બોલીવુડ ફિલ્મ અભિનેતા શાહરુખ ખાન ની ફિલ્મ પઠાણ 25 જાન્યુઆરીના રોજ રિલીઝ થઈ હતી એના પહેલા દિવસની કમાણીના આકંડાઓ સામે આવી ગયા છે ફિલ્મ પઠાન રીલીઝ થતા ઘણા બધા શહેરમાં થીયેટરો ની બહાર ફિલ્મ પઠાન જોવા માટે લાંબી લાઈનો અને લોકોની ભીડ જોવા મળી તો ઘણા શહેરો માં.
પઠાન ફિલ્મ ના વિરોધ ને લઈને ઘણા શો કેન્સલ પણ કરવા પડ્યા હતા ઘણા બધા એવા વિડીયો પણ સામે આવ્યા જેમાં થિયેટર માં બેસવા માટે પણ જગ્યા ન હતી તો ઘણા એવા વિડીયો પણ સામે આવ્યા હતા જેમાં થિયેટરો એકદમ ખાલી પડ્યા હતા અને ફિલ્મની સ્ક્રીનમાં ફિલ્મ ચાલી રહ્યું હતું જેમાં સચ્ચાઈ શું છે.
અને ખોટું શું છે તે ફિલ્મના કમાણીના આંકડાઓ પરથી સામે આવી ગયું છે ફિલ્મ પઠાણે 25 જાન્યુઆરીના રોજ ફિલ્મ રિલીઝ થતા પહેલા જ દિવસે કમાણીના તમામ રેકોર્ડ તોડી દીધા છે ફિલ્મ પઠાને પહેલા દિવસે જ ભારતમાં 54 કરોડની કમાણી કરી છે જે કોઈપણ બોલીવુડ ફિલ્મનો સૌથી મોટો રેકોર્ડ છે.
માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં ફિલ્મ પઠાણનો ડંકો વાગી રહ્યો છે વર્લ્ડ વાઇઝ બોક્સ ઓફિસ પર ફિલ્મ પઠાને 100 કરોડની કમાણી નો આંકડો પાર કરી લીધો છે આ પહેલા આ રેકોર્ડ ઋત્વિક રોશન અને ટાઈગર શ્રોફ ની ફિલ્મ વોર ના નામે હતો જેને ભારતમાં પહેલા દિવસે તે 53.35 કરોડ ની કમાણી કરી હતી ફિલ્મ પઠાન શાહરુખ ખાનના ફિલ્મી કેરિયરની.
સૌથી મોટી ફિલ્મ સાબીત થઈ છે પાચં વર્ષ ના લાંબા સમય બાદ શાહરુખ ખાન ફિલ્મી પડદે પાછા ફર્યા અને આવતા જ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છેલ્લા બે વર્ષોથી બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં લગાતાર ફિલ્મ ફ્લોપ જવાના કારણે બોલીવુડ ચિંતા માં હતું એ વચ્ચે શાહરુખ ખાને ફરી બોલીવુડ માં પ્રાણ ફુંકી ને બોલિવૂડ ને બેઠું કર્યું છે.