કપિલ શર્માએ પોતાની સિક્યુરિટી એટલી ટાઈટ કરી દીધી છેકે જોવા વાળા પણ હેરાન રહી ગયા છે અત્યાર સુધી મોટી સિક્યુરિટી સલમાન ખાનની માનવામાં આવતી હતી એમની જોડે શેરા જેવો મોટો બાઉંસર છે અને શાહરુખ જોડે પણ ફોલાદી ગાર્ડ રવિ છે હવે એ બંનેને પાછળ છોડતા કપિલ શર્માએ શેરા અને.
રવિ જેવા બેબે બાઉંસર રાખી દીધા છે અને તેના શિવાય પણ કપિલે પોતાની સુરક્ષામાં બાઉંસર સામેલ કરી લીધા છે કાલ રાતે કપિલ સોની ટીવીના એક ફંક્શનમાં પહોંચ્યા હતા અહીં બધા સ્ટાર જ હાજર હતા પરંતુ એ બધા સ્ટાર વચ્ચે કપિલ પોતાની ભારે સિક્યુરિટી લઈને આવ્યા કપિલ જોડે એમના બાઉન્સર ફરી રહ્યા હતા.
ચારે તરફ બાઉન્સરથી ઘેરાયેલ કપિલને જોઈને લોકો પણ હેરાન રહી ગયા કારણ કે ટીવીનો કોઈ પણ સ્ટાર એકથી વધુ બાઉન્સર નથી રાખતો અને ખાસ કરીને ટીવી સ્ટાર તો બાઉન્સર જ નથી રાખતા પરંતુ અહીં કપિલ જોડે એટલા બાઉન્સર હતા કે ગણતરી પણ ઓછી પડી જાય બાઉન્સર પણ એટલા મોટા કે જોઈને જ માણસ ડરી જાય.
મોટા તગડા બાઉન્સર લઈને કપિલ હવે દરેક જગ્યાએ જઈ રહ્યા છે સીધું મોસેવાલાની હત્યા બાદ હવે પંજાબી એક્ટરને ડર સતાવવા લાગ્યો છે કપિલ પણ પંજાબથી આવે છે કપિલના ખાસ મિત્ર મીકા સીંગે પણ પોતાની સિક્યુરિટી અચાનક વધારી દીધી છે પંજાબી એક્ટર દહેશતમાં છે એટલે હવે એક્ટર પણ કોઈ જોખમ લેવા નથી માંગતા.