લોકપ્રિય કોમેડિયન ભારતીસિહં જે એ ગ્રેટ ઇન્ડિયા લાફ્ટર ચેલેન્જ સીઝન 4 સાલ 2008 ટોપ ફાઈનાલીસ્ટ મા આવીને પોતાના કોમેડી અભિનય ને શ્રેષ્ઠ સાબિત કરી આવનાર સમયમાં ઘણા બધા એવોર્ડ પ્રાપ્ત કરી ઘણા બધા શો માં જજ પણ રહ્યા ન કપીલ શર્મા શોમાં પોતાના દમદાર અભિનય થકી લોકોના દિલમાં અનેરુ સ્થાન બનાવ્યુ.
એ ભારતીસીહં ફરી વિવાદોમાં ફસાઈ છે ભારતી સિંહ અને તેના પતિ હર્ષ પર લાગેલા સફેદ પાવડરના કેશમાં તે અગાઉ પણ જેલની હવા ખાઇ આવ્યા હતા તેઓ આ કેશમાં થી છુટી આ વર્ષે એપ્રિલ મહિનામાં માં બની હતી પોતાના દિકરા ગોલા સાથે તે ખુબ જ ખુશ હતી પતિ હર્ષ અને દીકરા ગોલા સાથે પોતાના સુદંર પળો સાથે તે સોશિયલ મીડિયા પર છવાયેલી રહેતી હતી.
ગોલા સાથે મજાક મસ્તી કરતા ઘણા વિડીઓ પણ પોસ્ટ કરતી હતી આ વચ્ચે ફરી તેના પર સંકટના વાદળો ઘેરાયા છે તાજેતરમાં તેમના પર ચાલતા સફેદ પાવડરના કેશ માં મુંબઇ એનસીબી ટીમે કોર્ટમાં ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિબાચીયા પર 200 પેજ ની ચાર્જસીટ દાખલ કરીછે આ વચ્ચે ભારતી અને તેના પતિ હર્ષની મુશ્કેલી ખુબ વધી ગઈ છે.
તેઓ જામીન પર બહાર હતા આ વચ્ચે કોર્ટમાં દાખલ કરેલી આ ચાર્જશીટ થી એમને જેલ જાવાનો ફરી વારો પણ આવી શકે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કોર્ટની તારીખ પર ભારતી સિંહ અને તેના પતિ હર્ષ ને હાજર રહેવા સુચના અપાઈ કે આવનાર તારીખ પર કોર્ટ આ મામલે સુનવણી કરે તેના પર ભારતી અને હર્ષ ખુબજ ચિંતા માં મુકાઈ ગયા છે.