ગુજરાતમાં કોમેડી મનોરંજન ક્ષેત્રે અભિનય ખુબ નામના ધરાવતા લોકસેવાના કાર્યો થકી ખુબ જ લોકપ્રિયતા મેળવનાર ખજુર ભાઈ ઉર્ફે નિતિન જાનીએ સૌરાષ્ટ્ર વિસ્તારમાં 250 થી વધારે જરૂરિયાત મંદ ગરીબ બે સહારા લાચાર નિરાધાર લોકો ને મકાન બનાવી આપ્યા છે તેઓ હંમેશા ગરીબ.
લોકોની મદદ કરતા અનાથ બાળકો ના ઉજ્જવળ ભવિષ્ય માટે ચિંતિત રહેતા જોવા મળ્યા છે એ વચ્ચે તાજેતરમાં માં એમનો એક વિડીઓ સામે આવ્યો છે જેમાં તેઓ એક સોસીયલ મિડીયા યુઝરની કમેન્ટ પર ગુસ્સો વ્યક્ત કરતા જોવા મળ્યા છે કોઈપણ વ્યક્તિ સારું કામ કરતો હોય ત્યાં ટીકા કરતા.
લોકો પણ જોવા મળે છે એવી જ રીતે ખજુરભાઈના મદદ કરતા વિડીઓ પર એક યુઝરે દેખાડા ના કરવાની સલાહ આપી અને જણાવ્યું કે તમે કામ કરો તો ગૃપ્ત દાન કરો ડાબા હાથને પણ ના ખબર પડે કે જમણા હાથે શું કર્યું છે આવા દેખાડા કરવાનો શું મતલબ છે જે કમેન્ટમાં જવાબમાં ખજૂર ભાઈએ.
જણાવ્યું હતું કે હું કોઈનું દાન લેતો નથી હું છેલ્લા 15 થી 20 વર્ષોથી ગરીબ લોકોને હંમેશા સહાયતા કરતો આવ્યો છું હું મારા પૈસા મારી સંપત્તિ વાપરું છું એમાં કોઈને શું વાંધો હોઈ શકે અને દેખાડાની વાત પર હું કહેવા માગું છું કે હું જે પણ કાર્યો કરીને સોશિયલ મીડિયા પર વીડિયો એટલા.
માટે મુકું છું કે જેનાથ બીજા લોકો પણ પ્રેરિત થાય અને ગરીબ લાચાર વ્યક્તિઓની મદદ કરવા માટે આગળ આવે આ દેખાડો નથી પરંતુ લોકો માટે એક પ્રેરણા છે જેના થકી બીજા લોકોની ભાવના પણ જરૂરિયાત મંદ લોકો પ્રત્યે જાગૃત થાય સોશિયલ મીડિયા પર આ વિડીયો ખૂબ જ વાયરલ થયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સાલ 2021 માં કોરોનાના સમયમાં સામે આવેલું ખજૂર ભાઈનું લાઇવ વિડિયો છે જેમાંથી આ વિડીયો કટ આઉટ કરવામાં આવ્યો છે ખજુર ભાઈ હંમેશા શાતં સ્વભાવ માં જોવા મળે છે પરંતુ તેમની સેવાકીય પ્રવૃતિઓ પર સવાલ ઉઠાવતા તેઓ બોલવા પર મજબૂર થયા હતા.