પાટણ જિલ્લાના ભાટસણ ગામની આ ઘટના છે ત્યાં દલિત રામજીભાઈ એ એમના પુત્રના લગ્ન પ્રસંગે વરઘોડુ નીકાળતા ગામના કેટલાક અસામાજિક તત્વોએ વરઘોડા પર પથ્થર મારો કર્યો હતો જેને લઈને ભાટસણ ગામમાં વાતાવરણ ઉગ્ર બન્યું હતું જેને લઈને ગામમાં તાત્કાલિક પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ભાટસણ ગામે છેલ્લા 10 વર્ષથી ગામમાં કોઈ વરઘોડુ કાઢતું ન હતું ત્યારે દલિત રામજીભાઈ એ એમના પુત્ર વિજયનું વરઘોડુ કાઢવાનું નક્કી કર્યું હતું ગઈકાલે 12 મેના રોજ વરઘોડુ જયારે કાઢવાની શરૂઆત કરી અને કાઢ્યું ત્યારે ગામના કેટલાક અસામાજીક તત્વોએ.
વરઘોડા પર પથ્થર મારો કર્યો હતો જેમાં કેટલાક લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે પરંતુ ત્યાં તાત્કાલિક પોલીસનો કાફલો પહોંચતા ટોળું વિખેરાઈ ગયું હતું જ્યાં પાંચથી છ લોકોની ધરપકડ કરવામાં આવી છે અહીં ગામના આગેવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.