તારક મહેતાકા ઉલ્ટા ચશ્માં સિરિયલ એટલે બાળકો અને ગુજરાતીઓની ફેવરિટ સિરિયલ આ સિરિયલમાં જેઠાકાકા અને બબીતાની જોડી બહુ પ્રખ્યાત છે સાથે તારક મહેતાનું મોજીલું પાત્ર એટલે નટુ કાકા પણ દુઃખની વાત એછે નટુ કાકા આજે આપણી વચ્ચે નથી રહ્યા આ શો ના મુખ્ય કિરદાર નટુકાકા કહી શકાય તેઓ છેલ્લા કેટલાય સમયથી કેંસરથી લડી રહ્યા હતાં આજે એમનું 77 વર્ષ ની ઉંમરે નિધન થયું છે નટુકાકા એ દર્શકોના દિલમાં હતા એમનુ ગઈકાલે નિધન થતા દર્શકોને એમની ખોટ વર્તાશે આજે જે ખરાબ સમાચાર આવ્યા તેનો મતલબ નટ્ટુ કાકાની ભૂમિકા ભજવનાર ઘનશ્યામ નાયક હવે આ દુનિયામાં નથી.
ખરેખર નટુકાકા છેલ્લા કેટલાયદિવસોથી તે કેન્સર સામે લડી રહ્યો હતા નટુકાકાનું સાચું નામ ઘનશ્યામ નાયક છે તેઓ 77 વર્ષના હતા અને તેઓ દર્શકોના દિલ જીતવા માટે ક્યારેય કોઈ કસર છોડતા ન હતા હવે તાજેતરમાં મળેલી માહિતી અંતર્ગત ઘનશ્યામ નાયકની ગરદન પર કેટલાક ફોલ્લીઓ જોવા મળ્યા હતા અને આ જોયા બાદ તેમણે તે ડોક્ટરને બતાવ્યું તે પછી તેને ખબર પડી કે તે કેન્સરથી પીડિત છે તમને જણાવી દઈએ કે આ વર્ષે એપ્રિલમાં તેમને કેન્સર હોવાનું નિદાન થયું હતું અને ત્યારથી ચાહકો તેમના માટે પ્રાર્થના કરી રહ્યા હતા.