Cli

હરિયાણાની એક દુઃખદ ઘટના : ભારતની ઉભરતી ટેનિસ ખેલાડી રાધિકા યાદવનું મૃત્યુ…

Uncategorized

હરિયાણાથી એક સનસનાટીભર્યા સમાચાર આવ્યા જેણે બધાના ધ્રુજાવી દીધા કારણ કે એક ટેનિસ ખેલાડીની તેના જ પિતાએ મારી નાખી. આ ઘટના બાદ બધા સ્તબ્ધ થઈ ગયા.

ભારતની ઉભરતી ટેનિસ ખેલાડી રાધિકા યાદવની તેના જ પિતાએ એને મૃત્યુ ને ઘાટ ઉતારી. રાધિકાના પિતા દીપક યાદવે એક પછી એક પાંચ રાઉન્ડ ફાયરિંગ કરીને રાધિકાને મોત ને ઘાટ ઉતારી દીધી અને પુત્રી અને પિતા વચ્ચેના સંબંધોને બગાડી નાખ્યા.

હરિયાણાની આ પુત્રી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત માટે ટેનિસ રમી રહી હતી. ગુરુગ્રામ પોલીસને મળેલી માહિતી મુજબ, રાધિકાના પિતાએ પોતાનો ગુનો કબૂલ કર્યો અને પોલીસે આરોપીને કસ્ટડીમાં લીધો. હવે પ્રશ્ન એ થાય છે કે રાધિકાના પિતાએ આવું કેમ કર્યું? રાધિકાનો વાંક શું હતો? પિતા રાધિકા પાસેથી શું ઇચ્છતા હતા?

આ કેસમાં પોલીસ તપાસ ક્યાં સુધી પહોંચી? રાધિકા યાદવ કોણ હતી? રાધિકા યાદવ ટેનિસ ખેલાડી હતી અને તે ટેનિસ એકેડમી ચલાવવા માંગતી હતી. રાધિકા યાદવે WTA અને ITF ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે.જોકે, તેણીએ અત્યાર સુધી તેની કારકિર્દીમાં કોઈ ખિતાબ જીત્યો નથી. રાધિકા ઇન્ટરનેશનલ ટેનિસ ફેડરેશન રેન્કિંગમાં તે ટોચના 200 ખેલાડીઓમાં સામેલ હતી.

રાધિકાએ તેના કરિયરમાં 113નું શ્રેષ્ઠ રેન્કિંગ હાંસલ કર્યું હતું. રાધિકા તેના કરિયરમાં કોઈ પણ સીમાચિહ્ન હાંસલ કરે તે પહેલાં, તેના પિતાએ તેની પર બંદૂક ચલાવીને જીવ લીધો. બીજી તરફ, ગુરુગ્રામ પોલીસના એક અધિકારીએ કહ્યું છે કે રાધિકા રાષ્ટ્રીય સ્તરની ખેલાડી હતી. તેણે ઘણા મેડલ પણ જીત્યા હતા. પરંતુ થોડા મહિના પહેલા તેના ખભામાં ઈજા થઈ હતી.

જેના કારણે તેણે રમવાનું બંધ કરી દીધું હતું. રમત છોડી દીધા પછી, રાધિકાએ વઝીરાબાદ ગામમાં બાળકોને ભણાવવા માટે એક એકેડેમી શરૂ કરી. રાધિકાના પિતા દીપક આ એકેડેમી ખોલવાની વિરુદ્ધ હતા. રાધિકાએ તેના પિતાને આ અંગે ઘણી વાર સમજાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ તેમણે કહ્યું કે જ્યારે પણ તે ગામમાં બહાર જાય છે, ત્યારે ગામલોકો કહે છે કે તે તેમની પુત્રીની કમાણી ખાઈ રહ્યો છે.

આ વાતથી તે ખૂબ જ નારાજ હતો. આ બાબતે ઘરમાં લગભગ 15 દિવસ સુધી ઝઘડો ચાલતો રહ્યો. ગુરુવારે બપોરે, જ્યારે રાધિકા રસોડામાં રસોઈ બનાવી રહી હતી, ત્યારે પિતાએ તેની પુત્રી નો જીવ લીધો. તે સમયે રાધિકાનો ભાઈ અને કાકા કુલદીપ પણ ઘરમાં હાજર હતા. બંને ગંભીર હાલતમાં રાધિકાને શોધી રહ્યા હતા.

જ્યારે રાધિકા રસોડામાં રસોઈ બનાવી રહી હતી, ત્યારે પિતાએ પોતાની પુત્રીને મારી દીધી. તે સમયે રાધિકાનો ભાઈ અને કાકા કુલદીપ પણ ઘરમાં હાજર હતા. બંનેએ ગંભીર હાલતમાં રાધિકાને હોસ્પિટલ ખસેડી હતી પરંતુ તેનું મોત થઈ ચૂક્યું હતું. હાલમાં, કેસની તપાસ ચાલી રહી છે અને પોલીસ રાધિકાના પિતાની સતત પૂછપરછ કરી રહી છે. તો હવે જોવાનું એ રહેશે કે કોર્ટ તેને શું સજા આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *