તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલમાં નટુકાકાના પાત્રમાં જોવા મળતા અભિનેતાનું ૩ ઑક્ટોબર ૨૦૨૧ના રોજ નિધન થયું છે તમને જણાવી દઇએ કે નટુકાકાના નામે ઘરઘરમાં જાણીતાં બનેલા આ અભિનેતાનું નામ ઘનશ્યામ નાયક હતું અને તેઓ સિરિયલ ની શરૂઆતથી જ આ સિરિયલનો ભાગ રહ્યા હતા અભિનેતા ઘનશ્યામ નાયકને વર્ષ ૨૦૨૦માં ગાળામાં કેન્સર હોવાનું સામે આવ્યું હતું જે બાદ ગળાનું ઓપરેશન કરી ગાંઠ કાઢવામાં આવી હતી જે બાદ તેમને કીમો થેરાપી અને રેડિયેશન લીધા હતા અને ફરીથી પોતાના કામ પર આવી ગયા હતા.
જો કે થોડા સમય પહેલા નટુકાકાને ફરી કેન્સર ઉથલો માર્યો હોવાની વાત જાણવા મળી હતી અને ૩ ઓક્ટોબરના રોજ તેમના દીકરા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેમને આ દુનિયામાંથી વિદાય લઈ લીધી છે આ અભિનેતાના નિધન પર ન માત્ર તેમના ચાહકો પરતું તેમની સાથે કામ કરનારા સિરિયલ ના અન્ય કલાકારોએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે નટુકાકા એટલે કે ઘનશ્યામ નાયક સાથે સિરિયલમાં સૌથી વધારે સમય રહેનાર અભિનેતા તન્મય ઉર્ફે બાઘા એ તેમના નિધન બાદ એક ઇન્ટરવ્યૂ આપ્યું છે જેમાં તેને કહ્યું કે નટુકાકા ને ઘણી તકલીફ પડી છે.
કેન્સરના કારણે તેઓ ખાઈ પણ નહોતા શકતા એમની તકલીફો જોઈને મને લાગે છે ભગવાને જે કર્યું એ સારું કર્યું કે નટ્ટુકાકાને પોતાની પાસે બોલાવી લીધા તો હાલમાં તેઓ ભગવાનના પાસે છે અને શાંતિ વાળી જગ્યા એ છે તનમયે કહ્યું કે નટુકાકા એક સારા વ્યક્તિ હતા તેઓ જીવનના અંત સુધી માત્ર કામ જ કરવા માગતા હતા ૭૭વર્ષની વયે નિધન પામેલા આ અભિનેતાએ ૨૦૦ ગુજરાતી હિન્દી ફિલ્મોમાં અને ૩૫૦ જેટલી સિરિયલમાં કામ કર્યું છે અભિનેતા એ પોતાના અભિનયની શરૂઆત બાળકલાકાર રોલથી કરી હતી.
સાથે જ હમ દિલ દે ચૂકે સનમ ચાઇના ગેટ જેવી ફિલ્મોમાં કેમિયો પણ કર્યો હતો જો હાલમાં લોકોના દિલ પર રાજ કરનારા આ કલાકારના જીવનમાં એક સમય એવો પણ હતો જ્યારે તેની પાસે પોતાનું ઘર પણ ન્હોતું અને બાળકોની ફી ભરવાના પૈસા પણ નહોતા જો કે હવે જીવું રહ્યું કે સિરિયલમાં નટુકાકાના પાત્ર માટે કયા કલાકારને લેવામાં આવશે.