર બદલાતી જોઈ જ નથી.
એના કારણે એમને એવું થઈ ગયું છે કે આ જ સરકાર આપણી માય બાપ છે અને આ સરકાર રાજી રહેશે તો આપણું ભલું થશે આ સરકાર નારાજ થશે તો આપણને નુકસાન થશે હા એ ચોક્કસ છે કે સરકાર નારાજ થઈ છે આ સરકાર ત્યારે ચોક્કસ ચોક્કસ નુકસાન એમણે કરેલું છે અનેક અધિકારીઓ અને કર્મચારીઓને એટલે એ ખોફ જે પોલીસ કર્મચારીઓમાં છે અધિકારીઓમાં છે એના કારણે તેઓ કોઈપણ રીતે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સરકાર કેવી રીતના રાજી રહે એની પળોજળમાં પડ્યા રહે છે કાયદો શું કહે છે એમને પોલીસ મેન્યુલ શું કહે છે એની ચિંતા બહુ ઓછી થતી જાય છે અને આ આપણી માટે ચિંતાનો વિષય છે પણ પ્રશાંતભાઈ ટ્રેનિંગ દરમિયાન જ્યારે પોલીસની આવી ટ્રેનિંગ થતી હશે ઓફિસરોની તો એમાં તો ચોક્કસ જ એમની ભૂમિકા એમને સમજાવવામાં આવતી હશે કે ભાઈ તમારે સરકારના પક્ષે આવી રીતે ન બોલું એ મને લાગે છે કે એક ડેકોરમ પોલીસમાં હશે તો જ્યારે કોઈ આવી રીતે કરે છે તો એના પર શું પોલીસમાં પોલીસના અંદર જ શું એ ચર્ચા જાગતી હશે એની એક બહુ અગત્યનો પ્રશ્ન તે પૂછ્યો છે કિરણ પણ મારે વાત કરવી છે કે આપણે ભણતા હોઈએ આપણે એક યુવાનીના દોરમાં પસાર થતા હોઈએ ત્યારે કોઈકને કોઈક આપણે નક્કી કરીએ છીએ કોઈક એવું નક્કી કરે છે કે હું બિઝનેસમાં જઈશ તો કોઈક એવું નક્કી કરે છે હું એજ્યુકેશન માં જઈશ કોઈક સાયન્ટિસ્ટ થવાનું વિચારે છે કોઈક ડોક્ટર થવાનું વિચારે છે કોઈક પત્રકાર થવાનું કોઈક પોલીસ થવાનું વિચારે છે આ બધી જ સફર દરમિયાન તમારો કોઈને કોઈ રોલ મોડલ હોય છે એક્ઝેટલી મનમાં કે ભાઈ હું પત્રકાર થઈશ તો આવો થઈશ આના જેવો થઈશ પોલીસ અધિકારીઓમાં પણ એવા રોલ મોડલ હતા હવે સ્થિતિ એવી થઈ છે કે જે લોકો પોલીસની કરાઈ એકેડેમીમાં આવે કે જૂનાગઢ કે વડોદરા આપણ પાસે ત્રણ પોલીસ એકેડમી લેવી છે એમાં ટ્રેનિંગ લેવા આવે ત્યારે કોને રોલ મોડલ માને અચ્છા કારણ કે એ આખો સમયગાળો પૂરો થઈ ગયો છે.
અત્યારે ગુજરાત પોલીસના નવા પોલીસ કર્મચારીઓ પાસે અધિકારીઓ પાસે એવું રૂલ મોડલ કોઈ નથી રહ્યું કે મારે આના જેવા પોલીસ અધિકારી થવું છે મારે આ અધિકાર આ પીઆઈ જેવું મારે થવું છે આ પીએસઆઈ જેવું થવું છે મારે આઈપીએસ જેવું થવું છે એ રોલ મોડલ આખું એટલા માટે આ 25 30 વર્ષના ગાળામાં ખતમ થતું ગયું કારણ કે જે લોકો રોલ મોડલ હતા એમણે રોલ મોડલ થવા માટે કિંમત ચૂકવી હ અચ્છા એટલે હું ઉદાહરણ રૂપે કહીશ કે અત્યારે જે પોલીસ કર્મચારીઓ છે એમણે ગાળો જોયો નથી બહુ કપરો ગાળો હતો કોંગ્રેસનો સમય હતો અને એવા અધિકારીઓ એ ભાજપ સરકારમાં જ રિટાયર થયા છે તાજેતરમાં જ છેલ્લા પાંચ સાત વર્ષમાં એ રૂલ મોડલ ગણાતા ગુજરાતના એ અધિકારીઓ રિટાયર થયા છે. તો ગુજરાતમાં એવા આઈપીએસ અધિકારી હતા કે જેને કોંગ્રેસ પસંદ નહોતી કરતી અચ્છા એટલે ત્યારે ચિમનભાઈ પટેલ ની સરકાર હતી કે પછી બીજી સરકારો આવી પણ જેને કોંગ્રેસ પસંદ નહોતી કરતી એવા અધિકારીઓને પણ સરકાર એક્ઝીક્યુટિવ પોસ્ટિંગમાં રાખતી બહુ મહત્વની જગ્યા ઉપર રાખતી કારણ કે સરકારને એ ખબર હતી કે આ માણસ આપણને ગમતો નથી પણ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આ માણસ ફિટ હ હું ઉદાહરણ કહીશ નામ પણ કહી શકું હું કે આવા રોલ મોડલ કોણ હતા
ગુજરાત પોલીસના જેમાં નામ છે એ કે સુરલિયા એ કે સિંહ આશીષ ભાટિયા સતીશ વર્મા પીકે જા એવા અધિકારીઓ હતા કે જેમના નામથી માત્ર ગુંડાઓને ડર લાગતો એટલું જ નહી લતીફ જેવા લતીફે તો જ્યારે સરન્ડર થવાની ફોર્મ્યુલા લતીફનો ત્રાસ વધ્યો પછી લતીફ ભારત છોડી દે છે અને પાકિસ્તાન જતો રહે અને પાછો આવવાની વાત કરે છે ત્યારે એને એવું એક સરકારને એક વિનંતી કરી તી કે હું પાછો તો આવું કે જો તમે મારી તપાસ એ કે સિંહ આશીષ ભાટિયા એ કે સુરલિયા પી કે જા સતીશ વર્મા પાસે ન કરાવો તો અચ્છા નામ જોગ નામજોગ કહ્યું હતું કે મને આનો ખૂબ ડર લાગે છે આ મને મારી નાખશે આ અધિકારીઓ તો એ ખોફ એ ગુંડામાં તો હતો પણ સરકારમાં પણ હતો સરકારને પણ એવું હતું કે આપણે જો કાયદોની વ્યવસ્થામાં 19 20 કરવા જઈશું હ તો આ નહીં ચાલે હ અને આ અધિકારીઓ સરકારને કહી શકવાની હિંમત ધરાવતા હતા મારી પાસેનું ઉદાહરણ પણ છે ઘણા બધા છે એમાંનું એક ઉદાહરણ છે કે 1993 માં રથયાત્રા નીકળે છે અમદાવાદમાં રથયાત્રા ઉપર લતીફ ગેંગ જ હુમલો કરે છે અને વ્યાપક પ્રમાણમાં તોફાન ફાટી નીકળે છે તોફાન નિયંત્રણમાં આવતા નથી ત્યારે મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલ હતા ગૃહમંત્રી નરહરી અમીન હતા જે નરહરી અમીન એ ભાજપમાં છે અને એટલે આ વાત એટલા માટે કોઈ કન્ફર્મ કરી શકે કારણ કે નર હરિયા જે છે અછા તમે એ કે સુરેલિયાને ન પૂછી શકો પણ નર હરિયાને પૂછી શકો તોફાન નિયંત્રણમાં આવી રહ્યા નહતા અને ત્યારે એક વાત એવી આવે છે કે કોણ તોફાનની નિયંત્રણમાં લાવી શકે તો વાત નીકળી કે ડેપ્યુટી પોલીસ કમિશનર એ કે સુરલિયાને જો જવાબદારી સોપાય તો એ શહેરને શાંત કરી શકે તેમ છે નરહરી અમીન બોલાવે છે એ કે સુરલિયાને એટલે પ્રોટોકોલ પ્રમાણે એ કે સુરલીએ ત્યાં આવે છે સેલ્યુટ કરીને ઊભા રહે છે અને નરહરી અમીન સીધો સવાલ પૂછે છે કે આ તોફાન બંધ થતા નથી તો તોફાન બંધ થવા જોઈએ તોફાન કેટલા સમયમાં
બંધ કરી આપશો એવું કો ત્યારે તમે એક આઈપીએસ અધિકારીની હિંમત જુઓ એ કે સુરેલિયા નરહરી અમીનને એવો જવાબ આપે છે કે તોફાન હું 48 કલાકમાં બંધ કરી દઉં પણ જો અમે જેને પકડીએ એને છોડાવવા માટે સીએમ ઓફિસ ફોન ન કરે અચ્છા આટલે હજ સુધી એ કહી શકતા હા કારણ કે જેને પોલીસ પકડતી તેને સીએમ ઓફિસમાંથી ફોન આવે કે ભાઈ આને છોડી દો આને છોડી દો અને એ ગુંડાઓને મોકળું મેદાન મળતું હતું. આવું એમણે નરહરી અમીનને મોડા મોડ કહ્યું કે સીએમ ઓફિસ ફોન કરે છે માટે તોફાન નિયંત્રણમાં આવતા નથી. આ ફોન બંધ કરો 48 કલાકમાં તોફાન હું બંધ કરી બતાડું. હ ત્યારે જ નરહરીય મીન્સ એકે સુરલિયાની હાજરીમાં હ ચિમનભાઈ પટેલને ફોન જોડે છે અચ્છા અને એવું કહે છે કે મારી સામે સુરલિયા બેઠા છે અને સુરલિયા એવું કહે છે કે તોફાન 48 કલાકમાં બંધ થાય જો સીએમ ઓફિસ ફોન કરવાનું બંધ કરે તો અને તમે હવે ચીમનભાઈની પણ તાસીર જુઓ ચીમનભાઈએ એવું કીધું કે સુરલિયાને એવું કહી દો કે 48 કલાક નહી 72 કલાક સુધી સીએમ ઓફિસમાંથી કોઈ ફોન નહી આવે અચ્છા મારે તોફાન બંધ જોઈએ અને એ કે સુરલિયાએ 48 કલાકની અંદર તોફાન બંધ કરી બતાડે તો પ્રશાંતભાઈ તમે જે આ ઉદાહરણ આપ્યું આ બહુ સરસ ઉદાહરણ છે પણ જે આ પોલીસનું જે કહો છો એ વલણ બદલાયું તો એમાં તો સમય ગયો હશે નહી એટલે હું બીજા ઉદાહરણ પણ આવું આ ઉદાહરણ આ નવી પોલીસને જાણવા માટે જરૂરી છે. પીકેજા જામનગરના એસપી હતા. હ અને પીકે જાને એક જાણકારી મળે છે કે રામાનાથા ગઢવી નામનો એક માથાભારે શખસ છે જેની ઘરે મોટા પ્રમાણમાં હથિયાર આવ્યા છે પણ રામાનાથા ગઢવીનું સીધું કનેક્શન સીએમ ચિમનભાઈ પટેલ સાથે હતું હવે એના ઘરે રેડ કરવી એટલે ચિમનભાઈને નારાજ કરવા જેવી વાત હતી છતાં પણ પીકેજા સીધા ગાંધીનગર આવે છે ડીજીપી એ કે ટેંડન હતા એકે ટેંડનને જાણકારી આપે એ કે ટંડન અને પીકેજા બંને મળી ગૃહમંત્રી સીડી પટેલ હતા.
એમની પાસે જાય છે એમને આખો માહોલ સમજાવે છે અને સીડી પટેલ એક જ સવાલ પૂછે છે કે આ વાત આપણા ત્રણ સિવાય ચોથું કોણ જાણે છે અને સીડી પટેલ ભીકે જાય એવો જવાબ આપે છે કે ના આ વાત આપણા ત્રણ સિવાય હવે ચોથાને નથી ખબર ત્યારે સીડી પટેલ એવું કહે છે કે તમે તાત્કાલિક જામનગર પાછા જાઓ હું આવું છું હું હું સર્કિટ હાઉસ રોકાવું છું અને તમે રેડ કરો. અચ્છા સીડી પટેલ ત્યાં પહોંચે છે અને પીકે જ્યાં રેડ કરે છે અને મોટા પ્રમાણમાં હથિયારો પકડે છે એના ઘરમાંથી રામાનાથા ગઢવીના ઘરમાંથી તો આ એસપીની એક બહાદુરી એક તાકાત હતી કે સીએમ નારાજ થાય તો ભલે થાય મને જે પોલીસ મેન્યુલમાં કે કાયદાની પોથીમાં જે જ્ઞાન મળ્યું છે એ પ્રમાણે જ હું કામ કરીશ અને એ રામાનાથા ગઢવીને ત્યાં રેડ કરવાની હિંમત કરે છે તો જ્યારે પોલીસ કરાઈ એકેડમીમાં ભણવા આવતી ત્યારે એમની પાસે આવો એક ભવ્ય ઇતિહાસ હતો અચ્છા ઓકે કે એ કે સુરળિયાની વાત કોઈ એમને ભણાવતું કોઈ પીકે જાની વાત ભણાવતું કોઈક સતીશ વર્માની વાત ભણાવતું કે સતીશ વર્મા જ્યારે પોરબંદરની અંદર સમાંતર સરકાર ચાલતી હતી શરમણ મુંજાની અને ત્યારે શરમણ મુંજાનું તોની હત્યા થઈ ગઈ હતી પણ પછી ભૂરા મુંજાએ ગેંગ સંભાળી હતી ત્યારે સતીશ વર્માનું પોસ્ટિંગ ત્યાં થાય.
છે અને પોરબંદરને ફરી ગાંધીનું પોરબંદર બનાવવાનું કામ આજે જે પોરબંદર શાંત છે એની કોઈને ક્રેડિટ આપવાની હોય તો સતીશ વર્માને આપવી પડે તો આ બધા જ ત્યારે કોંગ્રેસને ગમનારા અધિકારીઓ નહોતા પછી સત્તાનું પરિવર્તન થયું અને આ જ અધિકારીઓ હવે ભાજપને ગમતા ન થાય અને પછી તો સતીશ વર્માની છે સિલોન બદલી કરી દેવામાં આવી મલ્ટીપલ કારણો છે તો ત્યારે તમારી પાસે પાસે પોલીસ એકેડેમીમાં ભણાવો ત્યારે આવા અધિકારીઓને રોલ મોડલ તરીકે જોવામાં આવતા હતા કે હું ઓફિસર થઈશ તો આવો થઈશ હ આજે એવો કયો રોલ મોડલ રહ્યો છે ગુજરાત પોલીસ પાસે એના કર્મચારીઓ પાસે તો અત્યારે જે પીએસઆઈ કે પીઆઈ કે ડીવાયએસપી છે એમણે તો પોતાના એસપીને કે આઈજીને કે પોલીસ કમિશનરને ડરપોક જોયો છે હ કે એ એવું કહે છે કરી નાખોને સૂચના છે હ એટલે નીચેના કર્મચારરીઓને સમજાય છે પીએસઆઈપીઆઈ કે ડીવાયએસપીને કે આપણને જે સૂચના છે કહેવામાં આવે છે ખોટું કામ છે. હ નરેન્દ્ર મોદી અમદાવાદમાં આવવાના છે તો આપણે શું કામ કોઈને પૂરી દેવાના આપણે જેને પકડીએ છીએ કે હાઉસ એરેસ્ટ કરીએ છીએ એ ટેરરિસ્ટ છે આ પોલીસ સમજદારોને એ પણ ખબર છે કે સત્તા કાયમ રહેવાની નથી અને આપણે કાયમ પોલીસ રહેવાના નથી એક દિવસ આપણે નિવૃત્ત થઈશું ત્યારે આપણને આ બધું કટશે કારણ કે તમારી વાત કરનારું ત્યારે કોઈ નહી હોય વિરોધ પક્ષ નહી હોય પત્રકાર નહી હોય ત્યારે બહુ કપરી સ્થિતિ નિર્માણ થશે તો આ સ્થિતિ નિર્માણ થઈ છે પણ પ્રશાંતભાઈ એક ચર્ચા તો આમ તો રાજ્ય સ્તરે નહી આપણા દેશના સ્તરે થાય છે કે જ્યારે જ્યારે પોલીસનો એક ખોફ વધ્યો છે કા તો પોલીસ સરકારના કહયામાં હોય ને એ રીતે પગલા રહે છે ત્યારે કાયદો જે છે એ એ રીતે નથી જળવાતો જે રીતે જળવાવો જોઈએ કારણ કે પછી એ પોલીસ હાવી થઈ જાય છે અને પોલીસ મન ફાવે એ રીતે વર્તે છે તો એ જે વર્તવાનું છે પોલીસનું તો એ ક્યારથી આમ ધીરે ધીરે તમે જોયું તો એવું લાગ્યું તમને કે આ
ખરેખર આ દોરમાં સૌથી પોલીસનો ખરાબ દોર છે જુઓ ચિમનભાઈ પટેલને પણ અધિકારીઓ નહોતા ગમતા પછી આપણે વાત કરીએ ઘણા બધા સીએમ બદલાયા કેશુભાઈ સુધી વાત કરીએ આ ભારતીય જનતા પાર્ટીની કે કેશુભાઈને પણ કેટલાક અધિકારીઓ નહોતા ગમતા તો એવું હતું કે ભાઈ મને ફલાણો અધિકારી નથી ગમતો નથી ગમતો તો વાંધો નહી એને સાઈડ પોસ્ટિંગ આપી દો 2001 પછીનો ગાળો એવો શરૂ થયો કે જે મને નથી ગમતો એનો અર્થ કે એ મારું માનતો નથી અને મારું માનતો નથી તો એને સાઈડ પોસ્ટિંગમાં તો મૂકું પણ એના જૂના એની ભૂલો કાઢો અછા એની સામે કાર્યવાહી કરો એ જે બદલો લેવાની ભાવના થી બધું થવા લાગ્યું ત્યારથી શું થયું કે પોલીસ તો પરેશાન થઈ પણ પોલીસ ડરી પણ ગઈ હ કે માત્ર નહી ગમવું એટલું પૂરતું તો ને વાંધો ની મને નથી ગમતો તું કે તને હું નથી ગમતો પણ હું તને નથી ગમતો એટલે તું બદલો લઈશ મારી સાથે એ જે શરૂ થયું ત્યારથી આપણી પોલીસ ડરપોક થવા લાગી હ અને આમાં એક કારણ એવું હોઈ શકે એ જે તમે આગાઉ પણ વાત કરી કે લાંબા સમયથી બીજેપીનું શાસન છે એટલે પોલીસને એ ખોફ જતો રહ્યો કે હવે નવી સરકાર આવશે જો આપણે ખોટું કરીશું આપણે કાયદાની બહાર જઈને કઈક કરીશું હ તો અ મને નુકસાન જશે ખોફ હ જતો રહ્યો પણ મને ઇન્ટરેસ્ટિંગ ગઈ કાલે જ એક બહુ વાત ખબર પડી સારી વાત છે આમ તો ભાજપના નેતા છે પણ સારી વાત છે હું નામજોગ કહી શકીશ હર્ષ સંઘવીની વાત મને ખબર પડી કે હર્ષ સંઘવી જ્યારે વિદ્યાર્થી કાળમાં હતા બરાબર છે જ્યારે યુવા મોર્ચામાં એ સક્રિય હતા ત્યારે કોઈકને કોઈક આંદોલન થાય હ તો માર પડે હ તો એમને પણ જે પોલીસ અધિકારીઓએ માર્યા હતા સામાન્ય રીતે તો એવું છે હવે તો હિસાબ સરભર થાય છે કે તમે મારી સામે દંડો જોયું ના હોય ને તો પણ બદલો લેવાની વાત આવે પણ જેમણે હર્ષ સંઘવીને ફટકાર્યા હતા હ હર્ષ સંઘવી હવે ગૃહમંત્રી થઈ ગયા તો હર્ષ સંઘવીએ બોલાવીને એવું કીધું કે
ત્યારે હું મારું કામ કરતો હતો. તમે તમારું કામ કરતા હતા. હ અને તમે મને કઈ જે લાઠી મારી હોય તો તમારી ફરજના ભાગરૂપે છે તમે ચિંતા કરતા નહી એ ભાવ બદલો લેવાની ભાવના હુંથી હું પર છું તમારી સાથે ખોટું નહીં થાય એટલે આવા નેતાઓ પણ છે આ ઉદાહરણ એટલે આપ્યું કે આપણે આખું માહોલ તો એવો થાય કે ભાજપના બધા જ નેતા પોલીસ સાથે બદલો લેવાની ભાવનાથી કામ કરે છે એવું નથી અર્થ સંઘવીનું ઉદાહરણ મને હમણાં જ ખબર પડી ઓફિસરો પાસેથી બીજું કે પોલીસ જે રીતે કોંગ્રેસના બધા બધા નેતાઓને એમણે ડીટેન કર્યા વડાપ્રધાન આવ્યા ત્યારે પછી પહેલગામનો હુમલો થયો ને ત્યારે ચંડોળા તળાવમાં જે રીતે પોલીસે કાર્યવાહી કરી તો એ બધું જોતા પણ એવું લાગે છે કે ભાઈ પોલીસને આમ ઉપરથી ઓર્ડર આવે એટલે એ જાણે આમ તૈયાર જ હોય કે ભાઈ બસ અમે કાર્યવાહી કરી નાખીએ એ રીતે લાગે છે ના એટલે વાત સાચી છે એ સતત સતત સતત એવો પ્રયત્ન કરે છે પોલીસ કે કઈ રીતે હું મારા આકાને ખુશ રાખવાનો પ્રયત્ન કરું હ એમને ગમતું શું કરું? હું એવું શું કરું કે એનાથી ભારતીય જનતા પાર્ટીના વોટમાં કંઈક વધારો થઈ શકે. હ એવા સતત એમના પ્રયત્નો ચાલતા રહે છે અને આશ્ચર્ય એ છે કે આ બધા જે અધિકારીઓ છે ને એમાંથી હું માનું છું કે 95% અધિકારીઓ એવા છે કે એ ઈશ્વરમાં ભરોસો કરે છે. એ મંદિરમાં જાય છે એમની ચેમ્બરમાં જાવ તો એક સરસ ભગવાનની મૂર્તિ છે જેમાં એમને આસ્થા છે પણ એમને ડર પેલા ભગવાન કરતા પહેલા ગાંધીનગરમાં બેસનારનો વધારે લાગે છે કે દિલ્હીમાં વેસનારનો ડર વધારે લાગે છે તો મને એવું લાગે છે તો એમણે આ ડર જો ઈશ્વર કરતાં પણ એ લોકો મહાન હોય તો એમની પ્રતિમાઓ રાખવી જોઈએ હ એટલે અત્યારે આ જે મારા મિત્ર છે કિરણ પટેલ ડીવાયએસપી છે એ તો શિવ ભક્ત છે એ તો માનસરોવરની યાત્રા અવારનવાર કરે છે તો એમણે મોદી સ્તુતિ કરવાની જગ્યાએ શિવ સ્તુતિ કરી હોત હાતો તો વધારે સારું હતું પણ એમને એવું લાગ્યું
કે શિવ કરતા કરતા પણ કદાચ મોદી મહાન છે હા એટલે એમણે કરી એમણે કરી એનો વાંધો ની પણ યુનિફોર્મ ફોર્સમાં છે નોતી કરવી એમણે રાજીનામું આપી દેવું હતું અને પછી એ મોદી સાહેબનું મંદિર બનાવે તો કોઈને વાંધો નથી એમની આસ્થા હોય એમનો વિશ્વાસ હોય તો કરવું જોઈએ કઈ વાંધો નથી અને પોલીસમાં જ્યારે તમે સરકારને સર્વોપરી માનો તો તમે તો રૂબરૂ ઘણા બધા પોલીસ ઓફિસરને મળો છો તો એમાં પછી એમના નજરમાં પ્રજા ક્યાં આવે છે? જે રૂઆબદાર પોલીસ અમલદારો અને આપણે જોઈએ છે ને હ રસ્તા ઉપર હાથમાં લાઠી સાથે ફૂટ પેટ્રોલિંગમાં કે બંદોબસ્તમાં ત્યારે એમનો રોવાબ જુદો હોય છે અને જ્યારે મિનિસ્ટરની ચેમ્બરમાં હોય છે ને અછા ત્યારે બહુ લાચાર બિચારા દશામાં ત્યાં હોય છે કારણ કે એમને ખબર છે અહીંયા લાચાર બિચારા આપણે નહી થઈએ તો સામે બેઠો છે ને આપણી બદલી કરી શકે હ આપણને ગમતી જગ્યાએ મૂકી શકે છે અને અણગમતી જગ્યાએ ધકેલી શકે છે તો ત્યાં એમનું વર્તન બહુ જુદું હોય છે અને પછી ત્યાંથી જ્યારે સૂચના આવે હવે આમાં એવું છે કે દરેક વખતે ત્યાંથી રાજી કરવાની સૂચના નથી આવતી હ પણ હું આ કરીશ તો ત્યાં બેઠેલો વ્યક્તિ રાજી થઈ જશે એવું માનીને અતિસયોક્તિ પણ આ લોકો કરી નાખે છે એટલે બધા જ દોષ કઈ રાજનેતાઓના છે એવું નથી હ પણ આવું કરીશ ને તો આ રાજી થશે એટલે રાજી થાય છે કે સરકારને આ માણસ પસંદ નથી હું આને કનડીશ ને તો સરકાર રાજી થશે દરેક વખતે સરકાર કહેતી નથી કનડો પણ આ લોકો એવું માની લે છે તમે જે અગાઉ પોલીસ ઓફિસરના ઉદાહરણ આપ્યા જે સાહસિક અને હિંમતવાન હતા તો બદલીનો ડર ને એમને નુકસાન પહોંચાડવાનો ડર તો એમને પણ હતો હા પણ એ કયા માનસિકતામાં આ કામ કરી શકતા હતા પહેલી વાત તો એવી છે કે કિરણ જો માણસ નક્કી કરી લેને કે મારે પગાર પગારમાં જીવવું છે કોઈ પણ સરકારે કર્મચારી તો એને ડરાવવો અઘરો છે બસ મારે પગાર સિવાય મારી કોઈ જરૂરિયાત નથી જરૂરિયાત નાની રાખો.
તો માણસ બહાદુર બની જાય છે પણ પછી જરૂરિયાત આપણે વધારી દઈએ આપણા પગાર કરતા હવે આજે આઈપીએસ અધિકારીઓને તો છે ને બહાદુર રહેવાનાની તકો વધારે છે હું એવું નથી કહેતો કે તમારે દરેક વખતે સરકાર સાથે મુક્કાબાજીમાં ઉતરવાનું છે અને સરકાર જે કહે બધુ જ ખોટું કહે છે સરકાર આખી જ ખોટી છે એવું પણ નથી કારણ કે સરકારને પણ રાજ્યની કાયદો વ્યવસ્થા તો ચલાવવાની છે ઓબયસલી પણ તમારે એના પોલિટિકલ બાબતોમાં ઇન્વોલ્વ થવાની જરૂર નથી. હ પણ હવે જે આઈપીએસ અધિકારીઓ છે આઈપીએસ અધિકારીઓ પાસે તો બહુ સરળ એવું છે કે એને ગમે ત્યાં મૂકો તમે તમે એને ડાંગ એસપી મૂકો તમે એને એસઆરપીમાં મૂકો કે તમે પછી એની બદલી કરી એને મિઝોરમ મૂકી દો તમને નથી ગમતું એ જ્યાં જાય છે ને ત્યાં એને સરકારી ગાડી મળે છે કમાન્ડો મળે છે બરાબર છે બંગલો મળે છે જેનું લાઈટ બિલ કે નથી ભરવાનું તો આટલી વ્યવસ્થા તો મળે છે જો એને પગારમાં જ જીવવું છે તો એ તો એની બાદુરી યથાવત રહી શકે પણ પગારમાં જીવવું નથી અને અપેક્ષા વધારે છે તો પછી સરકારને નારાજ નહી થાય સરકાર નારાજ ન થાય એવા સતત પ્રયત્ન થાય બીજું એવું છે કે જે લોકો પ્રમાણિક છે હ એ પણ સરકારની સાથે છે તો આવું કેમ પ્રમાણિકે તો ડર રાખવાની જરૂર નથી પણ એ લોકો સરકારની સાથે અને સરકારને રાજી રાખવાનો એટલે પ્રયત્ન કરે છે કે ખાલી તમે પોલીસમાં હોવને તો પ્રમાણિકતા જીવાડતી નથી પાવર પણ જીવાડે છે અચ્છા કે તમને મહત્વની જગ્યા ઉપર મૂકે તમને રેન્જ આઈજી બનાવે તમને પોલીસ કમિશનર બનાવે તમને જોઈન્ટ પોલીસ કમિશનર બનાવે આ પાવર પણ જીવાડતો હોય છે એનું કારણ એવું છે કે એક સારો માણસ છે એને તમે એસઆરપીમાં મૂકી દીધો પ્રમાણિક છે એને તો એને ભૂત ભઈ મળવા જતું નથી એને 10 થી છ સમય પસાર કરવો ને એ અઘરો થઈ જાય એ જ પ્રમાણિક અધિકારીની જે પૈસા નથી લેતો અને સારી જગ્યાએ મૂકો તો પણ નથી લેવાનો હ એને તમે એસપી તરીકે મૂકી દો તો એને સવારથી સાંજ ઓછી પડી જાય છે એટલા
બધા મળવા લોકો આવે છે એટલે આમાં વાક આપણો પણ છે ને આપણે માણસ કોણ ક્યાં છે એના આધારે એનું મૂલ્યાંકન કરતા હોઈએ છીએ અને સત્તાને આધારે એટલે આવા મલ્ટીપલ કારણો છે પણ અત્યારની સ્થિતિ બહુ નાજુક છે એટલા માટે કે અત્યારે મોટા ભાગની પોલીસ સરકારને શું ગમશે એની ચિંતામાં રાત દિવસ કામ કર્યા કરે છે. હવે છેલ્લો સવાલ પ્રશાંતભાઈ તમે જે કીધું કે ભાઈ રોલ મોડેલ નથી આપણા ત્યાં પણ અત્યારે એવું છે કે સોશિયલ મીડિયા કે બીજા બધા મીડિયા એટલા બધા છે કે એક્સપોઝર બહુ મળે છે એટલે તમારે રોલ મોડેલ એવું જરૂરી તો નથી કે ગુજરાત રાજ્યમાંથી જ તમારે કોઈ પોલીસને રાખવા દેશભરમાંથી સારા પોલીસ ઓફિસરની માહિતી પોલીસ પાસે પહોંચી શકે તો રોલ મોડલ એમનું કામ એ જાણીને તો કરી શકે એટલે એ એવું નથી લાગતું આ છેલ્લો સવાલ આપણા બધાના જીવન ધોરણ બદલાયા છેને આપણા બધાના જીવન ધોરણ બદલાયા આજે હું નક્કી કરું કે હું ગાંધી જેવું જ જીવીશ હ તો ગાંધી જેવું જીવવું સરળ છે પણ એ કિંમત માંગે છે હા કિંમત માંગે તો હું એને કોઈને રોલ મોડલ હવે બનાવું તો મારી કિંમત ચૂકવવી પડે તો આપણી કેટલાની તૈયારી છે કિંમત ચૂકવવાની આપણે તો ચૂકવવા હોવી જ છે જે માણસ આવું જીવે છે ને હું કાયમ એવું કહું છું કે જે લોકો સરળ જિંદગી જીવે છે બહાદુરપૂર્વક જિંદગી જીવે છે એ બહાદુર અને સરળ એટલા માટે છે કે એનો પરિવાર એની કિંમત ચૂકવતો હોય છે એની પત્ની એના બાળકો એના મા બાપ એની કિંમત ચૂકવતા હોય છે. હ તો માણસ જ્યારે પરિવાર ઉપર વાત આવે ને ત્યારે થાકી જતો હોય છે એટલે પછી એવું લાગે છે કે આપણે ભલે પૈસા નથી લેતા આપણે કરપ્શન નથી કરવું આપણે ઉપરની કમાણી નથી કરવી પણ જો મારા વતનમાં એટલે કે હું મારું જે કેડર છે એમાં જ મને સારું પુસ્ટિંગ મળતું હોય સરકારને થોડી ખુશ કરવાથી તો ખુશ કરવામાં વાંધો નથી અને એવું પણ મને ખબર છે કે આ કે બધા
અંદરથી રાજી નથી આપણને હસતા ચહેરા જે અધિકારીઓના દેખાય છે એ અંદરથી દુઃખી છે. હ પણ એમનામાં એ હિંમત નથી આવી રહી કારણ કે એમને એમના ટેબલ ઉપર કે એમની એની ઓફિસમાં રહેલી પેલી ઈશ્વરની તસ્વીર કરતા બીજાનો ડર વધારે લાગે છે. હ એટલે આ બધું ચાલ્યા કરે છે તો આ હતી ચર્ચા પ્રશાંતભાઈ સાથે પ્રશાંતભાઈએ બહુ સરસ રીતે આખી વાત મૂકી આપી છે મને એવું લાગે છે કે પોલીસ બેળામાં આ વિડીયો ખાસ કરીને જોવો જોઈએ કારણ કે પ્રશાંતભાઈએ ઘણા બધા ઉદાહરણ પણ તમારી સમક્ષ મૂકી આપ્યા છે.