બોલીવુડની અભિનેત્રી સોનાક્ષી સિંહા હાલમાં પોતાના લગ્ન લઈને કેટલી ચર્ચામાં છે તો તમે જાણતા જ હશો. સોશિયલ મીડિયા પર સોનાના લગ્નને લઈને અવનવી ખબરો સામે આવી રહી છે. થોડા દિવસ પહેલા જ ખબર આવી હતી કે સોનાક્ષી સિંહા પોતાના ખરીદેલા ઘરમાં લગ્નના કાર્યક્રમ ની શરૂઆત કરવાની છે.
જે બાદ હાલમાં જ એક વીડિયો સામે આવ્યો છે જેમાં શત્રુઘ્ન સિંહા અડધી રાત્રે દીકરીના ઘરેથી બહાર નીકળતા જોવા મળી રહ્યા છે. ગત 20 જૂને સોનાક્ષી ની હલ્દી નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ખાસ વાત એ છે કે આ કાર્યક્રમમાં શત્રુઘ્ન સિંહા પણ હાજર રહ્યા હતા.
જણાવી દઈએ કે શત્રુઘ્ન સિંહાએ થોડા દિવસ પહેલા સોનાક્ષીના લગ્ન વિશે એક નિવેદન આપ્યું હતું જેમાં તમને કહ્યું હતું કે તે પોતાની એકની એક દીકરીના લગ્નમાં જરૂર જશે.
શત્રુઘ્ન સિંહા અને ઝહીર ઈકબાલે પેપરાજી ને પોઝ પણ આપ્યા. જો કે લગ્ન અંગે સવાલ કરવામાં આવતા બંનેએ પેપરાજી ને ઇગ્નોર કર્યા હતાં.
વાત કરીએ હલ્દી માં આવેલા અન્ય મહેમાનો વિશે તો વાયરલ વીડિયોમાં ઝહીર ના પિતા ઈકબાલ રતન સિંહ, શત્રુઘ્ન સિંહા ઉપરાંત માત્ર નજીકના અમુક લોકો જોવા મળ્યા છે. જેથી કહી શકાય કે સોનાક્ષીએ જે સાદગી થી લગ્ન કરવાની વાત કરી હતી તેને જાળવી રાખી છે, જો કે વીડિયોમાં સોના ની માતા પૂનમ સિંહા જોવા મળ્યા નથી.
વાત કરીએ લગ્ન અંગે તો સોનાક્ષી અને ઝહીર આવનારી 23 જૂને રજિસ્ટર્ડ મેરેજ કરવા જઈ રહ્યા છે.