ઉર્ફી જાવેદ આ નામ સોસીયલ મીડિયા માટે નવું ના કહેવાય તે પોતાના પહેરવેશના લીધે હમેશા મીડિયામાં હાઇલાઇટ રહે છે ક્યાંક મોજા ની બ્રા પહેરીને એરપોર્ટમાં દેખાવું અને ક્યાંય પેન્ટની ચેન ખુલ્લી મૂકીને મીડિયા સમક્ષ આવવું આ રીતે નવા સ્ટંટ કરીને મીડિયામાં ચર્ચાનો વિષય બને છે. ઉર્ફી જાવેદના સોસીયલ મીડિયામાં લાખોમાં ફેન છે જે દરરોજ પોતાના અલગ સ્ટાઇલના પહેરવેશના ફોટો અપલોડ કરતી રહેતી હોય છે ત્યારે અહીં ઉર્ફી જાવેદ ને પોતાના કપડાંના કારણે ધમકી મળી છે.
ઉર્ફી જાવેદે કહ્યું કે જ્યારે તેને પોતાનો ડ્રેસ બદલવો પડતો અને બીજા ઓડિશન માટે જવું પડતું ત્યારે તે નજીકની રેસ્ટોરન્ટના વોશરૂમમાં ચેન્જ કરવા જતી હતી. એકવાર એવું બન્યું કે તેણે ક્યાંકથી સલવાર સૂટ પહેર્યો હતો અને ઓડિશન આપીને આવ્યા જ્યારે બીજા ઓડિશન માટે ટૂંકા ડ્રેસમાં જવું પડ્યું જે પછી જ્યારે તે વોશરૂમમાં બદલાયા બાદ શોર્ટ્સમાં બહાર આવી ત્યારે લોકોએ તેને વિચિત્ર રીતે જોવાનું શરૂ કર્યું હતું
તે જ સમયે એક અન્ય વાત વિશે ઉર્ફીએ કહ્યું કે તે તેના મિત્રના ઘરે ડ્રેસ બદલવા માટે જતી હતી પરંતુ જ્યારે તે સલવાર કમીઝ પહેરીને મિત્રના ઘરે ગઈ અને પશ્ચિમી ડ્રેસમાં બહાર આવી ત્યાંરે પડોશીઓએ આ વાત મિત્રના મકાન માલિકને કરી અને તે પછી તેણે તેની તરફેણ કરવાનું બંધ કરી દીધું અને ધમકી પણ આપી મકાન માલિકે. પણ ઉર્ફી જાવેદએ આવા પ્રયોગોથી ડરતી નથી આ જ કારણ છે કે તે વિચિત્ર કપડાં પહેરીને દરેકની સામે આવે છે.