બોલિવૂડ સુપરસ્ટાર રણબીર કપૂર એમના પત્ની આલિયા ભટ્ટ તેમની આવનાર ફિલ્મ બ્રહ્માસ્ત્રને લઈને ખૂબ જ ચર્ચામાં છે તેઓ એમની ફિલ્મના પ્રમોશનમાં રાત દિવસ દોડી રહ્યા છે આલિયા ભટ્ટ પ્રેગ્નેટ હોવા છતાં ફિલ્મના પ્રમોશનમાં દોડી રહી છે બ્ર્હમાસ્ત્ર ફિલ્મમાં રણબીર કપૂર સાથે આલિયા ભટ્ટ સ્ક્રીન પર જોવા મળશે.
ફિલ્મના પ્રમોશન વચ્ચે રણબીર કપૂર તેની ફિલ્મના નિર્દેશક અયાન મુખર્જી સાથે મુંબઈના લાલ બાગચા મંદિરમાં દર્શન માટે પહોંચ્યા હતા અહીં રણબીર કપૂરને જોવા માટે ભારે ભીડ ઉમટી પડી હતી આમ છતાં રણબીર કપૂર પોતાની ફિલ્મના ડિરેક્ટર અને બેસ્ટ ફ્રેન્ડ અયાન મુખર્જી સાથે અહીં પહોંચ્યો હતો.
આ દરમિયાન ગરીબોના મસીહા સ્ટાર સોનુ સૂદ પણ ગણપતિ બાપ્પાના દર્શન કરવા મંદિરે પહોંચ્યો હતા અહીં ફિલ્મ સ્ટાર રણબીર કપૂરની મુલાકાત સોનુ સૂદ સાથે થઈ હતી ત્યારે બંને હાથ મિલાવ્યા હતા અને આ દરમીયાન સોનુ સુદે રણબીરનો હાથ ચૂમી લીધો હતો તેની પણ કેટલીક તસ્વીર સામે આવી છે.
અહીં રણબીર કપૂરે પુરી શ્રદ્ઘા સાથે ગણપતિ બાપાન દર્શન કર્યા હતા પરંતુ તેમ છતાં રણબીર ખરાબ રીતે ટ્રોલ થઈ રહ્યા છે રણબીરની બીફ કોમેટને લઈને લોકો એમના પર ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે એમને સોસીયલ મીડિયામાં ન કહેવાની કોમેંટ કરીને રણબીરને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.