ચોમાસાને લઈને અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે તેમણે કહ્યું કે ચોમાસુ ગુજરાતની નજીક પહોંચ્યુ છે 15 થી 18 જૂન મુંબઇના અનેક વિસ્તારોમાં વરસાદ થશે. તેમણે કહ્યું કે 10 જૂનથી મહારાષ્ટ્રમાં ચોમાસુ ફરી સક્રિય થશે. 12 થી 15 જૂન દરમ્યાન તેમણે અમરેલી, જૂનાગઢ , ભાવનગર અને બોટાદમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. સાથે વડોદરા જિલ્લાના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના દર્શાવી છે.,13 જૂનથી 22 જૂન દરમ્યાન અમદાવાદ, ગાંધીનગરમાં પણ ભારે વરસાદની તેમણે આગાહી કરી. સાથે જ તેમણે ધોળકા, સાણંદ, વિરમગામ, પાટણ, મહેસાણા, બનાસકાંઠામાં પણ 13 થી 22 જૂન દરમ્યાન વરસાદની આગાહી કરી.
