ધર્મ એટલે આસ્થા અને આસ્થા એટલે વિશ્વાસ અને જેના મનમાં વિશ્વાસ છે ત્યાં પ્રભુનો વાસ છે અમદાવાદમાં અસરે 100 વર્ષ પહેલાં ડાયાભાઈ વઘોરાના નામના વ્યક્તિ વર્ષો પહેલા મામા દેવની ભક્તિ કરતાં હતા તેમના સપનામાં એ ખીજડાનું ઝાડ આવ્યુ અને ત્યાં તેમને મામાદેવની સ્થાપના કરી.
આ ખીજડા વાળું મંદિર હાલ અમદાવાદ કલેક્ટર કચેરી નજીક આવેલું છે જ્યાં પાઘડીવારા મામા દેવ 100 વર્ષ થી મામા દેવની પુજા કરે છે પ્રિન્સ ભાઈ ની ચાર પેઢીએ મામા દેવની પૂજા અર્ચના કરી છે ખીજડા નીચે પાઘડીવારા મામાદેવ ને અત્તર અને સિગરેટ ચડાવવામાં આવે છે લાખો શ્રદ્ધાળુઓ.
અહીં દર્શન કરવા માટે આવે છે અને અહીં મામાદેવનો અખંડ દીવો બળે છે જ્યાં કોણ ઘી પુરી જાય છે એ કોઈને ખબર નથી હોતી એ મંદિરનો ખૂબ મોટો ચમત્કાર છે જ્યાં મામા દેવ સાક્ષાત હાજરી પૂરે છે ત્યાં તેમનો કીનો દીવો બળે છે તેની જ્યોત ભક્તોના દુઃખ દૂર કરે છે અને તેમના જીવનમાં અનેરુ અંજવાળું કરે છે.
ઘણા શ્રદ્ધાળુ મામાદેવની માનતાઓ રાખે છે અને તેમની માનતાઓ પરિપૂર્ણ થતા તેઓ સિગરેટ અને અત્તર ચડાવી ને મામાદેવના દર્શન કરવા આવે છે આ મંદિરનો મહિમા અનિરો છે જે અમદાવાદમાં ખીજડા નીચે મામાદેવનું મંદિર આવેલું છે ક્યારેક અમદાવાદ જાઓ તો મામાદેવના દર્શન જરૂર કરજો.