ફિલ્મ ઇન્ડસ્ટ્રી થી ખૂબ ખરાબ અને દુઃખદ સમાચાર સામે આવ્યાછે જે ગુજરાતી ફિલ્મને ભારત તરફથી ઓસ્કાર માટે મોકલવામાં આવીછે તે ફિલ્મના લીડ એક્ટર રાહુલ કોલી નું નિધન થયું છે રાહુલ માત્ર 10 વર્ષનો હતો અને કે!ન્સરથી પીડીત હતો રાહુલ ના પિતા મુજબ રાહુલ ને વારંવાર તાવ આવતો હતો અને.
લોહીની ઉલટીઓ આવવા લાગી રાહુલની ફિલ્મ છેલ્લો શો ત્રણ દિવસમાં જ રિલીઝ થવાની છે પ્રાપ્ત માહિતી અનુસાર મુજબ રાહુલને લ્યુકેમીયા નામની બિમારી હતી જેને સામાન્ય ભાષામાં લોહીનું કે!ન્સ ર પણ કહેવામાં આવે છે રાહુલને અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો રાહુલ ના પિતાએ.
દુઃખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે અમે એના અંતિમ સંસ્કાર કરીશું અને એની ફિલ્મ પણ જોવા જઈશું આ ફિલ્મ માં રાહુલ કોલી સિવાય રીચા મીના ભાવેશ શ્રીમની પરેશ મહેતા જેવા કલાકારો એ મુખ્ય ભુમિકા ભજવી છે આજ સુધી જે પણ ફિલ્મ ફેસ્ટિવલમાં આ ફિલ્મ નુ પ્રિમીયમ થયું છે તેમાં રાહુલ કોલીના.
અભિનય ને લોકોએ ખુબ વખાણ્યો છે પોતાની પ્રથમ ફિલ્મ ઓસ્કાર માટે ભારત તરફથી સિલેક્ટ થઈ એજ રાહુલ આ પોતાની જ ફિલ્મ જોઈ શકશે નહીં ખૂબ જ દુઃખદ બાબત છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં માતમ છવાઈ ગયો છે પરમાત્મા એની દિવ્ય આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.