ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટ્ન રોહિત શર્મા માટે આઇપીએલ 2022 કંઈ ખાસ ન રહી મુંબઈ ઇન્ડિયન ટીમના ખેલાડીઓ આ પુરી સીઝન ફ્લોપ ગયા આઇપીએલ માંથી મુંબઈ ઇન્ડિયન ટીમની જલ્દી વિદાય બાદ રોહિત શર્માને ઇંગલેન્ડ પ્રવાસ પહેલા એક બ્રેક મળી ગયો છે એવામાં રોહિત શર્મા અત્યારે ફેમિલી.
સાથે માલદીવમાં રજાઓ માણી રહ્યા છે માલદીવની કેટલીક તસ્વીર સામે આવી છે રોહિત શર્માએ આ તસ્વીર શેર કરી છે અને એ પણ પોતાના ઇન્સ્ટાગ્રામમાં શેર કરી છે અહીં શેર કરેલ તસ્વીરમાં રોહિત શર્મા પત્ની રિતિકા અને પુત્રી સમયરા પણ જોવા મળી રહી છે અહીં પુરી ફેમિલી રજાઓને એન્જોય કરતા જોવા મળી રહી છે.
રોહિત શર્મા કોચ રાહુલ દ્રવિડ અને ટિમ સાથે 16 જૂનના રોજ ઇંગલેન્ડના પ્રવાસે રવાના થશે અત્યારે એમને આરામ કરવામાટે કહેવામા આવ્યું છે પરંતુ આઇપીએલ 2022 માં મુંબઈ ટીમનું અભિયાન જલ્દી પૂરું થતા રોહિત અત્યારે રજાઓ માણી રહ્યા છે અહીં સામે આવેલ તસ્વીર પર ફેન્સ પોતાનો ખુબજ પ્રેમ વર્ષાવી રહ્યા છે.