મોરબી ઝુલતા પુલ ના ટુટવાની ગોઝારી ઘટનામાં બચેલી એક નાની 7 વર્ષની કાલીઘેલી ભાષામાં બાળકી કહે છેકે હું મારા મમ્મી પપ્પા સાથે કચ્છમાં ફરવા ગયા હતા અમે મોરબી આવ્યા અને પુલ તૂટતા મે દોરી પકડી લીધી અને પોલીસ અંકલે મને બચાવી લિધી પણ મમ્મી અને પપ્પા ક્યાં ગયા છે અંકલ માશુમ દિકરી છે.
આ દુર્ઘટનામાં બચી પણ તેના માં બાપ આ દુનિયામાં રહ્યા નથી પોલીસે આ બાળકીને તેના દાદા દાદીને ત્યા પહોંચાડી છે સમગ્ર માહિતી મુજબ અમદાવાદ હિરાબાગ સુગીપરા ના છાપરામાં રહેતા અશોકભાઇ અને ભાવનાબેન પોતાની દિકરી હર્ષી સાથે ફરવા કચ્છ ગયા હતા તેઓ રીર્ટનમા પોતાની મોરબીમાં રહેતી બહેનના ત્યાં આવ્યા ત્યાંથી.
માણો ભાણી ની સાથે કુલ પાચં વ્યક્તિ ઝુલતા પુલ પર ફરવા ગયા જેમાં દિકરી હર્ષી અને ભાણો જેને તરતા આવડતુ હતુ આ બંને જ બચી શક્યા અશોકભાઈ ભાવનાબેન અને ભાણી પુજા આ ઘટનામાં મૃત્યુ પામ્યા કાલી ઘેલી ભાષાએ ભાઉક નજરે પોતાના માં બાપને શોધતી દિકરી હર્ષી ને ખબર નથી કે એના માં બાપ આ દુનિયામાં નથી રહ્યા.
તેના દાદા જયસિંહ પરમારે જણાવ્યું હતુંકે આ ઘટનામાં દીકરો દીકરાની વહુ અને ભાણી નું મો!ત થયું છે દીકરીની જવાબદારી અમારી ઉપર આવી ગઈ છે અમારી વધેલી ઉંમર અમે જીવીએ ત્યાં સુધી અમારા બાદ આ દિકરી ને કોણ ભણાવશે કોણ લગ્ન કરશે કહી રડી પડ્યા આ દિકરીને સરકાર અને સામાજિક સંસ્થાઓ ની મદદ મળેતો આ દિકરી.
આગળ વધી શકે મૃતકના પિતાએ આ ઘટના પર ખુબ શોક વ્યક્ત કરતા ચોધાર આંશુએ રડી પડ્યા હતા મોરબીની બનેલી આ ઘટનામાં ઘણા પરીવારો દુઃખમાં ધકેધાયા છે કોઈના માં બાપ તો કોઈની દિકરી દિકરા તો કોઈની પત્ની તો કોઈની બહેન આ ઘટનામાં મો તને ભેટ્યાછે આ પુલ ટુટી પડવાની ભયાનક ઘટનાથી સમગ્ર દેશમાં હાહાકાર મચી ગયો છે