દેશ ભરમાંથી અવનવા કિસ્સાઓ સામે આવતા રહે છે એવો જ એક ચોંકાવનારો કિસ્સો મોરબીમાંથી પ્રકાશમાં માં આવ્યો છે જ્યાં સેનેટરીવર્સ કારખાના માં મજુરી કરતા એક યુવાન ને અડધી ચા પીવી 40 હજારમાં પડી હતી નજર હટીને દુર્ઘટના ઘટી સમગ્ર ઘટના અનુસાર તારીખ 29 ના રોજ.
દેવાભાઈ જેઠાભાઈ ચાવડા નામના ભાઈ જે મૂળ સુરેનગર જિલ્લા પાટડી તાલુકા ના ઝિંઝુવાડા ગામના વતની છે હાલ મોરબી જેતપુર રોડ પર આવેલા ઈન્ડીકા સેનેટરીવર્સ કારખાનામાં કામ કરતાં હતાં તેઓ રોજના નિત્યક્રમ મુજબ કારખાના નજીક આવેલી કિસ્મત ચાની હોટલ પર ચા પીવા ગયા તેઓ એ અડધી ચા લીધી અને.
બેશીને પોતાના મિત્રો સાથે સુખ દુઃખની વાતો કરી રહ્યા હતા ચા પીને તેઓ જ્યારે કારખાને જવા ઉભા થયા તો જોયું કે તેમનું બાઈક ત્યાં નહોતું ચાવી હાથમાં જ રહી ગઈ અને કોઈ તેમનું બાઈક ચોરી ગયું આજુબાજુ ખુબ તપાસ કરી પણ હાથ ના આવતા દેવાભાઈ મોરબી પોલીસ સ્ટેશન માં પહોચ્યા અને.
પોતાના બાઈક નંબર જીજે 13 એક્યુ 5482 કોઈ કિસ્મત હોટેલ પાસેથી ચોરી ગયું છે એવી ફરીયાદ નોંધાવી પોલીસે વાહન ચોરીની ફરીયાદ નોંધી ને બાઈક ચોરની શોધખોળ હાથ ધરી છે આ કિસ્સો સમગ્ર પંથકમાં રમુજ ઘટના ની જેમ ફેલાઈ ગયો દેવાભાઈ બાઈક ચોરવાથી દુઃખી થયા તો લોકો આ ઘટના ની મજાક બનાવી રહ્યા છે.