એ તો તમે જાણતા જ હશો કે મહામારી દરમિયાન એકદમ ઠપ થઈ ગયેલું બોલીવુડ ફરીથી સક્રિય બન્યું છે.મહામારી દરમિયાન વેબ સિરીઝ પર ચાલી રહેલ બોલીવુડ ફિલ્મો હાલમાં ફરી એકવાર થિયેટરમાં આવતી થઈ છે. થોડા સમય પહેલા જ રિલીઝ થયેલ શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ અને જવાન બાદ હાલમાં અભિનેતા રણબીર કપૂરે પણ ફિલ્મ એનિમલ દ્વારા રૂપેરી પડદે વાપસી કરી છે.
અભિનેતા અનિલ કપૂર,અભિનેત્રી રશ્મિકા મંદાના અને રણબીર કપૂરની હાલમાં ૧ ડિસેમ્બર ના રોજ રીલિઝ થયેલી આ ફિલ્મે રિલીઝના પહેલા ૨ દિવસમાં જ બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરી છે. ફિલ્મની પહેલા બે દિવસની કમાણી જ ૧૦૦ કરોડનો આંકડો પાર કરી ચૂકી છે. લગભગ ૫હજાર જેટલી સ્ક્રીન પર રિલીઝ થયેલ આ ફિલ્મમાં બોબી દેઓલ અને રણબીર ના પરફોર્મન્સને ખુબ જ વખાણવામાં આવી રહ્યું છે. સાથે જ ફિલ્મના સાઉન્ડ અંગે પણ ખૂબ જ ચર્ચા કરવામાં આવી રહી છે.
જોકે વાત કરીએ ફિલ્મના સીન વિશે તો આ ફિલ્મમાં રણબીર કપૂર અને અભિનેત્રી તૃપ્તિ ડમરીના સીન વિશે ખૂબ ચર્ચા કરવામાં આવી રહી છે. માહિતી અનુસાર તૃપ્તિએ આ ફિલ્મમાં ખૂબ જ બોલ્ડ સીન આપ્યા છે જેને લોકોનું ધ્યાન ખેંચ્યું છે. જણાવી દઈએ કે ફિલ્મમાં તૃપ્તિએ બોબી દેઓલની પત્ની જોયાનું પાત્ર નિભાવ્યું છે અને તે રણબીર કપૂરને મારવામાં પતિનો સાથ આપે છે. જો કે આ દરમિયાન તેને રણબીર સાથે પ્રેમ થઈ જાય છે.
વાત કરીએ તૃપ્તિ વિશે તો અભિનેત્રી તૃપ્તિ ડામરીનો જન્મ ૨૩ ફેબ્રુઆરી ૧૯૯૪માં ઉત્તરાખંડમાં થયો છે. તે પાછલા કેટલાક સમયથી બોલીવુડ સાથે સંકળાયેલી છે.તેને ફિલ્મ પોસ્ટર બોયઝ દ્વારા ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. જે બાદ તે અનુષ્કા શર્માની ફિલ્મ બુલબુલમાં પણ જોવા મળી હતીખબર અનુસાર ફિલ્મ બુલબુલ દરમિયાન તૃપ્તિ અને અનુષ્કા શર્માના ભાઈ વચ્ચે અફેર હોવાની ખબર પણ સામે આવી હતી. જોકે હાલમાં તો તૃપ્તિના બોલ્ડ સીનને કારણે બોલીવુડ ગરમાયું છે.