કુદરત ની રચના ખૂબ જ અનોખી છે ઘણા બધા લોકો બાળક માટે ઘણી બધી માનતાઓ રાખે છે અઢળક રુપીયા વેડફીને ઈલાજ કરાવે છે તો ઘણા એવા પણ લોકો છે જે બાળકને રસ્તા પર છોડી દે છે એવા બાળકો નો ઉછેર શિશુગૃહ અનાથ આશ્રમ માં થાય છે ઘણીવાર અનાથ આશ્રમમાં આખી જિંદગી વિતી જાય છે.
તો ઘણીવાર નશીબદાર બાળકને માતા પિતા પણ મળી જતા જોવા મળે છે તાજેતરમાં અમદાવાદમાં આવેલા શિશુ ગૃહ અનાથ આશ્રમ શનિવારના દિવસે એક ભવ્ય ઉત્સવ રાખવામાં આવ્યો હતો આ દરમિયાન શિશુગૃહ ના સાગર નામના પાચં વર્ષ ના બાળકને યુરોપ થી આવેલા દંપતીએ દત્તક લીધું હતું.
આજથી પાંચ વર્ષ પહેલા મમતા નું પારણું નામનું જે અમદાવાદ માં શિશુગૃહ ચાલે છે તેના બારણે નવજાત શિશુ સાગર ને કોઈ અજાણી વ્યક્તિ રાખી ચાલી ગઈ હતી સાગરનો ઉછેર શિશુગૃહ માં થયો અને જે યુરોપના દંપતની એ સાગરને ગોદ લીધો છે તે યુરોપના માલ્ટા માં રહે છે કારમેલો અબદીલા તેમની પત્ની ચાલેલે અબદીલા સાથે આવેલા હતા.
તેમને સાગરને ગોદ લિધો છે કારમેલો એક પ્લાટ મેનેજર છે અને તેમની પત્ની એક શિક્ષીકા છે શિશુગૃહે તમામ બાબતોની કરાઈ કરીને બાળકને દત્તક આપ્યું હતું અમદાવાદ ના શિશુગૃહ માંથી ઘણા બાળકોને વિદેશી માતા પિતા મળ્યા છે એ વચ્ચે હવે સાગર પોતાના માતા પિતા સાથે યુરોપમાં પોતાની જીદંગી ની નવી શરૂઆત કરશે અને તેનુ ભવિષ્ય ઉજ્જવળ થસે.