પાનમસાલા ની કંપનીની એડમાં આવવું સુપરસ્ટારને બહુ મોંઘુ પડી ગયું છે અમિતાભ બચ્ચન શાહરુખ ખાન અજય દેવગણ અને રણવીર સીંગ સામે પાન મસાલાનો પ્રચાર કરવાને લઈને ફરિયાદ નોંધવામાં આવી છે અને આ કેસ બિહારના મુઝફ્ફરપૂરની કોર્ટમાં નોંધાવવામાં આવ્યોછે આ કેસ નોંધાવનાર વ્યક્તિનું નામ તમન્ના હાશ્મી છે.
જેઓ એક સામાજિક કાર્યકર્તા છે તમન્ના હાશ્મીના મુજબ તેઓ આ સ્ટારના આવા બધા કામથી પરેશાન થઈ ગયા છે હાશ્મીએ કહ્યું કે અમિતાભ રણવીર શાહરુખ અજય દેવગણ આ બધા સ્ટાર પોતાની લોંપ્રિયતાનો ખોટો ઉપયોગ કરી રહ્યા છે દેશના લાખો લોકો એમને ફોલોવ કરે છે અને તેઓ ગુટખાનો પ્રચાર કરે છે જેને ખાવાથી આપણને ખુબજ નુકશાન થઈ શકે છે.
આ સ્ટાર માત્ર પૈસા માટે લોકોની જિંદગી સાથે ખેલી રહ્યા છે હાશ્મીએ કહ્યું કે બધાના કારણે એમણે આ સ્ટાર સામે કેટલીક કલમો સાથે ફરિયાદ નોંધાવી છે હાશ્મીની ફરિયાદને કોર્ટે સ્વીકાર પણ કરી લીધો છે હવે આના પર 27 મેના રોજ સુનવણી થશે અમિતાભ અને રણવીર એકસાથે પાનમસાલા કમલા પસંદના ઈલાયચી વાળી એડમાં જોવા મળ્યા હતા.
પરંતુ જયારે તેના પર બબાલ થઈ ત્યારે અમિતાભે એ કંપનીથી કોન્ટ્રેક્ટ તોડી દીધો એવુજ કંઈક વિમલ કંપની સાથે જોડાયેલ અક્ષય કુમાર સાથે પણ થયું હતું અત્યારે તો કોર્ટ આ મામલે શકતી બતાવશે તો અહીં આ ચારે સ્ટારને નોટિસ પણ મોકલવામાં આવશે મિત્રો તમન્ના હાશ્મીની વાતથી તમે સહમત છોકે આ સ્ટારની વાતથી કોમેંટમાં જણાવી શકો છો.