ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગ્જ ક્રિકેટર એન્ડ્રુ સાયમન્ડ્સના નિધનથી પુરી દુનિયા શોકમાં છે રિપોર્ટ મુજબ એન્ડ્રુ સાયમન્ડ્સને શનિવારે રાત્રે ટાઉન્સવિલેમાં કાર અકસ્માત દુર્ઘટનામાં નિધન થયું હતું 46 વર્ષના દિગ્ગ્જ ક્રિકેટરના ભારતમાં પણ ખુબજ ફેન્સ છે એન્ડ્રુ સાયમન્ડ્સે બોલીવુડમાં પણ કામ કર્યું છે એન્ડ્રુ સાયમન્ડ્સે.
અક્ષય કુમાર અને અનુષ્કા શર્માની પટિયાલા હાઉસ ફિલ્મમાં પણ કામ કર્યું હતું તેના શિવાય તેઓ સલમાન ખાનના બિગબોસ શો પાંચમી સીઝનમાં પણ જોવા મળ્યા હતા અહીં શોમાં તેઓ 11 દિવસના પ્રવાસમાં હતા એન્ડ્રુ સાયમન્ડ્સ 2011 માં આવેલી ફિલ્મ પટિયાલા હાઉસ ફિલ્મમાં ક્રિકેટ ગ્રાઉન્ડમાં ચોક્કા છકકા લગાવતા જોવા મળ્યા હતા.
બિગગોસ શોમાંથી જયારે એન્ડ્રુ સાયમન્ડ્સ બહાર આવ્યા ત્યારે એમને ઇન્ટરવ્યૂ દરમિયાન પૂછવામાં આવ્યું હતું કે એમણે બિગબોસમાં ભાગ કેમ લીધો ત્યારે એમણે જણાવ્યું હતું કે મને ભારત દેશ ખુબજ પસંદ છે અહીં ઘણા મિત્રો છે એમની સાથે સમય વિતાવવો સારો લાગે છે એમણે કહ્યું હતું કે ભારત પ્રત્યે એમને ખુબ લગાવ છે.