નમસ્કાર આપની સાથે હું છું પાયલ અને ઓગસ્ટના વરસાદની આપણે જે રાહ જોઈ રહ્યા હતા એ વાદળો તો હવે ઘેરાઈ ગયા છે ટૂંક સમયમાં ભયાનક વરસાદ ગુજરાતમાં પડવાની સંભાવના પણ છે પરેશભાઈ ગોસ્વામી તમને સ્ક્રીન પર દેખાતા હશે આમ તો અત્યારે તહેવારનો માહોલ છે
એની પહેલા આપણે વેધરનું જાણી લઈએ કે આગળના પાંચ સાત દિવસ સુધી હવામાન કેવું રહેવાનું છે પરેશભાઈ થેન્ક્યુ તમે અમારી સાથે જોડાયા એ બદલ અને સૌથી પહેલો સવાલ એ છે કે તહેવાર પણ છે બધા જ ફરવા માટે નીકળી ગયા છે પણ આ બધાની વચ્ચે વરસાદ કેવું રહેવાનું છે પાયલબેન સૌપ્રથમ તો આજે 15મી ઓગસ્ટ છે.
એટલે સ્વતંત્રતા દિવસની તમામ દેશવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે જન્માષ્ટમીના પર્વની પણ દરેક મિત્રોને શુભકામનાઓ ભગવાનની કૃપા દરેક ગુજરાતીઓ ઉપર રહે અને બધા આનંદમાં રહે એવી ભગવાનને પ્રાર્થના હવે ખાસ કરીને જોવા જઈએ તો અરબ સાગર અને બંગાળની ખાડી આ બંને અત્યારે સક્રિય છે ને એમાંથી બંગાળની ખાડીની અંદર એક વરસાદી સિસ્ટમ બની છે જો જો કે 1 થી 15 ઓગસ્ટમાં કોઈ આપણે વરસાદી એક્ટિવિટી જોવા ન મળી હતી પણ હવે આવતી કાલે 16 ઓગસ્ટથી હવે 24 ઓગસ્ટ સુધી એક વરસાદી રાઉન્ડ આવી રહ્યો છે જો કે આ વરસાદી રાઉન્ડ છે એ થોડોક વધારે સ્ટ્રોંગ પણ હશે અને સાર્વત્રિક રાઉન્ડ છે.
એટલે કે લગભગ ગુજરાતના 90% વિસ્તારોને સારા વરસાદોનો લાભ આપશે જેમાં ખાસ કરીને બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ બની જે અત્યારે ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે પણ મહત્વનું આમાં એ પણ છે આમ તો અત્યારે હવે એનો ટ્રેક ફાઇનલ થઈ ગયો છે કે કયા ટ્રેક ઉપરથી પસાર થવાની છે પણ જ્યારે આની પહેલા પણ લગભગ ત્રણ દિવસ પહેલા મે ટ્રેક ફાઇનલ જોઈ રહ્યા હતા એ જ ટ્રેક અત્યારે બતાવી રહ્યો છે પણ ગઈ કાલે આમ થોડુંક ચિંતાનું કારણ હતું કેમ કે ગઈ કાલે વિજયવાળા અને વિશાખાપટ્ટનમ જે આપણે આંધ્રપ્રદેશ અને જે ઓડીસાના જે દરિયાકાંઠાના ભાગો છે ત્યાં દરિયાકાંઠે
આવેલા બંને સેન્ટર છે બંને સેન્ટરની વચ્ચે આ સિસ્ટમ 30 કલાક સુધી એક જ જગ્યા ઉપર સ્થિર થઈ ગઈ હતી એટલે થોડુંક ચિંતાનું કારણ હતું કેમ કે જ્યારે પણ કોઈ પણ વરસાદની સિસ્ટમ છે એક જગ્યાએ સ્થિર થાય ત્યાર પછી એ સિસ્ટમ છે એ કઈ દિશામાં જાય તે નક્કી ના થઈ શકે જો એ ટ્રેક ચેન્જ થયો હોત તો ફરીથી આપણે આ વરસાદથી વંચિત રહી જાત પણ આજે સારા સમાચાર એ છે કે આજે વહેલી સવારથી એ સિસ્ટમ ફરીથી જે સ્થિર થયેલી હતી એની મુવમેન્ટ ચાલુ થઈ ગઈ છે અને ફરીથી ઉત્તર પશ્ચિમ દિશાનો ટ્રેક એને લીધો છે અત્યારે ધીમે ધીમે ઉત્તર પશ્ચિમ દિશામાં