Cli

બિગ બોસ ૧૯ : ફક્ત 4 જ દિવસમાં શા માટે ટ્રોલ થઈ રહી છે તાન્યા મિત્તલ ?

Uncategorized

બિગ બોસના ઘણા સીઝન આપણે જોયા છે. દર વર્ષે કેટલાક કોન્ટેસ્ટન્ટ્સ એવા હોય છે કે થોડા જ દિવસોમાં ફેન્સના ફેવરિટ બની જાય છે. પરંતુ બહુ ઓછું એવું જોવા મળ્યું છે કે કોઈ કોન્ટેસ્ટન્ટ માત્ર ત્રણ જ દિવસમાં યૂઝર્સના નિશાને આવી ગયો હોય. પણ બિગ બોસ 19ની કોન્ટેસ્ટન્ટ તાન્યા મિત્તલને તો પહેલેજ દિવસે ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો છે.

કારણ પણ તમને આ વીડિયોમાં ખબર પડી જશે.શોમાં એન્ટ્રી લેતી વખતે તાન્યાએ જણાવ્યું હતું કે તે એક સ્પિરિચ્યુઅલ ઈન્ફ્લુએન્સર છે. આ સાંભળી ફેન્સને લાગ્યું હતું કે તે ઘણી સિંપલ અને સાદગીભરી લાઈફ જીવતી હશે. પરંતુ તાન્યાએ શોમાં એવા એવા નિવેદનો આપ્યા જે દર્શકોને બિલકુલ પસંદ નહોતાં આવ્યા અને પછી લોકોએ તેમને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું.શોના પહેલેજ દિવસથી તે ટ્રોલ થઈ રહી છે. તેના પર અનેક મીમ્સ શેર થઈ રહ્યા છે. દર્શકોએ તેને “શોઅફ ક્વીન”નો ટૅગ આપી દીધો છે.

એક એપિસોડમાં તાન્યા મિત્તલ ઘરના સભ્યોને કહેતી જોવા મળે છે કે તેને “બોસ” કહેવડાવવું ગમે છે. તે ઇચ્છે છે કે બધા તેને બોસ કહે. એનું પોતાનું નાનું ભાઈ પણ તેને બોસ કહીને બોલાવે છે.તાન્યા કહે છે કે સ્ત્રીઓને સહેલાઈથી ઇજ્જત મળતી નથી, એને માંગવી પડે છે. જ્યારે કુનિકા એ વાતને ખોટી ગણાવી તો તાન્યાએ કહ્યું કે “હું ઇજ્જત મેળવવા માટે 50 વર્ષ થવાનુ ઈંતજાર નથી કરી શકતી.”

બીજા એક નિવેદનમાં તાન્યાએ કહ્યું કે “હું બોડીગાર્ડ સાથે ફરું છું. મારા બોડીગાર્ડ્સે મહાકુંભમાં 100 લોકોના જીવ બચાવ્યા છે. મારું પરિવાર સિક્યોરિટી રાખે છે કારણ કે અમને ગમે છે. અમને એનો આનંદ આવે છે. બોડીગાર્ડ્સ રાખવું અમારો શોખ છે.”

એક અન્ય નિવેદનમાં તેણે કહ્યું કે “હું સાડી પહેરીને બિગ બોસ સુધી આવી ગઈ છું જે મારા માટે મોટી સિદ્ધિ છે. ઘણી છોકરીઓ આગળ વધવા માટે નાના કપડાં પહેરે છે, અલગ અલગ સીન કરે છે. પરંતુ મેં કોઈ કોમ્પ્રોમાઈઝ કર્યા વગર બિગ બોસ સુધી પહોંચવાનો સફર કર્યો છે.”તાન્યા મિત્તલના આ નિવેદનથી ઘણી છોકરીઓએ વાંધો વ્યક્ત કર્યો છે.ફેન્સને તેની શોબાજી અને કોન્ટ્રોવર્શિયલ વાતો બિલકુલ નથી ગમી રહી. ફેન્સ અને ઘરના સભ્યોને તાન્યા ફેક લાગી રહી છે. તેની કહાનીઓ અને એટિટ્યુડને ફેન્સ નકલી કહી રહ્યા છે.ઘણાં તો એમ પણ માને છે કે તાન્યા મિત્તલ બિગ બોસ 19ની સૌથી નેગેટિવ કોન્ટેસ્ટન્ટ છે.

તો તાન્યા મિત્તલને લઈને તમારી શું રાય છે? કોમેન્ટમાં જરૂરથી લખજો.—ગર્મીનો વેકેશન થવાનો હતો. મારા પપ્પા આવવાના હતા એટલે બધા ખુશ હતા. હું પલંગ પર ચઢીને ડાન્સ કરી રહ્યો હતો. પણ એ તો પહેલેજ આવી ગયા. પછી તો હું ચાલુ રાખી શક્યો નહીં ને… એમ જ “ફ્રીઝ ફ્રેમ” જેવી પોઝમાં ઉભો રહી ગયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *