ભારત દેશ એ ધાર્મિક દેશ કહેવામાં આવે છે આ દેશમાં અનેક દેવી દેવતાઓના પ્રાચીન મંદિરો આવેલા છે અને આ મંદિરોમાં કંઈક ને કઈક ચમત્કાર જોવા મળતા હોય છે એવીજ રીતે અહીં આજે એક એવા મંદિરની વાત કરવી છે કે અહીં માં મેલડીમાંના પરચા અનેક છે કહેવાય છેકે આ મેલડી માતાજીના મંદિરે સાચી શ્રદ્ધા હોય તો સો ટકા તમારું કામ થાય છે તો મિત્રો આ મંદિર ક્યાં આવેલું છે અને મંદિરનો ઇતિહાસ સુ છે એ આજે જાણીશું
આ મેલડીમાં નું મંદિર વઢવાણ થી 5 કિલોમીટરના અંતરે આવેલું છે જે નકટીવાવ મેલડી માંતાજીનું મંદિર તરીકે ઓળખાય છે અહીં રોજ દર્શનાર્થીઓ પણ દર્શન કરવા આવતા હોય છે પરંતુ રવિવારે અને મંગળવારે વધુ દર્શનાર્થીઓ આવતા હોય છે વર્ષો પહેલા અહીં મેલડી માનું નાનું એવું મંદિર હતું તેની જગ્યાએ અત્યારે મોટું વિશાળ મંદિર જોવા મળે છે અહીં મેલડીમાં નું મંદિર જમીન થી નીચે છે કારણ કે મેલડીમાં નું મુખ્ય સ્થાન વાવમાં આવેલું છે આ મંદિર અત્યારે વાવની પાસે આવેલું છે
આ મંદિરની લોકવાયકા મુજબ અહીં આવેલી વાવ માંથી મેલડીમાં ની મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થઇ હતી આ વાવનું નામ ઉપરથી નકટીવાવ મેલડીમાં ઓળખવામાં આવે છે આ મંદિરનું મહત્વ એ છે કે અહીં સુરેન્દ્રનગર વઢવાણ આજુબાજુના લોકો અહીં હાજરોની શખ્યામાં દર્શનાર્થે આવતા હોય છે અને માતાજીની માનતા રાખે છે કામ થયા પછી માનતા પુરી કરવા માટે અહીં આવતા હોય છે આ મંદિરે લાખો લોકોની આસ્થા જોડાયેલી છે આ મંદિર ની પાછળ રૂપિયા ના સિકા ચોંટાડવામાં આવે છે કારણ કે એવું માનવામાં આવેછે જો સિકો ચોટી જાય તો લોકોની મનોકામના પુરી થાય છે