ભારતીય ટીમના દિગ્ગજ ખેલાડી પૂર્વ વિકેટકીપર અને સફળ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની નું નામ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે તેમને પોતાના ક્રિકેટ કેરિયર દરમિયાન ઘણા બધા રેકોર્ડ બ્રેક કર્યા છે વિકેટકીપર અને બેટ્સમેન તરીકે તેમને ભારતીય ક્રિકેટ ને હંમેશા ઉંચાઈ પર લઈ જવા પ્રયત્ન કર્યા છે સાથે ભારતીય ક્રિકેટ ટીમના.
કેપ્ટન તરીકે તેઓ ખુબ લોકપ્રિય રહ્યા છે તેઓ આઈસીસી ના ત્રણ ટુર્નામેન્ટ ટી ટ્વેન્ટી વર્લ્ડકપ વન ડે વર્લ્ડકપ ચેમ્પિયનસીપ જીતાડનાર એક માત્ર કેપ્ટન રહ્યા છે તેમના નેતૃત્વમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ચાર વાર આઈપીએલ નો ખીતાબ મેળવ્યો છે મહેન્દ્રસિંહ ધોની નું સન્માન માત્ર તેમની ટીમ નહીં.
પરંતુ અન્ય ટીમના ખેલાડીઓ પણ તેમનો ખૂબ આદર કરે છે અને એ લિસ્ટમાં યુનીવર્સ બોસ ના નામે મશહુર વેસ્ટેડીઝ ના તુફાની આક્રમક બેટ્સમેન ક્રિસ ગેલ નું નામ પણ સામેલ છે ક્રિસ ગેલ આ દિવસોમાં ક્રિકેટ જગતથી દૂર છે મહેન્દ્રસિંહ ધોની પણ ભારતીય ક્રિકેટથી અલવિદા કહી ચૂક્યા છે.
એ વચ્ચે તાજેતરમાં ક્રિસ ગેલની મહેન્દ્રસિંહ સાથે મુલાકાત થઈ હતી ક્રિસ ગેલે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર થી ભારતીય ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની સાથે થી કેટલીક સુંદર તસવીરો શેર કરી હતી જેમાં તેઓ ખુબ જ ખુશ જોવા મળતા હતા મહેન્દ્રસિંહ ધોની ના ખંભે હાથ રાખી ભાઈચારો કેળવી ને.
સન્માન કરતા જોવા મળ્યા હતા ગેલે ધોનીને ટેગ કરીને કેપ્સન માં લખ્યું હતું કે લેજેડ્સ અમર રહે સોશિયલ મીડિયા પર આ તસવીરો ખૂબ જ વાયરલ થઈ છે અને લોકો મન મૂકીને આ તસવીરો પર લાઇક કમેન્ટથી પ્રેમ વર્ષાવી રહ્યા છે ક્રિકેટ જગતના આ બંને સિતારાઓ ઘણી વાર એકબીજા ની સામે.
જોવા મળ્યા છે પરંતુ રમત માત્ર ક્રિકેટ ની રમત માં જોવા મળે છે વાસ્તવિક જીવનમાં મિત્રતાની ભાવના કેળવવી જોઈએ એવો મેસેજ આ તસવીરો થી બંને આપી રહ્યા છે મહેન્દ્ર સિંહ ધોની એ સાલ 2020 માં ભારતીય ક્રિકેટ જગતથી સંન્યાસ લીધો હતો તેઓ માત્ર આઈપીએલ માં સક્રીય છે તેઓ આ દિવસોમાં.
આવનારી આઈપીએલ માટે પ્રેક્ટિસ કરતા જોવા મળે છે તાજેતરમાં તેમનો સોશિયલ મીડિયા પર એક વિડિયો પણ સામે આવ્યો હતો જેમાં મહેન્દ્રસિંહ ધોની પોતાના ઘેર બનાવેલી પીચ પર સિક્સર ફટકારતા જોવા મળ્યા હતા વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો.