Cli
ઝુલતા પુલની ગોઝારી ઘટના માં ચાર બાળકો ગુમાવેલા પરીવારનો આ ઘટના પર જવાબદાર લોકો પર આક્ષેપ...

ઝુલતા પુલની ગોઝારી ઘટના માં ચાર બાળકો ગુમાવેલા પરીવારનો આ ઘટના પર જવાબદાર લોકો પર આક્ષેપ…

Breaking

મોરબી ખાતે ઝુલતા પુલ તુટવાની ઘટના માં 140 થી વધારે લોકોના કરુણ મો!ત નિપજ્યા છે દેશભરમાં મો!તનું માતમ છવાયું હતું અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ મોરબી આવીને આ ઘટના પર શોક વ્યક્ત કર્યો ગુજરાત સરકારે મૃતક પરીવારજનો ને 4 લાખની સહાય ના ચેક પણ વિતરણ કર્યા હતા.

આ ગોઝારી ઘટનામાં અનેક પરીવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે એમાથી મોરબીના એક પરીવારે આ ઘટનામાં ચાર બાળકો ગુમાવ્યા છે મોહીત ભાઈ કુભંરવાડીયા એ મિડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પરિવારના 12 લોકો ઝુલતા પુલ પર ફરવા ગયા હતા જેમાં મહીલા અને બાળકો જ હતા.

મોહીત ભાઈએ જણાવ્યું કે મારો ભત્રીજો યશ 12 વર્ષનો હતો અને મારા કાકાનો દીકરો દિકરો રાજ 13 વર્ષનો હતો અને મામા ના દિકરા ભૌતીક અંને દિકરી ભુમીકા જે 15 થી 16 વર્ષ ના બહારગામથી ફરવા આવેલા આ ચારેય આ ગોઝારી ઘટનામાં નિધન પામ્યા હતા મોહિતભાઈએ પોતાના ઇન્ટરવ્યૂ.

દરમિયાન જણાવ્યું હતુંકે આ ઘટના ખૂબ જ નિંદનીય છે વર્ષોથી મોરબીમાં ઝુલતો પુલ અમે જોતા આવ્યા છીએ પરંતુ ક્યારેય આવી ઘટના બની નથી પરંતુ પ્રાઇવેટ કંપનીના રીનોવેશન બાદ થોડા દિવસોમાં આ ઘટના બની છે જેમાં જવાબદાર પ્રાઇવેટ કંપની છે અને એમને જ કોઈ ભૂલ કરી હશે મારા મામા ના.

એકના એક દીકરો અને દીકરી હતા જે બંને આ ઘટનામાં મૃત્યુ પામ્યા છે ત્યારબાદ બધું જ પૂરું થઈ ગયું છે તેમના પરિવારમાં હવે કાંઈ જ બચ્યું નથી ખરેખર આ ઘટનામા જવાબદાર લોકો પર કડક વલણ દાખવીને સજા થવી જોઈએ એવી સરકાર પાસે અમે માંગ કરીએ છીએ મોહીતભાઈએ પોતાનું.

દુઃખ ઠાલવતા જવાબદાર લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગં કરી હતી સાથે આવા અનેક પરીવારોએ જેમને પોતાના સ્વજનો ગુમાવ્યા છે એ આ ઘટના માં જવાબદાર ઓરેવા કંપની વિરુદ્ધ પોતાનો આક્રોશ વ્યક્ત કરી ને સખત સજા આપી ને ન્યાય આપવાની માગં કરતા સામે આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *