ટેલિવિઝન નો લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આ દિવસોમાં કેટલાક કરેલા ફેરફારોના કારણે ચર્ચામાં આવ્યો છે શોનાં તારક મહેતાને રિપ્લેસ કરી શૈલેષ લોઢાની જગ્યાએ સચિન શ્રોફને લાવતા ઘણા દર્શકોએ સોશિયલ મીડિયા પર શોના નિર્માતા આશિત મોદીને ઘણા ટ્રોલ કર્યા હતા.
એ વચ્ચે પણ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો ટીઆરપી લિસ્ટમાં પોતાની જગ્યા બનાવવામાં સફળ રહ્યું છે ઓર મેક્સ મીડિયા એ ગત સપ્તાહ નું ટીવી સીરીયલ નું ટીઆરપી લિસ્ટ જાહેર કર્યું છે જેમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો નંબર વન પર છે ઘણા બધા લોકોના સોના બંધ કરવાની માંગ છતાં પણ.
ટીઆરપી લિસ્ટમાં નંબર વન આવતા આશિક મોદી એ દર્શકો માટે એક નવી ઉમ્મીદ જગાવી છે જો દિશા વાકાણી આ શોમાં પાછી નહીં ફરે તો નવી દયાબેન અમે લાવીશું ટીઆરપી લિસ્ટ માં બીજા નંબરે અનુપમા સીરીયલ તો ત્રીજા નંબરે રોહિત શેટ્ટી ની એડવેન્ચર રિયાલિટી શો ખતરો કા ખેલાડી ચોથા નંબરે.
કુમકુમ ભાગ્યનું સ્થાન રહ્યું તો પાંચમા નંબરે અમિતાભ બચ્ચનન નો લોકપ્રિય ક્વિઝ ગેમ શો કોન બનેગા કરોડપતિ રહ્યું હતું તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ 2017 થી ઘણા બધા પાત્રો બદલાયા તો ઘણાએ આ શોને છોડી દીધો છે તેના વચ્ચે પણ ટીઆરપી લિસ્ટમાં પ્રથમ નંબર પર રહેવા નુ સ્થાન આ શોએ અકબંધ રાખ્યું છે.